________________
ગદ્ધભિલના ગર્વની પરાકાષ્ટા
૧૮૩ કાલકકુમાર અને કુમારી સરસ્વતી બાળા બંને ભાઈ-ભગિનીને સ્નેહ ખૂબ હતો. બહેનભાઈ જોડે જ જમવા બેસતાં હતાં. ભાઈ વિના બહેનને ક્ષણવાર પણ ચેન પડતું નહીં. એકવાર કાલકકુમાર, મંત્રીઓના પુત્ર વગેરે પિતાના બાલમિત્રો સાથે, ઉદ્યાનમાં ફરવા ગયા હતા, ત્યાં ગુણાકરસૂરિ નામના આચાર્યભગવાન પધાર્યા હતા. તેઓ પિતાના સાધુસમુદાય તથા આજુબાજુથી આવેલા ગૃહસ્થની સન્મુખ, ધર્મને ઉપદેશ અને તેમાં સંસારની અસારતા બતાવતા હતા.
જિનેશ્વરભગવંતે ફરમાવે છે કે –
भवारण्यं मुक्त्वा यदि जिगमिषु मुक्तिनगरीम् । तदानीं माकार्षी विषयविषवृक्षेषु वसंतिं । यतश्छायाप्येषां प्रथयति महामोहमचिरादयंजन्तुर्यस्मात् पदमषिगन्तुं न प्रभवति ॥ १ ॥
અર્થ : હે મહાભાગ્યશાળી ભવ્ય જીવ! જે તમને, સંસારનાં દુઃખો અને બંધનેથી છૂટા થવાની ઈચ્છા હોય! આ સંસાર અટવી માંહીથી નીકળીને, મુક્તિ મહાનગરીમાં જવાની ઈચ્છા હોય તો, આ સંસારમાં રહેલા, મહાભયંકર વિષના વૃક્ષો જેવા, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં, ઉભા રહેવાની પણ ઇચ્છા કરશે નહીં, કારણ કે તેની છાયા પણ પ્રાણુઓને, ત્યાં ને ત્યાં ચોટાડી મૂકે છે, એક ડગલું પણ પ્રાણી આગળ વધી શકતો નથી.
ઉત્તમ ભૂમિમાં અલ્પવૃષ્ટિ પણ ખૂબ પરિણામ પામે છે. ઉત્તમ વૃક્ષો અને ફલનું કારણ બને છે. તેમ ગુરુમહારાજના વ્યાખ્યાનની કાલકકુમારમાં ખૂબ સારી અસર થઈ પિતાના વૈરાગ્યમય વિચારે માતાપિતાને જણાવીને, ભગિની સહિત, ગુણાકાર સૂરિમહારાજ પાસે દીક્ષા લીધી. વૈરાગી હતા. ઘણુ બુદ્ધિશાળી હતા. વળી કુળખાનદાન પણ હતા. ગુરુ વિનય પણ ખૂબ હોવાથી, અતિ અલ્પ સમયમાં શાના પારગામી થયા.
યોગ્યતા જાણીને, ગુરુમહારાજાએ, આચાર્ય પદવી આપી. કાલકસૂરિ મહારાજ બન્યા. કાલકસૂરિ મહારાજનાં તેમનાથી મેટાં બીજાં પણ એક બહેન હતાં. તેમના બે પુત્ર બલમિત્ર અને ભાનુમિત્ર ભરૂચના શક્તિ સંપન્ન અને પ્રભાવશાળી રાજાઓ હતા, અર્થાત કાલકાચાર્યના ભાણેજ હતા. આ કાલકાચાર્યને સમય વી. નિ. પાંચમી સદીને સંભવી શકે છે.
એકવાર વિહાર કરતા, આચાર્ય ભગવાન, માલવદેશની રાજધાની ઉજજયિની નગરીમાં પધાર્યા હતા. સાધ્વી સમુદાય પણ આચાર્ય ભગવાનને વંદન કરવા, ઉજ્જયિની નગરીમાં આવ્યો હતો. જેમાં સૂરિમહારાજનાં બહેન સરસ્વતી સાધ્વી પણ હતાં. તે વખતમાં તે દેશ અને નગરીને, પ્રભાવશાળી અને વિદ્યાઓ વડે ગર્વિષ્ટ બનેલે, ગર્ધ ભિલ્લ નામે રાજા હતો. તે ખૂબ અનાચારી હતે.