________________
૧૭૨
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ત્રીજા દિવસે છસાત માઈલ પહોંચ્યા. ત્યાં તો બધા શ થાકી ગયા હતા. સુધા, તૃષા અને પગપાળા મુસાફરી, પાંચમા આરાને છેલ્લા સંઘયણવાળો આત્મા કેટલું ટકી શકે ?
ચોરામાં ઉતરવાનું મળ્યું. પરંતુ ખાવા-પીવાનું મળવાની, સંપૂર્ણ ચિંતા હતી. શિવે પિતાની ઉપાધિ છેડી, ભાજને વગેરે ઠીકઠાક ગોઠવી, બધા જ થાકેલા હોવાથી, લાંબા થઈ ગયા. ગુરુજીને જણાયું કે સાધુ ખૂબ થાકી ગયા છે. આહારપાણી મળે તે સારું. પરંતુ જૈનનું એક પણ ઘર નથી.
ગુરુજી પાણી વહેરવાને લાકડાને ઘડે પલેવી વહેરવા નીકળી પડ્યા, જોકે શિષ્ય બધા જ વિવેકી, નમ્ર અને ગુરુભક્ત હતા. પરંતુ ઉઠવા, બેસવા, ચાલવાની શક્તિ લગભગ દબાઈ ગઈ હતી, તેથી ગુરુજીને વહેરવા જતા જોઈને પણ, કેઈ સાધુ ઉભો થઈ શો નહીં.
વહોરવા નીકળેલા ગુરૂદેવને ખબર મળી કે, સોની લોકોની જાન આવી છે. કોઈ છોકરો પરણવા આવ્યા છે. શિયાળે હતો, ઠંડી ખૂબ પડતી હતી, તેથી સે જેટલા જાનૈયાઓ માટે સ્નાન સારુ પાણીનાં રંગેડાં ખૂબ ગરમ થયેલાં દેખાયાં. ગુરુજીએ જાનના ઉતારે જઈને, પાણી માટે યાચના કરી. લોકોએ ઉદારતાથી પાણી આપ્યું. લગભગ દશબાર ઘડા પાણી ગુરુજી લઈ આવ્યા.
અને સાથે ગોચરી મળવાની પણ તપાસ લેતા આવ્યા. અને થોડી વાર પછી અજેન સુવર્ણકારના જાનનિવાસસ્થાને ગયા. ત્યાં જમવા માટે બાટી બનાવેલી હતી. મુનિઓને ત્રણ દિવસથી આહાર મળેલ ન હતું. લગભગ ૨૦ જેટલા સાધુ, માટે આહારની જરૂર હતી, તેથી પાત્રાની જગ્યાએ કામળી પાથરી, બાટી વહોરી લીધી. આપનાર ભાર પણ ઘણું સજજન હોવાથી બોલ્યા : “સંતજી ? આપ, બહોત મૂર્તિ હોગે, જિતના જરૂર હાં ઈતના, જરૂર, લીજીયે.”
ગુરુ મહારાજે યથા જરૂર અને આપનારના ભાવની વૃદ્ધિ થાય તે મુજબ વહોરી મુકામે લાવ્યા. બધા મુનિરાજને સંપૂર્ણ આહારપાણી અને વિશ્રામ મળવાથી, ત્રણ દિવસને પરિશ્રમ ચાલ્યા ગયે. સવારમાં વિહાર કરી જેનેની વસતિવાળા ગામે પહોંચી ગયા.
અડીં આચાર્ય મહારાજ ગીતાર્થ હોવાથી, આવા લાંબા વિહારમાં પણ દોષ લાગે તેવી સહાય લીધી નહિ. સાથે વહોરાવનારા શ્રાવકો રાખ્યા નહીં. ઉત્સર્ગ સાચવ્યો. ત્રીજા દિવસે એક જ સ્થાનથી; તે પણ લગ્નવાળાના ઘેરથી, તે પણ પિતાને જરૂર જેટલું તે પણ કામળીમાં વહોરી લાવ્યા. અહીં થોડો અપવાદ સેવવા જરૂર હતી. તેટલે અપવાદને આશ્રય લે પડ્યો. નિદાન અને ઔષધના જ્ઞાતા વૈદ્ય પણ, દરદીને, વિચારીને જેમ ઔષધ આપે છે, તેમ જૈનાચાર્યો પણ સમયને જાણે છે.