________________
પેાતાના ગુણાને છુપાવનારા કાલકાચાર્ય મહારાજ
૧૪૯
કાલકાચાય ભગવાન એકાએક, ખલેપાત્રાં ઉપાડેલાં ઘણી વૃદ્ધ અવસ્થા હોવાછતાં, પૂછતા પૂછતા જૈન ઉપાશ્રય આવ્યા. સાગરાચાર્યે જોયા. પ્રશ્ન પૂછ્યા, વૃધ્ધ મહારાજ કયાંથી પધાર્યાં? એકલા કેમ ?
કાલકાચા ના ઉત્તર ઃ ભાઈ કારણવશાત્ એકલા થઈ ગયા છીએ. એ પાંચ દિવસ રહેવું છે. ઉતરવા આપો તો એક બાજુ ઉતરું. સાગરસૂરિએ ઉતરવાની હાપાડી અને આચાર્ય ભગવાન ઉતર્યો.
આચાર્ય ભગવાન પોતાની ગેાચરી–પાણી પ્રતિક્રમણ પડિલેહણ જાતે કરવા સાથે રાતદિવસ સ્વાધ્યાય અને અપ્રમત્ત દશામાં રહેતા હતા. આડકતરી રીતે પણ પોતાની વિદ્વત્તા કે ગુરુતા જણાવા દીધી નહી.. કયારેક સાગરસૂરિ પૂછતા, કેમ બુઢા મહારાજ ! કાંઈ ભણ્યા છે ? સૂરિ મહારાજ ઉત્તર આપતા હા ભાઈ, એવું થેાડુ ઘણું કામચલાઉ શીખ્યા છીએ.
સાગરાયરિય પોતાના શિષ્યાને સૂત્રની અની વાચના આપતા, તેા કયારેક કયારેક આચાર્ય મહારાજને પૂછતા, કેમ બુઢા મહારાજ ! હું વાચના બરાબર આપું છું ને? આચાર્ય મહારાજ ઉત્તર આપતાઃ હા ભાઈ, ઘણું સારૂં ભણાવે છે. આવી આચાર્ય દેવની ગંભીરતા અને સાગરાચાર્યની (એલખાણ ન હેાવાથી) આપ બડાઇમય લગભગ પાંચ પન્નર દ્વિવસ ગયા હશે.
એટલામાં કાલકાચાર્ય ભગવાને છેડેલા શિષ્ય સમુદાય, પચ્ચાસ-સા જેટલા સાધુએ આચાર્ય ભગવાનના માર્ગ પૂછતા પૂછતા, આજે પ્રસ્તુત શહેરના સાધુમુનિરાજોના ઉપાશ્રયના બારણે આવ્યા. આટલા માટે સાધુસમુદાય જોઈ શ્રાવકસમુદાય પણ ઘણા ભેગા થઈ ગયા હશે.
આવનાર સાધુ વને, સાગરસૂરિના સાધુએ પૂછ્યું, આપ શ્રમણ ભગવંતા કયા આચાર્ય ભગવાનના પરિવારમાં છે ?-તેમના ઉત્તર, મહાગુણ નિધાન કાલકસૂરિ મહારાજના અમે સાધુએ છીએ. અહી વસનાર સાધુએ. અમે પણ કાલકાચાર્ય ભગવાનના જ સાધુએ છીએ. આવનાર સાધુઓના પ્રશ્ન ત્યારે શું આચાર્ય ભગવાન અહીં પધાર્યા નથી ? અહીં રહેલા સાધુઓના ઉત્તર નારેના કાલકાચાર્ય ભગવાન પધારેલા હાયતા અમને ખબર કેમ ન હેાય ?
આવનાર સાધુઓ કહે છે અમારામાં અવિનય વધી જવાથી, અથવા અમારા દુર્ભાગ્યના ઉદયથી, કાલકાચાર્ય ભગવાન અમને છેાડીને, એકાકી વિહાર કરી ગયા છે. તે વાત અમે શય્યાતર શ્રાવકના મુખે જાણીને, આચાર્ય ભગવાન કઈ બાજુ પધાર્યા હશે ? તે વાત પણ તે જ શ્રાવકને પૂછીને, આચાર્ય દેવના પગલે પગલે ચાલતા, અને ગામેગામ તેમના સમાચાર મેળવતા, આજે અહીં આવ્યા છીએ. આચાય ભગવાન અહીં આવ્યા હાવા જોઈએ ?