________________
૧૬૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર : જેટલા જેટલા શ્રીજૈનશાસનમાં ગીતાર્થ ભાવાચાર્ય થયા છે, તેવા મહાપુરૂએ પદવી લીધી નથી. પરંતુ તેમનામાં સોએ સો ટકા લાયકાત સમજાયા પછી ઉપકારના સમુદ્ર ગુરૂપુરુષોએ, પિતાના શિષ્યને, બરાબર પરીક્ષા કરીને સમુદાયના ગીતાર્થ સ્થવિર પુરુષોની પણ સલાહ મેળવીને, શ્રી જૈનશાસનની પ્રભાવના કરવા અને સમુદાયનું રક્ષણ કરવા માટે, આચાર્યપદવી આપી છે.
પાંચમા આરામાં પણ ભગવાન સુધર્મા સ્વામીની પરંપરામાં થએલા, પાંત્રીસમાં પટ્ટધર ઉદ્યતન સૂરિમહારાજે, વિક્રમ સંવત ૯૪ની સાલમાં, આબુતીર્થની નજીકમાં ટેલી નામના ગામના પરિસરમાં, ઘણું શુભમુહૂર્તમાં, એક મોટા વડવૃક્ષની છાયામાં, એક સાથે, ચોરાસી મહાપુરુષોને, આચાર્યપદવી આપી હતી, જેમાં સર્વદેવસૂરિમહારાજ અને વર્ધમાનસૂરિ મહારાજ મુખ્ય હતા. આબધાજ મહાપુરુષ ગીતાર્થ અને સર્વ શાસ્ત્રોના પારગામી હતા.
પ્રશ્ન : નિચોડ એજ આવ્યોકે પદવીકે પ્રશંસા લેવા સાંભળવાની ભાવના ન હોવી જોઈએ?
ઉત્તર : શ્રીજૈનશાસન અને નૈતિક સર્વસ્થામાં આપબડાઈ મહા ખરાબ વસ્તુ છે. જુઓ—
स्वश्लाघा परनिन्दा च, मत्सरो महतां गुणैः । असंबन्धप्रलाषित्वं, आत्मानं पातयत्यधः ॥ १॥
અર્થ : પિતાની પ્રશંસા અને પારકી નિંદા, તથા મોટા પુરુષોના ગુણોમાં ઈર્ષા અને જરૂર વિનાનું ભાષણ, આ બધું આત્માની પડતીની નિશાની રૂપ ગણાય છે.
તથા વળી કઈ કવિ પણ કહે છેઃ
આપ સે આપ બડે બન બૈઠે જે, કૌન કહે ઉનમેં બડ૫ન હૈ વિજ્ઞકાગ ઘરે મન ભીતર, ઉપથમાગ ગહે જડપન હૈ ા ભ્રમ ગયે રણુભીતર પીઠ દે, કૌન કહે ઉનમે ભડપન હૈ, ચંચલચિત્ત થયે નહીં થીરતે, કૌન કહે ઉનમેં ઘડ૫ન હૈ?
ગુજરાતી કાવ્યને અર્થ :
અર્થ: સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર રત્નત્રયીની, સંપૂર્ણતા હોય, તપ-ત્યાગ ખૂબ હોય. એવા મહાપુરુષને આખું જગત પૂજ્ય માને છે. તેમને મેટાઈ લેવા ઈચ્છા ન હોય, પરંતુ જનતા ચોક્કસ મટાઈ આપે છે. તથા જેમનામાં સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્ર–તપને અંશ પણ ન હોય તેવા પિતાની મેળે મટાઈલેનારા હતાશનીના રાજા (ઈલેજી) જેવા ગણાય છે. ઉપાધ્યાયજી કહે છે કે :