________________
૧૬૨
માનવંતા કેઈ પણ સ્થાનમાં ગ્યનેજ દાખલ કરાય છે.
“જ્ઞાન-દર્શન–ચરણ ગુણ વિના, જેહ કરાવે કુલાચાર રે, લુટીયા તેણે જન દેખતાં, કયાં કરે લોક પિકાર રે.”
જ્ઞાન દર્શન–ચારિત્ર વગેરે ગુણે ન હોય પણ, પિતાને વંદનાદિ કુલાચાર કરાવનારા, ધોળા દિવસના ધાડપાડુ જેવા છે. તથા કેટલાક પુસ્તકિયા પંડિત બનેલા, અને પિતાને મહા વિદ્વાન સમજનારા, પણ આચરણમાં મિંડાં જેવા હોય તે, સાચા અર્થમાં પંડિત નથી પણ જડ છે.
વળી કોઈ માણસ મહા સુભટને સ્વાંગ સજીને, હથિયારના સાધને સાથે લઈને, ઘણા દીમાગથી રણભૂમિમાં પ્રવેશ કરે, પરંતુ સામેનું જોરદાર યુદ્ધ-તોફાન જોઈને, ઉત્તરકુમાર (વૈરાટરાજાને પુત્ર)ની પેઠે, પાછો નાસવા તૈયાર થાય તેને, યુદ્ધ વીર કહેવાય નહીં પણ કાયર જ ગણાય છે.
તેમ જ શરીરમાં સંપૂર્ણ જરા છવાઈ જવા છતાં, ચિત્તની ચપળતા નાશ ન • પામેતા, તે માણસ સ્થવિર ગણાતો નથી. આ સર્વ વર્ણનને નિચોડ એ જ છે કે, આ જગતની કઈ પણ મેટાઈ, લાયકાત વગરના માણસમાં શોભતી નથી. નિન્દાપાત્ર અને હાસ્યપાત્ર બને છે.
પ્રશ્ન : લાગવગથી પણ માણસ રાજા બને છે. રાજ્યને અધિકારી બને છે. તેમ ભકિતભાવવાળા ભકતવર્ગના આકર્ષણથી, કેઈને આચાર્યપદવી અપાય તે, સ્થાનથી પણ જ્ઞાન આવે એવું ન બને ?
ઉત્તર : મોટાં રાજ્યમાં, જ્યાં મોટી જોખમદારી હોય ત્યાં, લાગવગનો પ્રવેશ થાય નહીં, અને કયાંય થયે હશે ત્યાં, રઝિયાબેગમ વગેરેના દાખલાઓથી, પતન પુરવાર થયું છે.
આ સ્થાને સિદ્ધરાજ પછી પાટણની ગાદી માટે થએલ પરીક્ષા લખું છું.
અગિયારસો નવાણુંના કાતિકમાસમાં, મહારાજા સિદ્ધરાજ જયસિંહનું, અવસાન થયા પછી, રાજ્ય આપવા માટે ઘણું ગડમથલે થઈ, પરંતુ પ્રધાનમંડળના ઐકયથી, મહારાજા ભીમદેવના વંશજ ત્રિભુવનપાળ માંડલિકના મહીપાળ, કીર્તિપાળ, અને કુમારપાળ ત્રણ પુત્રોની યોગ્યતાની સંપૂર્ણ તપાસ થઈ હતી અને સમગ્ર પ્રધાનમંડળને એગ્ય સમજાયા પછી ગુજરાતને તાજ પહેરાવ્યો હતો.
પ્રધાનમંડળ અને બીજા પણ રાજ્યમાં, માનવંતા સ્થાન ઉપર રહેલા અધિકારી વર્ગની, સલાહ-સૂચન અનુસાર, મહીપાલ, કીર્તિપાળ, અને કુમારપાળને ગુજરાતના રાજાને શેભે તે, રાજ્યારોહના સમયને અનુરૂપ પોષાક પહેરાવીને, ત્રણે કુમારને રાજ્યસનની લગેલગ ગઠવેલાં આસને ઉપર લાવીને બેસાડ્યા હતા.