________________
૧૬૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ભાવિભાવ ફેકટ થતા જ નથી, આવા ન્યાયથી, કોઈવાર સર્વજ્ઞ ભગવાન ઋષભદેવ સ્વામી, સમવસરણમાં, બાર પર્ષદાની સમક્ષ પ્રકાશે છે. ભરત ચકવતી જેવા ચરમ શરીરી મહાપુરુષ સાંભળે છે. પ્રભુજીના પૌત્ર અને ચક્રવર્તીના પુત્ર છેલ્લા જિનેશ્વરને જીવ મરિચિના પુણ્યની વાત છે. સાંભળનારને આનંદને ઉભરે આવી જાય તે વિષય છે. બિસ્કુલ સાચી ઘટના છે. તે પણ પા કલાક કે અડધા કલાકનાં આપ બેડાઈના ફળ કેવાં ભયંકર બન્યાં છે, તે મોટા ભાગના વાચકોએ જાણેલાં હોવા છતાં પણ લખું છું.
ચાલુ વ્યાખ્યાનમાં ભરત ચક્રવતીને પ્રશ્ન સ્વામિન ! આપની આ૫ર્ષદામાં કઈ તીર્થકરને આત્મા છે? પ્રભુજીને ઉત્તર રાજન ! અમારે શિષ્ય અને તમારે પુત્ર, કુમાર મરિચિમનિ, જે હમણાં ત્રિોંડિયાના વેશમાં છે, તે આ ચોવીસીમાં વર્ધમાન નામના છેલ્લા તીર્થંકર થવાના છે. તથા તેજ મરિચિને આત્મા, આ ભરત ક્ષેત્રમાં થવાના નવ વાસુદેવે પૈકી (આગયારમા તીર્થંકર વારે, પિતાના મેટા સત્તાવીશ પૈકીના અઢારમા ભવમાં) ત્રિપૃષ્ટ નામના પહેલા વાસુદેવ થવાના છે. અને તે જ મરિચને આત્મા પિતાના તેવીસમા ભવમાં, મહાવિદેહ ક્ષેત્રમાં, મૂકાપુરીમાં, પ્રિયમિત્ર નામના ચકવતી થશે. આવી રીતે મેટા છવ્વીસ ભવે અને એક કેટ કેટિ સાગરોપમ એટલે કાળ, સંસારમાં વિતાવીને સત્તાવીસમે વર્ધમાન મહાવીર નામના ચોવીસમા જિનવર થશે.
પ્રશ્ન : શ્રી ઋષભદેવ સ્વામીના તીર્થમાં અષ્ટાપદ તીર્થ ઉપર ચોવીસ જિનેશ્વર દેવેની પ્રતિમા ભરાવી છે. તે શું આ વખતે વીસ જિનેશ્વર દેવેના આત્માઓ સમ્યકત્વ પામેલા હશે ખરા ?
ઉત્તર : પહેલા જિનેશ્વર ઋષભદેવસ્વામી તે કેવળજ્ઞાની હતા અને ચોવીસમાં જિનેશ્વર મહાવીર સ્વામીના સત્તાવીસ ભવ હોવાથી, આ મરિચિને ત્રીજે ભવ હોવાથી, જરૂર સમ્યકત્વ પામેલ હતા. બાકીના બાવીસ જિનેશ્વર દે પૈકીના સત્તર જિનેશ્વરના ત્રણ ત્રણ ભવે જ હતા. અને આ સિવાય ૨૨ ૨૩ ભવ પણ અતિ થોડા જ
* ૭ ૧૨ ૯ ૯ ૧૦ ૧૧ ૧ણ આ વાડી જ કાળ હોવાથી, અને અંતર ઘણું મોટું હોવાથી પ્રાયઃ પહેલા છેલ્લા જિનેશ્વરદે સિવાયના, બાવીસ જિનેશ્વરે સમક્તિ પામેલ ન હોય એમ સમજાય છે.
ભરત મહારાજા સમવસરણમાં–પ્રભુજીના મુખે મરિચિનું વર્ણન સાંભળી, ઘણું જ હર્ષ પામતા, જ્યાં મરિચિ ત્રિદંડીના વેશમાં બેઠા હતા ત્યાં આવ્યા. અને મરિચિને પ્રથમ ત્રણ પ્રદક્ષિણા આપીને, નમસ્કાર અને વંદન કરીને, વખાણ કરવા લાગ્યા. મહાકવિ વીરવિજયજી મહારાજ કહે છે
“મરિચિને પ્રદક્ષિણા દેતા, નમી વંદીને એમ કહેતા, તમે પુણ્યાવંત ગવાસે, હરિ, ચક્રી, ચરમજિન થાશો.” ૧ “નવી વંદુ ત્રિદંડીક વેશ, નમું ભક્તિએ વીરજિનેશ, એમ સ્તવન કરી ઘેર જાવે, મરિચિ મન હર્ષ ન માને છે ૨