________________
વયરકુમારની માતા સુન ંદાદેવીનું ઉતાવળીઊં પગલું
૨૧૧
શ્રાવિકા સુનંદા દેવીને, ધનિગિર મુનિમહારાજે પણ ઘણી ઘણી સમજાવી, પરંતુ નાના ખાળકના આઠે પ્રહરના રડવાથી, કંટાળેલી સુનંદાએ, પોતાના નિશ્ચય બદલવા જરા પણ તૈયારી ન જ બતાવી. ત્યારે કેટલીક સુનંદાની બેનપણીએ અને પાડાસણાએ પણ સુનંદાને શિખામણી આપી કે—
સખીએ અને પાડાસણા કહે સુનંદા ? તું તે બુદ્ધિનાં આપણી સમાજમાં, અત્યાર સુધી અમે વખાણુ જ એ’ર મારી ગઈ છે? આજ સુધીના ઇતિહાસમાં અમે કયાંય નાનું બાળક મુનિને કાઈ એ વહેારાખ્યું હાય.
ઘેલી થઈ છે કે શુ? તારી સાંભળ્યાં છે. એ બુદ્ધિ શુ સાંભળ્યું નથી કે, આટલુ
સુનંદા કહે છે : હું આ બાળક જૈનમુનિને વહેારાવતી નથી, પરંતુ મારી પાસે મૂકીને જનારને, સાહુકાર ભાવે થાપણ પાછી સાપું છું. મારી શક્તિ હાત તા હું હજી વધારે વખત આ બાળકને સાચવત, ઉચ્છેરી માટે કરત, પરંતુ બાળક પોતે જ મારી પાસે રહેવા ખુશી નથી, માટે તેના માલિકને સોંપી, હું દેવામાંથી મુક્ત થાઉં છું. એમાં મારી ભૂલ જણાતી હાય તા માફ કરેા.
મુનિરાજ શ્રાવિકા, તમારી અણસમજણ છે. અમે તો જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે ઘરબાર—પુત્રપરિવાર, કંચન–કામિની, સર્વસ્વના, ત્યાગ કર્યો છે. હવે અમારુ આ ઘર નથી. પત્ની–પુત્ર પણ અમારાં નથી. ધન-માલ–રાચરચીલું-અમારું કાંઈ જ નથી. " एगो हं नत्थि मे कोई नाहमन्नस्स कस्सइ
એટલે થાપણ સોંપવાની તમારી દલીલ વ્યાજબી નથી. કોઈ કવિ કહે છે કે
“કાનાં છેરું કાના વાચ્છરું, કાના મા અને બાપ; અંતકાળે જીવ જાસે એકલા, સાથે પુણ્ય ને પાપ.”
સુનંદા ઃ આચાય સિંહગિરિસર મહારાજની દેશનામાં મેં પણુ આ બધું સાંભળ્યું છે. માટે જ હું પણ હવે આ જ જાળથી છૂટી થઇ જાઉં અને પરલેાક માટે સામાયિક આદ ધ કાય કરી શકું એવી ઇચ્છાઓને અમલમાં મુકવાના આ મારા પ્રયાસ છે.
શ્રાવિકા સુનંદાને નિશ્ચય ન બદલાવાથી ધનનિગિર મહારાજે બધી પાડાસણા અને સુનંદાની બહેનપણીઓને સાક્ષી રાખીને, બાળકને વહેારવા પહેલાં, થેાડી સૂચના જણાઈ અને કહ્યું
શ્રાવિકા તમને ખબર તો હશે કે, વીતરાગના મુનિઓને વહેારાવેલુ ગુરુદ્ર થાય છે. તે પાછું લેવાતું નથી. ઉદાર ભાવે આપેલા સુપાત્ર દાનના મહિમા અપાર છે, પરંતુ આપીને બળાપા કરનાર કે પાછું લેવા ઇચ્છનાર મહા દોષવાન અને છે.