________________
ઉત્સર્ગ અને અપવાદની સમજણ
૧૭૫
ઉપવાસથી છઠથી-આઠમથી વર્ષીતપ કરતા, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હમણાં પણ આપણને નજરે દેખાય છે. બારે માસ, વર્ષીતપ એકાન્તરોતપ કરનારા, મહાનુભાવો હાલ પણ અનુભવાય છે.
પ્રશ્ન : બારેમાસ-વ્યાખ્યાન કરનારા, વાચના આપનારા, અભ્યાસ કરનારા તપ ન કરી શકે-આ દલીલ બરાબર નથી ?
ઉત્તર : અશુભેદયથી શરીરના રેગી કઈક આત્મા માટે દલીલ બરાબર ગણાય? પરંતુ વીતરાગના મુનિઓ, તપ વિના રહી શકે જ નહીં. તપ ન ગમે તેને શાસન પરિણમ્યું કેમ કહેવાય ? પચાસ વર્ષ પહેલાં બારે માસ બેસણાં કરનારા મોટો ભાગ હતો. અને કાયમ એકાશણ કરનારા દશતિથિ ઉપવાસ, આંબીલ એકાસણું કરનારા પણ ઘણા હતા. બારેમાસ આઠમ, ચૌદશ, પાંચમ અગ્યારસ ઉપવાસ કરનારા ઘણા હતા.
પ્રશ્ન : બારે પ્રકારના તપમાં સ્વાધ્યાય તપ મેટતપ છે. પછી બીજા તપ ન હોય તે ન ચાલે ?
ઉત્તર : ઉપવાસ છઠ, આઠમાદિ તપ, અબીલ તપ, અને છવિગયના ત્યાગ વગર, ઈન્દ્રિય ઘોડા કાબૂમાં રહેવા અશકય મનાય છે. અને ઇન્દ્રિયો ઉપર કાબૂ ન રહે તો પાંચ મહાવ્રતમાં બગાડ પેસતાં વાર લાગે નહીં. પાંચ માઈલું એક વ્રત ભાંગે પાંચે જરૂર ભાગે છે. માટે અનશન-ઉનેદરી વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા, આ છ બાહ્ય અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આ છ અત્યંતર એમ બારે પ્રકારને તપ યથાશકિત આરાધનારમાં રત્નત્રયી આવે છે. અને સચવાય છે.
પ્રશ્ન : રત્નત્રયીને અર્થ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રાણિ મોક્ષ માર્ગ ફરમાવ્યું છે અને તપ તે ચોથું પદ કહેલું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્ર શુદ્ધ હોય તે તપ ન થાય. ન કરીએ તો પણ ચાલે ને ?
ઉત્તર : શ્રી જિનેશ્વરદેએ–ચારિત્ર અને તપ અભેદ કહ્યા છે. ચાર હોય ત્યાં તપ હોયજ. તપવિના ચારિત્ર રહી શકે જ નહીં. ચારિત્રને નિર્મળ બનાવવા તપની અનિવાર્ય જરૂર છે.
પ્રશ્ન : ઉપરના વર્ણનમાં મોટા ધર્મકાર્યમાં અપવાદ સેવે વ્યાજબી છે, એમ જણાવેલ છે તેનો જરા વધારે ખુલાસો કરવા જરૂર છે?
ઉત્તર : ખર્ચ થેડો અને આવક ઘણી હોય, જેમ કેઈ મોટી પેઢી = મોટા દુકાનદારને મહેમાનોનું રડું-ચાલતું હોય, ઘણા નેકરે ગુમાસ્તાઓના પગાર ચડતા હોય, ઘણું દુકાને વખારેનાં ભાડાં ચડતાં હોય, ઘણું વ્યાજ ભરવું પડતું હોય, આવા બધા ખર્ચાઓ કરતાં પણ આવક બમણ–ચારગણુ–દશગણી હોય તેને ઉપરના ખર્ચા વ્યાજબી ગણાય છે.