________________
૧૭૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
' પરંતુ સિંહગુહાવાસી, સાધુ ન સમજ્યા. ગુરુજીની શિખામણને અનાદર કરીને, વેશ્યાના ઘેર ગયા. વેશ્યા ઘણી હોશિયાર હતી. તે સમજી ગઈ કે જરૂર સ્થૂલભદ્રસ્વામીની ઈર્ષોથી આ મહાત્મા મારા ઘેર આવ્યા સંભવે છે. પડવા દેવા નહીં, પરંતુ પરીક્ષાતો જરૂર કરવી, આમ વિચારીને સામી જઈને; આદરસત્કાર કરીને, મુનિરાજને ચિત્રશાળામાં લાવીને ઉતાર્યા. ગોચરી પાણી વહોરાવ્યાં. જિંદગીમાં નહીં જોયેલાં કે નહીં ચાખેલાં પકવાને આજે મુનિરાજે વાપર્યો.
પ્રશ્ન : વેશ્યાના ઘરના જેવો આહાર બીજી જગ્યાએ ન હોય એમ ખરું ?
ઉત્તર : જેમ પુણ્યની અધિકતા, તેમ તેમ લક્ષ્મીની, મોટી આવક હોય છે. લક્ષ્મીની મોટી આવકવાળા ત્રણ વર્ગો હોય છે. રાજા મહારાજાઓ, ઝવેરાત વગેરેના મોટા વેપાર કરનારાઓ, અને વેશ્યાઓ. ત્રણ સ્થામાં અઢળક લક્ષ્મીની આવક હોય છે. ત્યાં વૈભવ-વિલાસ-વિકારનું પણ સામ્રાજ્ય હોય અને માટે જ ત્યાંનાં ખોરાક કેવળ માદકતાને ઉન્માદોને વધારે તેવા હોય છે.
વેશ્યાના ઘરને આહાર વાપરીને મુનિરાજ વિશાન્ત થયા, ત્યાં તે કશા વેશ્યા આવી. પ્રારંભમાં તો વંદનાદિ વિવેક સાચવ્યો. અને પછી તે સામી ઉભી રહીને, ચક્ષુઓ વડે ચેન–ચાળા કરવા શરૂ કર્યા. વેશ્યાના ઘરને વિકારી આહાર વાપરવાથી, મુનિશ્રીમાં વિવશતા શરૂ થઈ હતી જ અને હવે બધી બાજુનાં ચિત્રો પણ જોવાવાં શરૂ થયાં હતાં. વધારામાં વેશ્યાના વિકારજનક શરીરના અવયે પણ ધારી ધારીને જોયા
“નેત્રબાણો ને પધર નાભિને સુન્દર કટી.”
જોવાની સાથે જ મુનિરાજના મુનિપણના પતનને પ્રારંભ શરૂ થયે. અને મર્યાદા મુકીને કામ–ભેગની પ્રાર્થના કરી : વેશ્યાને ઉત્તર : મહાશય! અમે–
વેશ્યા–ગણિકા નાયિકા, પણ્યનારી કહેવાય છે ગુણ-અવગુણ જોયા વિના, ધનદાયક વશ થાય. ” ૧
અમેને જે દ્રવ્ય આપે, તેને આધીન થઈએ છીએ. અમે ગુણ-અવગુણને ઓળખતા નથી. હવે જે આપને મારી સાથે, ભગવાંછા હોય તે, પહેલું તે આપ.
મનિને ઉત્તર ઃ ભદ્ર! અમે અકિંચન છીએ. એક રાતી પાઈ પણ અમારી પાસે નથી. તથા વળી ધન ઉપાર્જન કરવાની કોઈપણ કલા અમને આવડતી નથી.