________________
હાથી અને ગધેડાનો અંબાડી માટે સંવાદ
૧૪૭
ભરાય? જે સાંભળ, જેનામાં જે લાયકાત હોય તે તેને આપવાથી તેની આબરુ ઘટે નહીં તારા માટે તે અનાજ વગેરેની ગુણ જ શોભે.
ગધેડે : નામદાર! એમાં યોગ્ય અગ્યને વિચાર કરવા જરૂર નથી. લુગડાં ઉજળાને માન છે. ઉજળાં લુગડાં પહેરીને ચાલનાર ગમે તે હોય. પરંતુ મેટો માણસ ગણાય છે. તેમ હું પણ આશા રાખું છું કે આપ કૃપા કરી અંબાડી આપે અને મને જગતમાં એક માનવતે બનાવવાની ઉદારતા કરે.
હાથી : ભાઈ ગધેડા! તારી મૂર્ખાઈની સીમાજ ગણાય! આજે તું આવી અંબાડી ઉપાડવાની ધીઠાઈ વિચારી રહ્યો છે. જે અંબાડીથી મોટાઈ આવતી હોય તે, તારા કરતાં ઘણું વધારે શક્તિ ધરાવનારા ઊંટ, બળદ, પાડા, આખલા, ગેંડા, રેઝ વગેરે હજાર પ્રાણુઓ છે. પરંતુ આજ સુધી આવી તારા જેવી મૂર્ખાઈ કોઈએ વિચારી હોય તેવું જાણવામાં આવ્યું નથી.
ગધેડે : સાહેબ ! આપની બધી દલીલ મેં સાંભળી. હવે મહેરબાની કરી એક દિવસ મને અંબાડીની બક્ષીસ કરે. હું પણ મારી જાતને સફળ બનાવું અને જગતમાં મારી યે આબરુને ફેલા થઈ જાય.
હાથી ગધેડા ! તારે આબરૂ હતી જ નહીં, છે જ નહીં અને તેથી જ તું આટલી હદની (અંબાડી ઉપાડવા સુધીની) ધીઠાઈવિચારી રહ્યો છે. પરંતુ મારે જગતમાં આબરુની જ કિંમત છે. તારા જેવા સાથે વાત કરવાથી પણ મારી આબરુ ઘટે છે. તો પછી વાદવિવાદની વાત જ શું કરવી?
આટલી વાત સંભળાવીને, હાથીએ પોતાનું વક્તવ્ય બંધ કર્યું. ગધેડાભાઈઉશ્કેરાઈ ગયા અને હાથીને ગાળો ભાંડતા ચાલવા લાગ્યા. પરંતુ આ જગ્યાએ માણસનું એક ટેળું ભેગું થયેલું હતું. તેમાં કેટલાક લોકોને “ને બાપડો ઉપાડતો હોય.” આપણું શું જાય છે?” એમ બોલીને સબસે જણની સંમતિથી અંબાડી લાવીને ગધેડાની પીઠ ઉપર બંધાવી દીધી. ખૂબ ભારથી દબાઈ જવા છતાં ગધેડો અંબાડી પામીને ખુશી થયો.
ઉપાડીને બજારમાં ચાલે, કેઈએ પ્રણામ કર્યા નહીં. પણ લોકો આશ્ચર્ય પામીને હસવા લાગ્યા. ગધેડાને પ્રણામ મળ્યા નહીં માટે લાંબેથી ભૂં. અને બજાર વચ્ચે લોકોના સન્માન નહીં પણ અપમાન મલવાથી પિતાની ભાષામાં ગાળો ભાંડતો. અંબાડીના વજનથી પીડાઈને મરણ પામ્યો. શુભ ધ્યાન નહીં પણ દુર્ગાનથી મારીને દુર્ગતિમાં ગયો.
ઉપનય હાથી તે એક ગુણ સંપન્ન આત્મા. ભદ્રબાહુસ્વામી, આર્ય રક્ષિત સ્વામી કે હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે જેવા ભાવાચાર્ય સમજવા, અંબાડી સ્થાને વાચક દિવાકર ક્ષમાશ્રણ ગણી આચાર્ય વગેરે પદવી જાણવી. અને અંબાડીમાં પધરાવેલા પ્રભુજીના