________________
સતીના શીલ રક્ષણ માટે મેટા અપવાદો પણ સેવાયાના દાખલા
૧૯૧ આ સ્થાને સાચવીના શીલના નાશની સાથે, જૈનશાસનને મોટો પરાજય હતો. એટલે જેને બિચારા નિર્માલ્ય છે. આવું થવાથી જગતમાં અરાજકર્તા સર્જાય. આવા પ્રસંગે શક્તિ હોય તો જરૂર પ્રતિકાર કરવો જ જોઈએ. સાધ્વીના શીલને બચાવવાનો લાભ ઘણો મોટો છે.
પ્રશ્ન : આપણે તો શેડો દેષ અને મોટો લાભ માનનારા છીએને?
ઉત્તર : સતી-સાધ્વી નારીના શીલરક્ષણ જેવો બીજે કઈ લાભ નથી. આવા મહાન જીવોને ધર્મભ્રષ્ટ થતા બચાવવાને લાભ, આપણા જેવા અલ્પ છે કેમ સમજી શકીએ.
જુઓ સતી સીતાજીના શીલરક્ષણ માટે રામ-રાવણનું મેટું યુદ્ધ થયું. હજારે નહીં–લાખો મનુષ્યની ખૂનખાર લડાઈ થઈ. રાવણ જેવું મનુષ્ય-રત્ન દુનિયામાં ખોવાઈ ગયું. દ્રૌપદીને પ્ર ત્તરરાજા, દેવની સહાયથી, ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં લઈ ગયા. તે દ્રૌપદીને પાછી લાવવા, કણ મહારાજ અને પાંડવો બે લાખ એજનનો લવણ : ઊતરી ઘાતકી ખંડમાં ગયા. યુદ્ધ કર્યું. પ્રત્તરને હરાવ્યો, પાછા પિતાના સ્થાને આવ્યા.
જિતશત્રુ રાજાની પુત્રી સુકુમાલિકા સાથ્વીના શીલરક્ષણ માટે, આચાર્ય મહારાજે સાધ્વીના સગા બે ભાઈ મુનિરાજોને, બારે માસ સાધ્વીની ચોકી કરવા ગોઠવ્યા હતા.
પ્રશ્ન : સાધ્વીની ચકી કરવા સાધુઓને રાખવા પડ્યા તેનું શું કારણ?
ઉત્તર : સાધ્વી રાજપુત્રી છે. યુવતી છે. દેવીના જેવું રૂપ છે. ઘણાં તપ કરવા છતાં રૂપ ઘટતું નથી. સાધ્વી જ્યાં જાય ત્યાં કામી પુરુષો, ટોળાંબંધ ભેગા થતા હતા. સાધ્વીસમાજ ભયમાં મૂકાયો હતો. તેમનાથસ્વામીના નિર્વાણ પછી થોડા જ વખતમાં આ ઘટના બનેલી છે.
તથા ભગવાન મહાવીર સ્વામીના વિદ્યમાન કાળમાં, મહાસતી મૃગાવતી ઉપર પણ, નિરાધાર દશામાં, શીલરક્ષણ માટેની મેટી આપત્તિ આવી હતી. સતી મૃગાવતી ખૂબ જ રૂપવતી હોવાના માલવાધપતિ ચંડપ્રદ્યોતને ખબર મળેલા. અને ચંડપ્રદ્યોત મેટા સિન્ય સાથે વચ્છેદેશ કૌશાંબી નગરી ઉપર ચડી આવે.
શતાનિકરાજા સામને કરવા, ચંડપ્રદ્યોતની સામે ગયે. રણમેદાનમાં જ હૃદયસ્કેટ થવાથી રાજા મરણ પામે. સિન્ય પ્રજા અને રાણી નિરાધાર થયાં. વિકરાળ કામાવિષ્ટમાલવપતિ હવે નિર્ભય અને પરિશ્રમ વગર મૃગાવતીને પોતાની રાણી બનાવવાની તૈયારીમાં હતો.
આવી દશામાં મહાસતી મૃગાવતીએ, એવી બુદ્ધિ પૂર્વકની કપટરચના ગોઠવી કે, મૃગાવતીની બુદ્ધિમાં ચંડપ્રદ્યોત બુડી ગયે. કપટરચનામાં દિવસો અને મહિનાઓ જતા