________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ આ વખતે દરખાર ભરાયા હતા. બીજા પણ ભાયાતા, માંડલિકા, પ્રધાના અમાત્યા, સચીવા, સુખાઓ, સેનાધિપતિ, અને નગરશેઠ વગેરે નગરના અને રાજ્યના માનવંતા માણસેાથી સમગ્ર રાજ્યદરબાર ભરાઈ જવા છતાં ખૂબ નિરવતા પણ હતી.
સૌ પ્રથમ ( મહાઅમાત્યના ) મહીપાળને—
પ્રશ્ન : મહારાજ, આજે આપને આ મહાગુજરાતના તાજ પહેરાવવા અમે બધા ભેગા થયા છીએ. આપ રાજ્યને ખરાખર સભાળી શકશા ? કેવી યાજનાથી રાજ્ય ચલાવશે ?
૧૧૪
મહીપાળના ઉત્તર : મંત્રીશ્વર, મારે તેા મારા પિતાશ્રીનાં સાત ગામે જ બસ છે, આટલું વિશાળ રાજ્ય હું સંભાળી શકું નહીં. માટે મને સાત ગામેાનું દધિસ્થલી પરગણુ આપી દો. મંત્રીશ્વરના ઉત્તર ઃ ભલે કુમાર, આપની જેવી ઇચ્છા.
પછી બીજો નંબર કીર્તિપાળા હતા. તેથી પ્રધાનાએ તેમને પણ ઉપર મુજબ જ પ્રશ્ન કર્યો. કીર્તિપાળના ઉત્તર : આપ બધા અધિકારીવર્ગ, પ્રધાનેા વગેરેની સલાહ અનુસાર રાજ્યને ખરાખર સાચવીશ, વિકસાવીશ, પ્રજાને સતાષ આપીશ.
ઉત્તર આપતી વખતે કીર્તિ પાળના શરીરમાં ભય અને સભાક્ષેાલના કપ ચાલતા હતા. ઉત્તર પણ વીરપુરુષને શાલે તેવા હતા નહીં. તેથી સભામાં તેમને રાજવી બનાવવાની ભાવના દખાઈ ગઈ. ક્રીતિ પાળ સભાને જોઈને અને પેાતાની નામર્દાઈના પ્રતિબિંબને નિહાળીને પુનઃ પેાતાના આસન ઉપર આવીને બેસી ગયા.
કુમારપાળના નંબર ત્રીજો હાવાથી હવે અમાત્યના કુમારપાલને
પ્રશ્ન : કુમારશ્રી ? મહારાજા સિદ્ધરાજનું વિશાળ રાજ્ય આપને સોંપવામાં આવેતા આપ તેને સાચવી શકશે ? કુમારપાળ છવ્વીશ વર્ષથી, એક કંગાલ જેવી દશામાં, અનેક દેશે અને હજારો ગામામાં રખડ્યો હતા. સિદ્ધરાજે કુમારપાળ ઉપર, એટલેા ત્રાસ ગુજાર્યા હતા કે તેને, ઠરીને બેસવાનું, નિરાંતે ઉંઘવાનુ, કે આન ંદથી જમવાનું આજ સુધી મળ્યું નથી. તાપણ તેના શરીર અને લલાટ ઉપર સ્વાભાવિક તેજ ચમકતું હતું.. “ ક છુપે નહીં. ભભૂત લગાયા'' સભાને આ વસ્તુ આજે સાક્ષાત્ જણાતી હતી.
કુમારપાળના એક વીરને શેાભે તેવા દેખાવ હતા. અભિમન્યુએ કણ ને આપ્યા તેવા તેના ઉત્તરમાં પ્રતાપ દેખાતા હતા. મંત્રીનાં વચન સાંભળ્યા પછી કેડ ઉપર લટકતી તરવારને મ્યાનમાંથી બહાર કાઢીને, કુમારપાળે સિંહના જેવી ગર્જના કરી.
મારા આ ભુજમળ અને ખડ્ગ વડે, હું રાજ્યનું રક્ષણ કરીશ. મારા રાજ્યને અને મારી ઇચ્છાને વફાદાર રહેનારને, હું મારા નજીકના સેવક તરીકે રાખીશ.