________________
૧૮૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અટકાવી શક્યાં નહીં. પરંતુ અપમાનપૂર્વક બલ્ય, મારે તમારી ધર્મની વાતો સાંભળવી નથી. બાળાને પાછી આપવા લીધી નથી. રત્નોને માલિક રાજા ગણાય છે. તેની સત્તા છે. માલિકી છે. તેને ઠીક લાગે તેમ ભેગ, વાપરે, આપી દે. તેમાં બીજાઓએ ડબલ કરવી નકામી છે.
આચાર્ય ભગવાનને, રાજા ગદ્ધભિલ્લની ઉદ્ધતાઈ પ્રત્યે ખૂબ નફરત આવી. તો પણ સામવચને વડે ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો. પરંતુ કેઈ કવિનાં વાકયે.
અંધા આગળ આરસી, બહેરા આગળ ગીત છે મૂરખ આગળ રસકથા, તિને એકારીત,”
રાજાને પિતાની સત્તાને ગર્વ હતો. જ્ઞાની પુરુષેએ ગર્વને ચક્ષુ વગરને અંધાપ કહેલ છે. મહાજનની, સંઘની અને આચાર્ય ભગવંતની વિનવણીને સદુપયોગ થયે નહીં.
આચાર્ય ભગવાન જન્મ ક્ષત્રિય હતા. તેમનામાં ક્ષત્રિય તેજ હજી પણ, જેવું ને તેવું ચળકતું હતું. તેથી રાજાને અન્યાય અસહ્ય બન્યો અને સ્કૂરણાઓ થવા લાગી. છતી શકિતએ ધર્મનો તિરસ્કાર સહન કરનારને ધિક્કાર છે. એક પુત્ર પણ વીર નર હોય તે, પિતાનાં જનક-જનનીના અપમાન-અનાદર–ત્રાશ કે નાશને સહન કરી શકે નહીં. તે પછી સેંકડો હજારો-લાખો કેડેના પિતા, જૈન ધર્મન, આ દુષ્ટ નરાધમ એકદમ ઉચ્છેદ કરે તે કેમ ચલાવી લેવાય?
પ્રશ્ન: આ જગ્યાએ ધર્મનાશ કયાં છે ?
ઉત્તર: એકજેન સતી સાથ્વીને રાજા હરણ કરીને પિતાની રાણી બનાવવાની ચેષ્ટા કરે. તેના જે ધર્મને નાશ બીજે કયો કહેવાય ? કોઈ પણ સતીના શીલનું રક્ષણ કરવું તે રાષ્ટ્રધર્મ છે. ત્યારે આ તે જૈન શાસનની સાધ્વી છે. રાજપુત્રી છે. મારી ભગિની છે. મારે મારી સર્વ શકિતના ભોગે તેના આત્મપ્રાણને બચાવ કરવો જ જોઈએ કહ્યું છે કે, धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापिश तेन, वक्तव्यं तन्निषेधितुं ॥१॥
અર્થ : ધર્મને નાશ થતો હોય. ક્રિયાને લેપ થતી હોય. અને આપણા પિતાના સિદ્ધાન્ત હણાતાં હોય, તે સ્થાને કોઈ પૂછે કે ન પૂછે, મોટાઈ મલે કે ન મલે, પણ શકિત હોય તે બચાવ જરૂર કરવો જોઈએ.
માટે જ આવા અધમ નરાધીશે પણ, પિતાના રાજ્યના કે વિદ્યાઓના અભિમાનથી ઉન્મત્ત થયા હોય તેમને પરાસ્ત કરીને પણ ધર્મને = શીલધર્મને જરૂર બચાવવો જોઈએ.