________________
૧૫ર
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માતાપિતા તેને અનેક કન્યા પરણાવવા ભાવના ભવતા હતા. ઘણું ધનવાન પુત્રીઓ આપવા આવતા હતા
તે પણ વૈરાગી ધર્મદત્ત કુમારે માતાપિતાને સમજાવી. સુગુરૂ પાસે દીક્ષા લીધી અને બુદ્ધિ અને ગુગથી સર્વશાસ્ત્રોના પારગામી થયા. જુઓ તે મહાપુરૂષની યોગ્યતા संप्राप्तयौवनोप्येषः लक्ष्मीवान् सुभगाग्रणीः। प्रार्थ्यमान विवाहोपि, तरूणीभिरनेकधा ॥ १॥ जितेन्द्रियः प्रशान्तात्मा, निहिः स्वजना दिषु । आपृच्छय पितरौ, धर्म; प्रावाजीद् गुरूसंनिधौ ॥२॥ अभ्यस्तसंयताचारः, तपःशोषितविग्रहः। एकत्त्वप्रतिमां धर्मः, प्रपेदे शुर्वनुझाया ॥ ३॥ बहुभिः करसत्त्वौधै ररण्येतत्र भीषणे। तस्थौ प्रतिमया साधुः, रेकस्मिन गिरिजहवरे ॥५॥ तस्य साम्यप्रभावेण, त्यक्तवैराः परस्परं । सेवते तं मुनि व्याघ्र-करिसिंहमृगादयः ॥ ५ ॥ धर्मोपदेशं श्रृण्णन्ति, भद्रकीभावमागताः। जीवघातं न कुर्वन्ति, सावद्याहारवर्जिनः ॥६॥
અર્થ : ધર્મદત્તકુમાર મોટા લક્ષ્મીવાનને પુત્ર હતો તથા સૌભાગ્યવાન પુરુષમાં અગ્રેસર હતો. યૌવનવય ખીલી હતી. અનેક કુમારીકાઓની પરણવા માટે માગણી પણ હતી. તે પણ કંચન અને કામિનીને ત્યાગ કરીને જે ૧ સ્વજનાદિક ઉપર નિર્મમત્વ બનીને, ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવીને, પ્રશાન્તચિત્ત એવા ધર્મદત્તકુમારે, માતા પિતાની આજ્ઞાપૂર્વક દીક્ષા લીધી. છે ૨ અને સાધુના આચારે સમજવાપૂર્વક શાસ્ત્રોના પારગામી થઈને, તથા તપ વડે-શરીરને ખૂબ કૃશ બનાવીને, ગુરુભગવાનની આજ્ઞાથી એકલા વિહાર કરવા લાગ્યા. છે ૩ છે અને વિહાર કરતા સિંહ-વ્યાધ્ર વગેરે કૂશ્વાદિથી ભરચક–અટવીમાં ગયા. ત્યાં એક પર્વતની ગુફામાં કાઉસ્સગ્રુધ્યાનમાં સ્થિર થયા. . ૪ તે મહામુનિરાજના તપ અને સમતાભાવના પ્રભાવે, પ્રકટેલી લબ્ધિના પ્રભાવથી, વાઘ, સિંહ, હાથી, હરણ વગેરે વનેચર પ્રાણીઓ પણ, પરસ્પરનાં સ્વભાવસિદ્ધ વૈરોને ત્યાગ કરીને, મુનિરાજ પાસે આવીને બેસવા લાગ્યાં. પ છે અને ધર્મને ઉપદેશ સાંભળીને ભદ્દીકભાવ પામીને, જીવ હિંસાને ત્યાગ કરીને, ફળ અને ઘાસ વગેરે નિષ્પાપ ખોરાકથી નિર્વાહ કરનારા થયા. અને કેમે કરીને ધર્મદત્ત મહામુનિરાજને ચારિત્રરૂપ ચંદ્રોદય એટલે બધે પ્રકાશમાન થયેકે, જેથી આ ચોવીસ જનની લાંબી પહોળી સમગ્ર અટવીમાં વસનારાં પ્રાણીઓ જીવહિંસાથી મુક્ત બની ગયાં. ઈતિ હરિ વિક્રમચરિત્ર સર્ગ ૫. . ૫૯-૬૦-૬૧-૬૩-૬૪-૬પ.
આ અટવાથી થોડી નજીકમાં, પુષ્કલભિëના વસવાટવાળી ભિલ્લલોકેની પલ્લિ હતી. તેમાં વસનારા બધાજ ભિલે હતા, તેમને રાજા પણ મહા ક્રૂર સ્વભાવવાળે ભિલપતિ વ્યાધ્રરાજ નામ હતું. તે બારે માસ, શિકાર, ચેરી, માંસ, મદિરા, જુગાર, વેશ્યા-પરસ્ત્રી સાતે વ્યસનોને સેવનારે હોવાથી, પલ્લિમાં રહેનારા નાનામોટા બધાજ મનુષ્ય કેવળ પાપમય જીવન જીવનારા હતા.