________________
૨૧૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અનુકંપાદાન ઉચિતદાન, કે કીર્તિદાન પણ આપીને પાછું લેવાય જ નહીં. આ નીતિ છે. માટે હજી પણ વિચાર કરે હોય તે કરી જુઓ, કારણ કે આ તે સુપાત્ર દાન અપાય છે.
મુનિવરને મોદક વહેવરાવી, નિન્દા કરી અપાર, મમ્મણ શેઠ મરી થયા, કૃપણોને શિરદાર.”
દેવી સુનંદા : મહારાજ ! બાળક મને જરા પણ અળખામણો નથી. મને એના વિના ગમતું નથી. ગમશે પણ નહીં. હું કઈ ગાંડી કે વેવલી પણ નથી. પિતાની ફરજ પણ સમજું છું. દેવને પણ દુર્લભ રાજકુમાર જે આ બાળક આપતાં મારો જીવ ચાલતો પણ નથી. પણ શું કરું?
આ છોકરો જ , હજીક મહીને પણ પૂર્ણ થયું નહીં હોય, અને જ્યારથી એને કાનમાં એના બાપની દીક્ષાના વર્ણને પડવા લાગ્યાં છે, ત્યારથી બાપની ને મામાની દીક્ષાની વાતે ચાલે, ત્યારે ચુપચાપ સાંભળે. મોઢું મલકાવે, આવ્ય તારા બાપાને હરાવી દઈએ. આવું સાંભળે ત્યારે બિલકુલ રડવું બંધ થઈ જાય. આડેસીપાડોસી રમાડવા આવે ને દીક્ષાની વાતો થાય તે રાજી, અને સિવાય રમાડે, હુલાવે, પારણામાં પિઢા રમકડાં દેખાડો. આ બધું તેને ઝેર જેવું લાગે છે.
એટલે જ મેં નિર્ણય કર્યો છે કે, આ છોકરાને દીક્ષાની વાતે ગમે છે. માટે એના બાપને જ વહોરાવી દઉં. જુઓ, જ્યારના પૂજ્ય મુનિવર્ગનાં ગામમાં પગલાં થયાની, તમે ઘેર વહોરવા આવ્યાની, આ વહોરવવાની વાતે ચાલી રહી છે, ત્યારને રડતો નથી. એકાગ્ર વાતો સાંભળ્યા કરે છે. માટે જ હું મારા વહોરાવવાના નિર્ણયને બદલતી નથી.
સુનંદાદેવીના નિર્ણયાત્મક વિચારે અને વચન સાંભળીને મુનિરાજ ધનગિરિજીએ ઝળીમાં બાળકને વહારી લીધું. અને ઘણું સૌભાગ્યવતીઓ, બાળાઓ, ગીત ગાતાં અને વાત્રો વગાડતાં-વગાડતાં, ઉપાશ્રય સુધી મૂકવા ગયાં, ધનગિરિ અને આર્યસમિતને આવતા જોઈ ગુરુ મહારાજ સિંહગિરિસૂરિમ-ઉપાશ્રયમાં થોડા સામે આવી, ધનગિરિના હાથમાંથી ઝળી લઈ લીધી, પરંતુ ખૂબ વજન લાગવાથી બોલાઈ જવાયું ?
“ઓહોહો ? આટલા નાના બાળકનું આવું વજન જાણે વજ!” બસ આવાં તાત્કાલિક ગુરજીનાં નીકળેલાં વચનના આધારે, બાળકનું વજકુમાર નામ રખાયું. અને સાચવણલાલન-પાલન માટે સાધ્વીઓના ઉપાશ્રયમાં વજકુમારનું પારણું બંધાયું. ગુરુજીને વહોરાવ્યા તેજ ક્ષણથી, વજકુમારનું રડવાનું સદંતર બંધ થઈ ગયું.
વજાપુમારને વહોરાવ્યાની, અને મુનિવરે તથા સુનંદાદેવીના પરસ્પરના સંવાદની પણ વાત, વાયુવેગે તુંબગામના ચારે ખૂણે ફેલાઈ ગઈ. જેને અને જેનેતરોમાં જેમ જેને