________________
૧૮૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
“ સ્થૂલભદ્ર મારા પતિ, હું છું તેની નાર । પણ તે મહાપુરુષે મને, તૃણવતાગણી અસાર ।। ૧ ।। “ ભદ્રબાહુ સ્વામી તણા, શિષ્ય તુમે ગુણધાર અસાર મારા રૂપમાં, છેડયા મુનિ અચાર । ૨ ।
મુનિશ્રીને વેશ્યાના ઉપદેશ, રુવાડે રુવાડે ગમી ગયા, પરિણમી ગયા. અને કાયાના પગમાં પડીને, માફી માગીને, ગુરુ પાસે ચાલ્યા આવ્યા. અને પેાતાના બધા બનાવ ગુરુદેવને જણાવીને, પોતાના પાપાનું પ્રાયશ્ચિત્ત લઈ સજમપાલી સ્વર્ગવાસી થયા.
આ સ્થાને વેશ્યાના ઘરમાં જવું વગેરે બધા અપવાદો સ્થૂલભદ્રમહારાજને પચાવવાની, શક્તિ હેાવાથી, વિરાધનાનાં કારણ થયાં નહીં. અને સિંહ ગુફાવાસી મુનિને, પચાવવવાની શક્તિના અભાવે, ચારિત્રથી ભ્રષ્ટ બનાવનારાં થયાં. સ્થૂલભદ્રસ્વામીને ચાર માસ રહેવા છતાં પણ વિકારો થયા નહીં. બીજા સાધુ ક્ષણવારમાં અગ્નિ પાસે માખણ જેવા થઈ ગયા.
પ્રશ્ન : વેશ્યા હેાવા છતાં, અને સાધુએ રત્નકામલ લાવી આપી છતાં, સાધુની માગણીના સ્વીકાર કેમ ન થયા ? વેશ્યાને ધન આપે, તે ગમે તે હાય તાપણ, તેને આદર આપે છે. તે પછી પ્રસ્તુત સાધુને આદર ન આપ્યા, પર’તુ ઉપદેશ કેમ આપ્યો ?
ઉત્તર : કાશાવેશ્યા સ્થૂલભદ્ર મહારાજને ઉપદેશ સાંભળીને, અને તેમનું આવું ત્યાગમય જીવન જોઈ ને, વેશ્યા મટીને શ્રાવિકા બની હતી. તેણી ચેાથા વ્રતમાં, રાજા મેકલે તેને સેવવા પડે તે જયણા. સિવાયના પુરુષોને તેણીએ ત્યાગ કરીને, સાચી શ્રાવિકાપણું મેળવ્યું હતુ. અને એકવાર રાજાના મેાકલેલ કલાધર સુથારને પણ, કળાએ દેખાડી, ગવ ઉતારી પતિએધ પમાડી, પાછા કાઢયા હતા.
પ્રશ્ન : ચેાગ્યતા કે અયાગ્યતા આવા વિષમ સ્થાને પૂરતી જ જોવાની હાય છે કે
વસ્તુ માત્રમાં ?
ઉત્તર : શ્રીવીતરાગ શાસનમાં દીક્ષા આપવામાં યાગ્ય-અયાગ્ય તપાસવાના હોય છે, વ્યાખ્યાન પણ ગમે તે વાંચી શકે નહીં. પુસ્તક ગમે તેનુ બનાવેલું યાગ્ય ગણાય નહીં. કવિતા ગમે તે બનાવી શકે નહીં. પંન્યાસ ગણી, ઉપાધ્યાય, આચાય ગમે તેને બનાવી શકાય નહીં. બધા સ્થાનામાં લાયકાત ન હેાય તો, તે તે સ્થાનેા ફળે નહીં પણ ફૂટી નીકળે છે.
પ્રશ્ન : દુનિયામાં કહેવત છે કે “ ગાળતા તેમ અયેાગ્ય માણસને પણ દીક્ષા જેવી ઉત્તમ વસ્તુ હાય તા થાય. પરંતુ નુકસાન તો નથી જ ને ?
અંધારામાં પણ ગળ્યો લાગે છે.” અપાય તે શું ખાટું ? લાભ થવા