________________
રાજા ગદ્ધભિલની સભામાં કાલકાચાર્યની ભિષ્મપ્રતિજ્ઞા
૧૮૭ આવા ચક્કસ વિચાર કરીને, તથા સાથે સાથે પિતાની શકિતની તુલના કરીને, ફરી પાછા રાજસભામાં આવી રાજાને પડકાર ફેંકયો. રાજન! હજીક સાંભળી લે? અને સમજી ? અમારી સાધ્વીને પાછી આપી દે. નહીતર અમારે છેલ્લે નિર્ણય પણ તું લખી લે ?
જગતના ખૂણેખૂણું ફરી વળીશ. આકાશ-પાતાળ એક કરીશ. તને મૂલમાંથી ઉખાડીશ. પણ અમારી સાધ્વીને ચોકક્સ તારી પાસેથી પાછી મેળવીશ. ત્યારે જ હું જંપીને બેસીશ. તું એમ માનતે નહીં કે આ બિચારા ભિક્ષુકો શું કરી શકવાના છે? તું એમ પણ માનીશ નહીં કે મારી સામે પવાની, ઊભા રહેવાની કે બાથડવાની કેની તાકાદ છે? તારા જેવા પામરને હું ક્ષણવારમાં ઉખાડવાની તાકાત ધરાવું છું. તું જોઈ લેજે કે મારાં વાવેલાં અનાચાર વિષ વૃક્ષેનાં ફળે મારે કેવી નિર્માલ્ય દશાએ ભેગવવાં પડ્યાં. હવે તારે ત્રણ અવસ્થા નકકી થએલી સમજવી. રાજ્યથી ભંશ. નરદેહથી ભંશ. અને નરકગતિમાં પતન. નેંધી લેવાનું નકકી કરી લેજે.
આચાર્ય ભગવાનનું, ધરણીને ધ્રુજાવી નાખે તેવું, ખૂબ જુસ્સાવાળું ભાષણ સાંભળી, ભલભલા ગુનેગારોને ભય લાગ્યા વગર રહે નહીં. પરંતુ, અધમરાજવીને આંશિક પણ ભય કે વિવેક આવ્યો નહીં. પરંતુ કાલકાચાર્ય ભગવાનની, ઉપર મુજબની પ્રતિજ્ઞાને એક ગાંડા માણસના ગણગણાટ જેવી કલ્પીને હસી નાખ્યું.
આચાર્ય ભગવાન, રાજસભામાં, હજારો માણસોની હાજરીમાં, પિતાની શૌર્યવૃત્તિ ભરેલી પ્રતિજ્ઞા સંભળાવીને, એક અવધૂતને વેશ ધારણ કરીને, ઉજજયિની નગરીથી રવાના થઈ ગયા. અને પગના માર્ગે અનાર્યોથી ભરચક શકદેશમાં ગયા. પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજના અભિપ્રાય મુજબ ઈરાન દેશમાં ગયા.
ત્યાં કેટલોક વખત રહ્યા. ત્યાનાં નાના નાના રાજાઓનો સંપર્ક સાધ્યો. આવા બધા મળીને છનું રાજાઓ, એક સમ્રાટ રાજાના ખંડિયા તરીકે રાજ્ય ભેગવતા હતા. કાલકસૂરિ મહારાજનાં મૃદુતા અને મધુરતાથી ભરેલાં, તથા આશ્ચર્ય ઉપજાવે તેવાં, વ્યાખ્યાને સાંભળીને, લોકો ખૂબ ખૂબ આકર્ષાયા. અને અવારનવાર નજીક નજીકના મિત્ર રાજાઓના રાજ્યમાં એકઠા થઈ, સૂરિ મહારાજનાં ભાષણ સાંભળવા લાગ્યા.
પ્રશ્ન : કાલકાચાર્ય ઈરાન દેશના, ખંડિયા શકરાજાઓને, વ્યાખ્યાન સંભળાવતા હતા. પરંતુ આપણી સંસ્કૃત, પ્રાકૃત, હિંદી કે ગુજરાતી, એકપણ ભાષા તેઓ સમજતા, જાણતા ન હોય, તેમને આપણે વ્યાખ્યાન શી રીતે સમજાવી શકીએ?
ઉત્તર : શ્રી જૈનશાસનના આચાર્ય ભગવંતે, રબડ કે બોલ્વડ જેવા હોય નહીં.