________________
૧૪૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
સ્થાનમાં આચાર્ય ભગવંતમાં પ્રકટ થએલા છત્રીશ છત્રીશીઓ બારસે છ— ગુણો જાણવા ગુણ હોય તો જ પદવી અને વ્યક્તિની શોભા ખીલે છે.
ગધેડાની જગ્યાએ બાલચંદ્ર વરાહમિહીર વગેરે કુશિષ્ય સમજવા. ગુરુઓ પાસે આચાર્ય પદવીની માગણી કરવી તે જ ગધેડાએ હાથી પાસે અંબાડીની યાચના સમાન છે. ભદ્રબાહસ્વામી કે હેમચંદ્રસૂરિ મહારાજ જેવા ભાવાચાર્ય ગુરુદેવોએ ગધેડા જેવા કુશિષ્યને પદવી ન આપી તે હાથીએ ગધેડાને અંબાડી ન આપવા-સમાન જાણવું.
હાથીએ ગધેડાને અંબાડી છેવટ સુધી ન આપી. પરંતુ પરમાર્થના અજાણ ટેળાએ ગધેડાની શક્તિને વિચાર કર્યા વગર, અંબાડી ઉપડાવી. તેમ રત્નત્રયીના અંશ વગરના કુશિષ્યોને, પરમાર્થના અજાણ સાધુઓ કે શ્રાવકોના ટોળાએ આપેલી પદવી સમજવી. તથા જેમ ગધેડાને કેઈએ નમસ્કાર ન કર્યા, અને કેટકિપર ચીડાઈને ગધેડે ગાળો ભાંડીને મરી ગયો તેમ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર વગરના કુસાધુઓ આચાર્ય–ઉપાધ્યાય-પંન્યાસ વિગેરે પદે પિતાની ઈચ્છાથી લે. અને સમાજને સત્કાર મળે નહીં.
પછી બારેમાસ ગુણના ભંડાર એવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓને ગાળો ભાંડે. નિંદા કરે. “સાલાઓ દષ્ઠિરાગિયા થઈ ગયા છે.” આવું બેલી-વિચારી કર્મ બાંધી મુગતિગામી બને છે. “ગુણી મહાત્માઓને પૂજાવાના વિચારો આવે જ નહીં.” પોતાની અંદરના ગુણદોષેની ખબર જ ન પડે તે માણસ જ નકહેવાય તો પછી આચાર્ય કેમ કહેવાય ?”
પ્રશ્ન : તો પછી આચાર્ય પદવી કોને આપવી અને કેવાઓએ લેવી?
ઉત્તર : લેવાની તો ઇચ્છા હોય જ નહીં. આચાર્ય પદવી લેવાની ઈચ્છા અથવા પિતાને વંદન કરાવવાની ઇચ્છા, પિતાના ગુણ સાંભળવાની ઈચ્છા; આ એક મોટામાં મોટી આત્માના દુર્ગણની નિશાની છે. ગુણ મહાપુરુષ પિતાના ગુણનાં વખાણ પિતાના મુખથી કરે નહીં. પરંતુ બીજા પાસે સાંભળે પણ નહીં. કઈક કવિરાજ– બડા બડાઈન કરે, બડા ન બેલે બેલ, હીરા મુખ નવ કહે, લાખ હમારા મેલ. ૧
ગંભીરતા ઉપર કાલભાચાર્યની કથા :
આચાર્ય ભગવાન કાલકાચાર્ય એક વાર પોતાના શિષ્યોના અવિનયથી કંટાળીને, એકલા જ વિહાર કરીને (ઉજજયિનીથી વિહાર કરીને સુવર્ણ ભૂમિ પધાર્યા હતા.) પિતાના પ્રશિષ્ય સાગરસૂરિ પાસે ગયા હતા. સાગરસૂરિએ આચાર્ય ભગવાન કાલકસૂરિ મહારાજના ઘણા ગુણે સાંભળ્યા હતા, પરંતુ ગુરુભગવાનનાં કયારેપણ દર્શન થયા ન હતાં, તેથી ગુરુમહારાજની ઓળખાણ ક્યાંથી હોય?