________________
આચાર્યપદની લાયકાતને વિચાર રાજ્ય અને રાજાના નાનામાં નાના ગુનેગારને, બરાબર પગ તળે દબાવીશ. મારા વડીલ, વીરપુરુષના શૌર્ય અને યશને ઉજજવળ બનાવવા બુદ્ધિ અને શક્તિને બધો જ ઉપયોગ કરીશ.
આવા કુમારપાળનાં એક વીર પુરુષને છાજે તેવાં શૂરતાથી ભરેલાં, વચને સાંભળીને મંત્રીઓ, ભાયાત, સરદારે, સેનાપતિઓ, સુબાઓ, બધા મંત્રમુગ્ધ બની ગયા. અને તત્કાળ મહારાજા કુમારપાળને જય થાઓના મંગલ શબ્દના ચારેબાજુથી અવાજે આવ્યા. કુમારપાળને રાજ્યારોહણને વિધિ શરૂ થયે. નિવિદને પૂર્ણ થયે. બધી વિધિઓ રાજ્યગેરે કરાવી. આ સ્થાને મિત્રો ડા, વિરોધી ઘણા હોવા છતાં, કુમારપાળના તેજમાં બધા દબાઈ ગયા હતા.
વળી અધિકારો પણ ગમે તેવાઓને અપાતા નથી. એક ન્યાયાધિકારી બનનારને પણ વર્ષો સુધી વકીલાત કરી હોય, પછી પરીક્ષા લેવાય છે. પાસ થાય તો પણ પ્રારંભમાં નાની જગ્યા અપાય છે. ગ્યતાને વિકાસ થતો જાય અને મોટા અધિકારો મળતા જાય છે. કેમે કરીને મોટામાં મોટા સ્થાનના અધિકારી પણ બની શકે છે.
આ બધું રાજ્યનીતિ, અને લોક-વહેવારનું વર્ણન પણ, ડાહ્યા માણસને વ્યવહાર માર્ગ બતાવીને, પરલોકની વસ્તુ પણ સમજવા ઈચ્છા હોય તેને, પ્રેરણા આપી જાય છે. તાત્પર્ય એજ કે બુદ્ધિમાને પોતાની શક્તિને સમજનારા બનેત, પિતાને કે પર પરલોક બગડે નહીં.
પ્રશ્ન : શાસ્ત્રોમાં કહ્યા છે તેવા ગીતાર્થ ભાવાચાર્ય આવા કાળમાં હેય ખરા?
ઉત્તર : પાંચમા આરાના છેડા સુધી ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે, ૪૩ થયા છે અને ૧૯૬૧ હજીક, હવે પછી જરૂર થવાના છે. આ બધા એકાવતારી હશે. અર્થાત્ એકવચ્ચે દેવનો ભવ કરીને, મનુષ્ય ભવ પામી, અવશ્ય મોક્ષમાં પધારશે. આ સિવાય અગ્યાર લાખ ને સોળ હજાર યુગપ્રધાન નહીં પણ યુગપ્રધાન જેવા હરિભદ્રસૂરિ મહારાજ હેમચંદ્રસૂરિ મહારાજ જેવા હજારે થયા છે, અને થવાના છે. જગતગુરુ હરસૂરિમહારાજ આ કાળમાં પણ ચેથા આરા જેવા થાય છે.
હીરસૂરિમહારાજ પાલણપુરમાં, ઓશવાળ જ્ઞાતિમાં, કુંવરજીશાહ અને નાથીદેવી શ્રાવિકાની કુક્ષિએ ૧૫૮૩ના માગશર સુદ ૯ સેમવારે હીરસૂરિ મહારાજને જન્મ થયો હતો, તેર વર્ષની વયે ૧૫૯૬ કા. વદી ૨ સોમવારે, સુધર્માસ્વામીની પરંપરામાં, અઠ્ઠાવનમી પાટે તપગચ્છના જૈનાચાર્ય, વિજયદાનસૂરિ મહારાજ પાસે, દીક્ષા લીધી હતી.
હીરહર્ષ મુનિ પ્રારંભથી બુદ્ધિશાળી, ચારિત્રશાળી–ધીર-ગંભીર–ત્યાગી–તપસ્વી સ્વભાવવાળા હોવાથી તે કાળમાં ગુરૂ મહારાજ પાસે બીજા હજારો સાધુઓ અને સેંકડે વિદ્વાન