________________
૧૫૬
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પાંચમા ભવે સિંહજીવ, અને શિષ્યજીવ, એક શેઠના બે પુત્રો થયા અને ગુરુ ધર્મદત્ત જીવ, તે બે ભાઈઓની ચંદ્રબાલા નામે ભગિની થઈ. ત્રણે ભાઈ-બહેન દીક્ષા લઈ ગુરુ-શિષ્ય જે છઠા સ્વર્ગે દેવ થયા. સિંહ જીવ પાંચમા સ્વર્ગે દેવ થઈ, વચમાં એક મનુષ્યનો અને પહેલા સ્વર્ગને ભવ કરી, મલયનામા યક્ષ થયો. અને ગુરુ-શિષ્ય છઠા સ્વર્ગથી ચ્યવને, શિષ્યજીવે, ગુરુની પ્રશંસા કરવાથી, હરિવિકમ રાજા થયા. અને ધર્મદત્ત નામાં ગુરુને આત્મા, આત્મપ્રશંસા કરાવી, સ્ત્રીવેદ બાંધી, હરિવિકમરાજાની ભુવનસુંદરી નામની રાણી થઈ. બંને ચારિત્ર આરાધીને, મોક્ષગામી થયાં. આત્મપ્રશંસાના કડવા વિપાકની કથા સંપૂર્ણ.
પ્રશ્નઃ તે શું ગુણીના ગુણનું સાચું વર્ણન થાય તેમાં પણ પાપ છે?
ઉત્તર : ગુણીના ગુણનું સાચું વર્ણન કરવાથી, સેવક વર્ગનાં ઘણાં પાપ ક્ષય પામે છે. વખતે સમ્યકત્વ પણ પમાય છે. પામેલું સમ્યકત્વ નિર્મળ થાય છે. પરંતુ મહાગુણી આત્મા પણ પિતાના વખાણ સાંભળીને અભિમાન લાવે છે, તેને જરૂર કર્મ બંધાય છે. ગુણ પુરુષના ગુણોનાં વખાણ અને અનુમોદનાનું નામ પ્રમોદભાવના છે. કહ્યું છે કે :
अपास्ताशेषदोषाणां, वस्तुतत्वावलोकिनां । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्ततः ॥ १
અર્થ : સર્વદેષથી મુક્ત થયેલા, અને જગતના પદાર્થોનું સાચું સ્વરૂપ સમજેલા, અરિહંતાદિ પંચપરમેષ્ઠિ ભગવંતે, અને શ્રીવીતરાગ શાસનના ચાર પ્રકાર શ્રીસંઘના ગુણને, સમજવાના ખપી થવું, અને તેમના ગુણોનું ચિંતવન-વર્ણન પ્રશંસા અનુમોદન, અનુકરણ કરવું. આ સર્વને પ્રમોદભાવનામાં સમાવેશ થાય છે. ગુણીપુરુષના ગુણમાં રાગ થાય તે જ પ્રમોદ ભાવના આવે છે.
પ્રશ્ન : અરિહંતદેવ અને સિદ્ધ પરમાત્માઓમાં તે સર્વ દેષને અભાવ અને જગતના પદાર્થોની યથાર્થતાનું જ્ઞાન હોય છે. પરંતુ છદ્મસ્થ આચાર્ય–વાચક અને સાધુ મહારાજ ગમે તેવા જ્ઞાની હોય, અનુભવી હોય તોપણ, સર્વ ભાવના સંપૂર્ણ જાણકાર તે ન હોય ને?
ઉત્તર : ગીતાર્થ ભાવાચાર્ય, ભાવવાચક, ભાવસાધુ, આ ત્રણે પદ, શ્રીજિનેશ્વરદેવના વચનથી સામાન્યથી સર્વ ભાવ જાણે છે અને જાણે તેટલું પ્રકાશે છે. પિતાના સ્થાનને
ગ્ય સર્વગુણ પામ્યા હોય છે, તથા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવની અપેક્ષાએ, દેને ટાળી શકયા હોય છે. તેવા ત્રીજા-ચોથા-પાંચમા પરમેષ્ઠિભગવંતેના ગુણોને ઓળખવા અનુમોદવા અને ખૂબ વખાણવા, તેનું નામ પ્રમોદ ભાવના જાણવી.
પ્રશ્નઃ તે પછી ધર્મદત્ત નામના ગુરુનાં વખાણ કરવાથી, ધર્મદત્ત સાધુને સ્ત્રીવેદ