________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ કાળમાં પણ જિનાજ્ઞાના આરાધક, સૂરિ વાચક અને મુનિઓનું સ્વરૂપ આ પ્રસ્તુત દ્વારમાં જ આગળ ઉપર જણાવવાનું હાવાથી આ સ્થાને વિસ્તાર કરતા નથી.
ઇતિ ગુરુઆજ્ઞા આરાધક રામચંદ્રસૂરિ મહારાજના નિબંધ સપૂર્ણ, અથશ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આરાધક ઢઢણુમુનિરાજની કથા.
૧૯૦
આ જબુદ્વીપના, દક્ષિણ ભરતક્ષેત્રમાં, મધ્યખ'ડમાં, પશ્ચિમ સમુદ્રના કિનારે, દ્વારિકા નગરીમાં, કૃષ્ણ અને ખલભદ્ર નામના, નવમા વિષ્ણુ ખલદેવ રાજ્ય કરતા હતા. અંધકવૃષ્ણુિ રાજાની સુભદ્રા રાણીને, સમુદ્રવિજય મુખ્ય અને વસુદેવ છેલ્લા એમ દશ પુત્ર અને કુંતી તથા માદ્રી બે પુત્રીએ હતી. કુંતી પાંડુરાજા–સાથે પરણી હતી. જ્યારે માદ્રીને ચેઢીદેશના રાજા દમદત સાથે પરણાવી હતી. કુન્તીના પુત્રા યુધિષ્ઠિર વગેરે હતા અને માદ્રીના પુત્ર શિશુપાળ હતા.
સમુદ્રવિજય રાજાના પુત્ર અને બાવીસમા જિનેશ્વરદેવ, નેમનાથસ્વામી હતા. અને વસુ દેવના કૃષ્ણ-ખલભદ્રાદિ ઘણા પુત્રા હતા. કુન્તીના પુત્રા યુધિષ્ઠિર વગેરે પહેલેથી છેલ્લે સુધી કૃષ્ણ મહારાજના મિત્ર હતા. જ્યારે માદ્રીના પુત્ર શિશુપાળ, પહેલેથી જ જરાસંધના મિત્ર અને કૃષ્ણ-ખલભદ્ર-પાંડવાના કટ્ટર વિરોધી હતા.
કૃષ્ણમહારાજ ૧૬ વર્ષની વયે દ્વારિકા નગરીના રાજા થયા હતા. અને છર વર્ષની વયે વાસુદેવ થયા હતા. કૃષ્ણ મહારાજ થકી તેમનાથસ્વામી વયમાં બેત્રણ વર્ષે નાના હતા. ત્રણસેા વર્ષોંની વયે તેમનાથસ્વામીએ દીક્ષા લીધી હતી, અને ચાપના દિવસે કેવલજ્ઞાન પામ્યા હતા. તેમનાથસ્વામીની દેશના સાંભળીને કૃષ્ણ વાસુદેવના પુત્ર ઢંઢણુકુમારે દીક્ષા લીધી હતી. તેઓ ઘણા ત્યાગી, અને અભિગ્રહધારી હતા. એકવાર તેમણે એવા અભિગ્રહ લીધેાકે, મારી પોતાની લબ્ધિના આહાર મળે તેાજ પારણું કરવું.
પ્રશ્ન : આપલબ્ધિ એટલે શું?
ઉત્તર : પ્રભુજીના શિષ્ય તરીકે, કૃષ્ણ મહારાજના પુત્ર તરીકે, મેટાત્યાગી છે, મહાતપસ્વી છે, આવી ખબર પડવા દેવી નહીં અને નિર્દોષ આહાર મળે તેાજ વહેારવા, અન્યથા ન વહેારવા. કોઈપણ વિશેષ વસ્તુને કે વ્યક્તિને, મુખ્ય બનાવીને, ગાચરી વહેારાવે તા, ઢઢણમુનિને, લેવી કલ્પે નહીં.
પ્રશ્ન : વિદ્વાન સમજીને, તપસ્વી સમજીને, ત્યાગી સમજીને, સગાવહાલા ધારીને, આપણા ગામના છે એમ માનીને, વચનસિદ્ધ છે, પ્રભાવક છે, આવું મનમાં વિચારીને, મુનિને કોઈ વહેારાવે તેા, મુનિને પાતાની સાધુતામાં દેષ લાગે ખરો ?