________________
૧૩૫
અભયદેવ સૂરિમહારાજને મળેલા પદ્માવતીદેવી
ઉત્તર : આ જગતમાં ધર્મષ મહાભયંકર વસ્તુ છે. કુમારપાળ જેન થયે, તે પણ જગતભરના શૈવ પંડિતોને ગમ્યું ન હતું. અને તે જ કારણથી ચૌદ વિદ્યાપારગામી, સરસ્વતીપુત્ર, પંડિત દેવબોધિ, મેટા આડંબરથી પાટણમાં આવ્યો હતો. શાસ્ત્રાર્થો કર્યા. ઉશ્વરકત્વ વગેરે અનેક વાદે થયા, ફાવ્યું નહીં. બીજી વિદ્યા શક્તિઓના પ્રહારે પણ અજમાવી ચૂક્યો, પરંતુ કલિકાલ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન, ચારિત્ર અને પુણ્ય તેની બધી શક્તિઓના ભુક્કા ઉડાવનારા થયા તેથી દેવબોધિ હારીને નાશી ગયે.
ત્યાર પછી પણ ચુસ્ત શિવમાર્ગી બ્રાહ્મણોએ, બનતી ઘેડ ઉડાવવાની યોજનાઓ કરી હતી. પરંતુ આચાર્ય ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પરમાર્હત્ કુમારપાળ મહારાજનું પુણ્યતેજ સૂર્યની પેઠે પ્રકાશતું હોવાથી, તે બધાના દાવ સવળા પડયા નહીં. કલિકાલ સર્વજ્ઞ ફરમાવે છે કેकामराग-स्नेहरागा-वीषत्करनिवारणौ । द्दष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामति ॥१॥
અર્થ: કામરાગ, પત્ની પ્રત્યેને રાગ, નેહરાગ, માતાપિતા પુત્ર મિત્રાદિ ઉપર રાગ, આ બે રાગ સહજ નિવારી શકાય છે. પરંતુ દષ્ટિરાગ ધર્માભાસમાં ધર્મબુદ્ધિ એટલે બધો જોરદાર છે કે જગતમાં સાધુ–સંત તરીકે ગવાયેલા પુરુષોથી પણ ત્યજા અતિ મુશ્કેલ છે.
એટલે શૈવમાગી બ્રાહ્મણની ઉશ્કેરણીથી, અને કુમારપાળ પ્રત્યેના દ્વેષથી, અજયપાલે ત્રિભુવન વિહાર વગેરે તીર્થ જેવાં ભવ્ય મંદિરને નાશ કરાવ્યો હતો.
ઉપરાંત બાલચંદ્રને આચાર્ય પદવી અપાવવા, બાલચંદ્રની ઉશ્કેરણીથી જૈન સંઘને બોલાવ્યો હતો. અને બાલચંદ્રને આચાર્ય પદવી આપવા વિનંતિ નહીં પણ હુકમ ફરમાવ્યો હતો.
શ્રી સંઘને ઉત્તર : ગુરુમહારાજા જ્ઞાની હતા. તેમણે પોતે બાલચંદ્ર મુનિને પદવી આપી નહીં. એટલું જ નહીં, પરંતુ મારી પાછળ પણ, બાલચંદ્રને પદવી આપવી નહી. એવી આજ્ઞા ફરમાવી છે.
તેથી ગુરુઆજ્ઞાને નાશ કરીને, પાટણને શ્રીસંઘ મુનિશ્રી બાલચંદ્રને પદવી આપી શકે નહિ. પદવી ગુરુદેવની પ્રસન્નતાને આશીર્વાદ છે. બલાત્કારથી પદવી લેવાય નહીં.
પ્રશ્ન : બાલચંદ્ર વિદ્વાન હતા. સાથે રાજાને માનીતો હતો. પછી આચાર્ય પદવી આપવામાં વાંધો શું?
ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં કોઈપણ પદવી પરીક્ષા કરીને યોગ્ય આત્માને જ અપાતી હતી. જુઓ પૂર્વાચાર્યોનાં વાક્યો बूढोगणहरसद्दो, गोयमाईहिं धीरपुरुसेहिं । जोतं. ठवेइ अपत्ते, जाणतो सो महापावो ॥१॥