________________
૧૯૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાજાને આચાર્યનાં વચને યાદ આવ્યાં. તે જ વખતે કેદમાં પુરાયેલા જિતશત્રુરાજાના વિશ્વાસુ સેવકએ દત્તને પકડી કેદ કરી, કુતરાના મારે મારી નાખે. તીવ્ર રૌદ્ર ધ્યાનથી મારીને દત્ત નરકમાં ગયે.
આ સ્થાને કાલકાચાર્ય ભગવાને, રાજાને ભય કે શરમ અથવા ભાણેજ તરીકેની લાગવગને વિચાર્યા સિવાય, યાનું ફલ સંભળાવ્યું, પરંતુ ભીનું સંકેલ્યું નહીં. તે જૈનાચાર્ય ભગવાનની નિડરતા અને પ્રભાવકતાને સાક્ષાત્કાર થયો છે.
આ કાલકસૂરિ ભગવાન સૌ પ્રથમ મનાય છે કારણ કે ઇતિહાસકારના મંતવ્ય અનુસાર તેમને સત્તાસમય વીરનિર્વાણ સંવત્સર ૩૦૦ થી ૩૩૫ સુધીને સમજાય છે.
૨. નિગોદનું સ્વરૂપ કહેનાર કાલકસૂરિ મહારાજને ઇતિહાસકારોએ વિરનિવાણની ચોથી સદીના માન્યા છે. પરંતુ આ નિગોદની વ્યાખ્યાનું વર્ણન ઘણુ ગ્રંથમાં આચાર્ય આર્ય રક્ષિતસૂરિમહારાજના નામ ઉપર ચડેલું છે. અને આચાર્ય આર્ય રક્ષિતસૂરિને જન્મ વિ. નિ. પરરને છે. દીક્ષા ૫૪૪માં છે. સ્વર્ગવાસ ૫૯૭માં લેવાથી નીગોદસ્વરૂપ કથનવાળી ઘટના વી. નિર્વાણની છઠી સદીમાં જાય છે.
૩. ગદ્ધભિલ્લને ઉચ્છેદ કરનાર, પાંચમની ચોથ કરનાર, અને અવિનીત શબ્દોનો ત્યાગ કરનાર, કાલકસૂરિ ભગવાન ત્રણે બાબતે એકજ આચાર્ય મહારાજથી બનેલી હોવાથી અને તે વિ. નિ. સં ૪૫૩ થી ૪૬૫ સુધીમાં બનેલ જાણવી.
પ્રશ્ન : યુગ પ્રધાનની નામાવલિમાં, સત્તાવીશમા આચાર્ય કાલકસૂરિમહારાજ બતાવ્યા છે. તેમને સત્તાસમય ઉપરના કાલકસૂરિ વર્ણન સાથે સંગત જણાતું નથી. કારણ કે ઓગણીશ-વીશ અને એકવીશમાં યુગપ્રધાને છઠ્ઠી શતાબ્દિીના અંત સુધીમાં હતા. તેથી સત્તાવીશમા યુગ પ્રધાનને કાળ ઘણો પાછળ માનવે પડે?
ઉત્તર : સત્તાવીશમાં યુગપ્રધાન કાલકસૂરિને સત્તાસમય યુગપ્રધાન નામાવલિમાં વિ. નિ. ૯૮૩ થી ૯૯૪ સુધી બતાવ્યો છે આટલો અગ્યાર વર્ષ યુગપ્રધાન કાળ જાણ. બીજી વાત એ છે કે વલ્લભીવાચનાના પ્રમુખ આચાર્ય, અને નંદીસૂત્રના પ્રણેતા, દેવદ્ધિગણું ક્ષમાશ્રમણ તથા અઠાવીશમા યુગપ્રધાન સત્યમિત્રસૂરિને સમકાલિન બતાવ્યા છે. વી. નિ. એક હજાર વર્ષે દેવદ્ધિગણ ક્ષમાશ્રમણ શત્રુંજય ઉપર અનશન કરી સ્વર્ગે સિધાવ્યાં છે. આથી પણ આ બેના પૂરગામી કાલકાચાર્ય નવસો ચરાણું સુધી હતા. તે બરાબર છે. તેથી ઉપર જણાવેલા કાલકસૂરિ થકી, આ કાલકસૂરિ જુદા છે એમ સમજવું. ઈતિ ઉત્સર્ગ અપવાદ વર્ણનપ્રસંગે, કાલકાચાર્યને જાણવાયેગ, ઈતિહાસ. સંપૂર્ણ
પ્રશ્ન : ઢઢણમુનિ પિતાની જાતે લાવેલે આહાર વાપરવાને આગ્રહ કેમ રાખતા હતા ? કારણ કે શાસ્ત્રોમાં બીજા સાધુ પણ ભકિત માટે બીજા સાધુની ગૌચરી વહેરવા