________________
૧૪૫
હાથીની અંબાડી ગધેડો કેમ ઉપાડી શકે ?
અથ : હાથીની અંબાડી ગધેડો કેમ ઉપાડી શકે.?
રત્ન જડેલી સુવર્ણની અંબાડી જેવી આચાર્ય પદવી અરાવણ હાથી જેવા ગૌતમાદિ મહાપુરુષે ઉપાડી શક્યા છે. અંબાડી જેમ ગધેડા ઉપર શેભે નહીં, એટલું જ નહી પણ ગધેડે પાયમાલ બને. તેમ અગ્ય-આત્મા મુકાએલી આચાર્ય પદવીની હાંસી મશ્કરી થાય. અને આચાર્ય પદવી લેનાર અયોગ્ય આત્મા વિરાધક બની સંસારમાં ભટકવા ચાલ્યો જાય. અહી એક હાથી અને રાસભાને સંવાદ જાણવા-સમજવા યોગ્ય હોવાથી લખાય છે
એકવાર એક શહેરમાં મોટો વરઘોડો ચડે હતો. જેમાં શ્રી જિનેશ્વર દેવને રથ અને ઇન્દ્રધ્વજ વગેરે હતું. સાથે ઘણીસુન્દર અંબાડી સહિત એક હાથી ચાલતો હતો. સુવર્ણની અંબાડીમાં પ્રભુજી પધરાવેલા હોવાથી માણસોનાં ટોળેટેળાં, પ્રભુજીને નમસ્કાર અને વંદન કરતાં હતાં.
આ વરઘોડો અને તેમાં ચાલતા હાથીને, એક ગધેડાએ જે. પશુની જાત-તેમાં પણ ગધેડે એટલે બુદ્ધિને બારદાન રોજને ? હાથીને જોઈને ગધેડાને વિચાર થોકે પશુ તો અને હાથી બન્ને સરખા જ છીએ. મને કોઈ સામું પણ તાકતું નથી, અને હાથીને હજારે માણસે તાકી–તાકીને જુએ છે. આ જગ્યાએ કાંઈક કારણ હોવું જોઈએ.
લાંબા વિચારે ધ્યાનમાં આવ્યું કે, આ હાથીની પાસે આવી કીમતી અંબાડી છે. અને અંબાડીના પ્રતાપે લોક હાથીને, તાકીતાકીને જુએ છે. અને નમસ્કાર પણ કરે છે. ગધેડાને ખ્યાલ ક્યાંથી હોય કે હાથીને પ્રણામ નથી. અને અંબાડીને પણ પ્રણામ નથી. લેકે પ્રણામ તો દેવાધિદેવને કરે છે. આવી સમજણના અભાવે ગધેડાએ નિર્ણય કરી લીધો કે, હાથીભાઈનાં માનપાન અંબાડીને જ આભારી છે.
ગધેડાએ મનોમન નક્કી કરી લીધું કે જે આ અંબાડી મને મળી જાય તો હું પણ લોકોમાં એક સારે માનવંત બની જાઉં. મને પણ લોકોના ટોળાં મળવા આવે-હાથ જોડે અને પ્રણામ-નમસ્કાર કરે. અરે મારી પાછળ પાછળ ફર્યા કરે. બસ ત્યારે ગમે તેમ કરી હાથીને મળું. અને અંબાડી માગી લઉં, કારણ હમણાં અંબાડી નકામી હશે ?
એકવાર હાથી નગરની બહાર ફરતો હતો. બે-પાંચ માણસે હાથીની તહેનાતમાં હાજરી આપતા હતા. ત્યાં ગધેડાભાઈ પહોંચ્યા. આગલે જમણો પગ મસ્તકે અડાડી પ્રણામ કર્યા. વચનથી પણ શિષ્ટાચાર કરીને, ગધેડાએ હાથીને કહ્યું, સાહેબ! હું એક પ્રાર્થના કરવા આવ્યો છું. જે આપ કૃપા કરીને ધ્યાન ઉપર ત્યે તે, માટે ઉપકાર થશે!
હાથી : ભાઈ ગધેડા! શું કહેવું છે? ગધેડે : સાહેબ! થેડા દિવસ ઉપર આપની પાસે એક અંબાડી હતીને? હાથીહા, હતી તે શું કહેવું છે ? ગધેડે : સાહેબજી! તે
૧૮