________________
બાળક વજને લઈ જવા માટે રાજાએ આપેલે ન્યાય
૨૧૭ ગયે. તે કાળના રાજાઓ અને અધિકારીઓ પણ, હમણાંની જેવા, ધર્મ અને ત્યાગ માર્ગના દુશ્મને હતા નહીં. પરંતુ ધર્મને ખૂબ માનની લાગણીથી આદર આપતા હતા.
તેથી શ્રીસંઘના કેટલાક આગેવાનોને બોલાવીને, તથા સુનંદાદેવીને બોલાવીને, બંને પક્ષને મધ્યસ્થ શિખામણ આપી, બંનેની હકીકતો પણ બરાબર જાણી લીધી.
શ્રીસંઘે રાજ્યને જણાવ્યું કે, અમારા જૈન ધર્મમાં, ગુરુમહારાજને વહેરાવેલી વસ્તુ, તે પછી અશન-પાન હોય, કે પછી વસ્ત્રાપાત્ર હોય, અગર શિષ્ય હોય, તેને આપી દીધા પછી, પાછું લેવાય નહિ. તે જેહાયતે ગુરુદ્રવ્ય કહેવાય છે.
સુનંદાદેવી : આ છોકરે જન્મે ત્યારથી, ક્ષણનાપણ વિસામા વગર, ચોવીસે કલાક રડ્યા કરતો હોવાથી, ઘરમાં હું એકલી હોવાથી, કંટાળી જવાથી, તેના પિતા મુનિરાજને વહોરાવી દીધો. તે તદ્ન સાચી વાત છે. પરંતુ હવે આ બાળક બિલકુલ રડતું નથી અને સર્વકાળ હસમુખે રહે છે. દિવસને ઘણો ભાગ, શ્રાવિકાઓના ઉપાશ્રયમાં પણ, હું તેની સારવારમાં જ વિતાવું છું. મને મારા આ બાળકને, ક્ષણવાર પણ વિરહ ગમશે નહીં. માટે મારે પુત્ર મને પાછો મળ જોઈએ.
શ્રીસંઘની અને સુનંદાદેવીની વાતો સાંભળી રાયે ન્યાય આપ્યું કે, અમારી રૂબરૂ અમારી સભામાં, ગુરુમહારાજ પિતાની વસ્તુ મૂકે, અને બાળકની માતા શ્રાવિકા પણ, પિતાના બાળકને યોગ્ય, ખાન-પાન-વસ્ત્ર-રમકડાં લાવીને રાજ્યસભામાં મૂકે. અને આ સર્વની વચ્ચે બાળકને મૂકે. બાળક જેની વસ્તુ ઉપાડે, તે પક્ષમાં બાળક જવા ગ્ય છે, એમ છેલ્લે નિર્ણય સમજો.
સંઘને આ ન્યાય ઠીક ન લાગે. કારણકે, આટલું નાનું બાળક, ખાવાપીવા, રમવામાં વધારે આકર્ષાય એ બનવા યોગ્ય છે. જેમ નાભિકલકરના ખોળામાં બેઠેલા, તીર્થંકર પરમાત્મા ઋષભદેવસ્વામી બાળક હતા. અને ઈન્દ્રમહારાજના હાથમાં રહેલી, શેરડી લેવા હાથ લંબાવ્યો હતો, અને આમ થાય તે દુઃખને વિષય ગણાય.
સુનંદાદેવી ઘણુંજ રાજી રાજી થઈ ગયાં. અને અનેક જાતનાં પકવાન, અનેક જાતનાં ફળે, નાના બાળકને પહેરવાનાં રંગબેરંગી વસ્ત્રો, ઘણું રમકડાંની જાતે; આ બધી વસ્તુનું રાજ્યસભામાં, સારું એવું પ્રદર્શન ગોઠવાયું.
ગુરુદેવ મહા જ્ઞાની હતા. તેમણે તો ફક્ત શ્રીવીતરાગ શાસનનું મહાન પ્રતીક, મોક્ષમાર્ગની આરાધનાનું અજોડ ઉપકરણ, પ્રાણીમાત્રની દયા પાળવાનું અસામાન્ય સાધન, રજોહરણ અને મુખવસ્ત્રિકા લાવીને, સુનંદાદેવીનાં પ્રલોભનેની એક બાજુમાં ગોઠવી દીધાં.
આ બાજુ વજકુમારને પણ, જાણે એક દીક્ષાના વડા જેવા ઠાઠથી, સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાઓના વૃન્દમાં, મધુર ગીતની છે ઉછળતી હોવા સાથે, રાજ્યસભામાં ૨૮