________________
૧૪૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અંબાડી મને થોડા દિવસ માટે આપી શકે? હાથી ભાઈ ગધેડા ! એ અંબાડી તું ઉપાડી શકે નહીં. ગધેડે : સાહેબ ! એ આપને ચિંતા કરવાની જરૂર નથી. તમારે ફક્ત પપકાર જ કરવાનું છે. હાથી : ભાઈ ગધેડા ! પોપકાર તે તે કહેવાય કે લેનારને નુકસાન થાય જ નહિ પણ અવશ્ય લાભ થાય. ગધેડે : સાહેબ! મને પણ નુકસાન નહિ પણ લાભ જ થવાને છે. હાથી : પણ તે ઉપાડી જ નશકે તેનું કેમ? ગધેડે : એ આપને જોવાની જરૂર નથી. મને કૃપા કરીને અંબાડી આપવાની હા પાડે. હાથી (કંટાળીને): અરે મૂર્ખ ગધેડા ! આવું વજનદાર વસ્તુ ઉપાડવાથી તું દબાઈ જઈશ. પીઠ ઉપર ચાંદાં પડશે. છતાં તુને પિતાને લાભ થવાને બદલે, લેક પેટ પકડીને હસશે. અને ભલે તું ગધેડે હોવાથી તેને લજા કે શરમ ન આવે. પરંતુ આ અંબાડી તુજને આપનાર, અમે પણ તારા જેવા ગધેડા બનીએ, એનું અમારે તો ભાન રાખવું જોઈએ ને?
ગધેડે ? સાહેબ! શા માટે ખોટા બચાવ કરે છે? હું બરાબર અંબાડી ઉપાડી શકીશ. અને આપ નામદારને જિંદગીભર ઉપકાર ભૂલીશ નહી. હવે ક્યાં સુધી કાકલુદી – કાલાવાલા કરાવશે? હાથી: ગધેડાભાઈ! આવી વજનદાર અને ઘણી લાંબી પહોળી અંબાડી તેં ક્યારે જોઈ છે? ગધેડે જોયા વિના હું માનું કેમ? હાથી તો આવી અંબાડી ઉપાડવાથી તુને શું લાભ મળશે ? ગધેડો : સાહેબજી! આપને મળે તે જ લાભ હુ મેળવા ઈચ્છું છું. હાથી : મને ક્યારે, અને શું લાભ મળે? ગધેડે : સાહેબ, આપને હજારે માણસ જેવા આવ્યાં હતાં. પ્રણામ કરતાં હતાં. પગે લાગતાં હતાં. બસ મારે પણ એ જ જોઈએ છે.
હાથી : અરે મૂર્ખ ગધેડા, આ અંબાડી તારા શરીરની લંબાઈથી પણ વધારે લાંબી છે. અને પહોળી પણ ખૂબ છે. અને તારાથી ઊંચકી પણ શકાય નહી તેટલી વજનદાર છે. માટે હવે અહીંથી જતો રહે. વળી તે કહે છે કે આપને હજારે માણસો પ્રણામ કરતા હતા. પગે લાગતા હતા. તે પણ તારી સમજફેર છે. મને કઈ પ્રણામ કરતું નથી. અને અંબાડીને પણ પ્રણામ થતા નથી. પરંતુ અંબાડીમાં બીરાજમાન થએલા પ્રભુજીને પ્રણામ થતા હતા, થાય છે.
- હાથી કે અંબાડી હોય કે ન હોય, પ્રણામો પ્રભુજીને જ થાય છે. મને અથવા અંબાડીને નહીં જ. માટે અકકલના બારદાન ગધેડા ! હવે બકવાદ બંધ કરીને રસ્તો માપી ચાલવા માંડ અને મહેરબાની કરીને આવી મગજમારી કરાવવા હવે કયારે પણ આવીશ નહીં.
ગધેડે : સાહેબ! ભગવાન અંબાડીમાં બેઠેલા કોણે જોયા હતા? આ તમારી કેવળ અંબાડી ન આપવાની બનાવટ છે. તે દિવસે અંબાડીના જ પ્રતાપે હજારે માણસો જોવા આવતા હતા, પ્રણામ કરતા હતા. આજે પણ આપ શ્રીમાન ગજરાજ તો એના એ જ છે. અંબાડી નથી માટે જ એકલા અટુલા મારા જેવા દેખાવ છે.
હાથી : ભાઈ ગધેડા ! તારા જેવા મૂર્ખ અજ્ઞાનીને પિતાની આબરુની કિંમત ભલે ન હોય. પરંતુ અમારાથી એમ એગ્ય અયોગ્યને વિચાર કર્યા વગર પગલું કેમ