________________
૨૧૪
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સ્વાધીન પુત્ર મેં, મુનિમહારાજને વહોરાવી દીધો. મુનિવરને આમાં જરા પણ દેષ નથી. મારા ભાઈ મુનિરાજ, અને મારા સ્વામી મુનિરાજ, મને ચોખ્ખું કહેતા હતા : સુનંદા ! તું જરૂર પસ્તાવો કરીશ, ઉતાવળ કરવી જવા દે, પરંતુ મૂખ આત્મા એવી મેં વિચાર કર્યો જ નહીં.
જે મતિ પાછળ ઉપજે, તે જે પહેલી થાય કાર્ય ન બગડે કેઈનું, પશ્ચાત્તાપ નવ થાય.” ૧
ભવિષ્ય વિચારી આપણું, પછી કામ કરનાર છે મતિમાન તે માનવી, દુ:ખમાં નહીં પડનાર.” ! ૨
પરંતુ હજી શું બગડી ગયું છે ? પુત્ર મારે છે, તે આખું ગામ જાણે છે. દીક્ષા આપી નથી કે તેનાં વ્રત ભંગાવવાને દોષ લાગે. એટલે હું મારા પુત્રને, મારા ઘેર લઈ જાઉં તો, મને કોણ રોકનાર છે? બસ, આવતી કાલે તેને હું મારા ઘેર લઈ આવીશ. રાત્રિમાં આવા વિચાર કરીને, સવારમાં શ્રાવિકા સુનંદા ઉપાશ્રયના પારણામાંથી બાળક વાને, પિતાને ઘેર લઈ જવા, સાધ્વીજી મહારાજ અને શ્રાવિકાઓને, વાત જણાવી.
સુનંદા: મહારાજ સાહેબ! બાળક વજને હું મારા ઘેર લઈ જાઉં છું. કારણ મને હવે અહીં રાખ ઉચિત લાગતું નથી મારું ઘર કયાં નથી પહોચતું, તે મારા પુત્રને ગામની સહાય લેવી પડે. ઘર તે ઘર, અને ઉપાશ્રય તે ઉપાશ્રય. વજ હવે બે અઢી વર્ષને થયો છે. એને છૂટથી રમવાનું, દેડવાનું, ન્હાવાનું, ખાવાનું, ઘેર જેટલું ફાવે; સચવાય; તેટલું ઉપાશ્રયમાં ન સચવાય. માટે હવે હું મારા ઘેર લઈ જાઉં તે વધારે સગવડવાળું, અને બાળકના હિતને પોષનારું ગણાય. સાધ્વીજીને ઉત્તર ઃ
શ્રાવિકાબેન, તમારું માનવું બરાબર નથી. ઘેર તમે એકલાં જ વજકુમારનું લાલન પાલન કરશે. જ્યારે અહીં, આખા સંઘની શ્રાવિકાઓ, વજકુમારને રમાડે છે, આનંદિત રાખે છે, કોઈ મોટા રાજાનાકુમારની પણ આટલી સેવા નહીં થતી હોય, જેટલી વજકુમારની થાય છે. માતાઓ ગણો, બહેનો ગણે, પરિચારિકાઓ ગણે, વજકુમારની લાલનપાલના માટે, સમગ્ર સંઘ જાગતે છે. એટલે બાળકને પોતાના ઘેર વધારે લાલનપાલન મળશે આ તમારી કલ્પના બરાબર નથી.
સુનંદાદેવી ઃ ભલે પણ હવે મારે પુત્ર મારે મારા ઘેર લઈ જવે છે.
સાધ્વીજી : બેન ! તમે તમારા પુત્ર ગુરુ મહારાજને વહેરાવી દીધો છે. - સુનંદા મેં ઉતાવળ કરીને એના પિતાને આપી દીધો હતો, પરંતુ હવે મારે મારા ઘેર લઈ જવે છે.