________________
આચાર્ય પદવી અયોગ્યને કેમ અપાય ?
ઉત્તર : બાલચંદ્રની આચાર્ય પદવીની ઈચ્છા અને અજયપાળની મિત્રતા તથા પદવી લેવા માટેનાં કાવતરાં વગેરે બનાવે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજની હાજરીમાં શરૂ થયાં હતાં. અને ગુરુમહારાજ મહાજ્ઞાની પણ હતા, પરંતુ અજયપાળ અને બાલચંદ્ર દ્વારા થતાં કાવતરાંઓ કરતાં પણ, નાલાયકને આચાર્ય પદવી આપવાનું પાપ, ઘણું મોટું હોવાથી, હેમચંદ્રસૂરિ મહારાજે પોતે આચાર્ચ પદવી આપી નહીં, અને પિતાના વફાદાર પટ્ટધર શિષ્ય રામચંદ્રસૂરિને અને શ્રીસંઘને આપવા પણ ના ફરમાવી હતી.
પ્રશ્ન : તો પછી આજકાલ પદવીઓ આપવામાં આવી તકેદારી રખાય છે ખરી?
ઉત્તર : જ્ઞાની ભગવંતે ફરમાવી ગયા છે કે, ગુજરાતી જોકમાઈ धीरपुरुसेहिं । जो तं ठबेइ अपत्ते, जाणतो सो महापापो ॥ १ ॥
અર્થ : મહાગુણોના ભંડાર ગૌતમ પ્રમુખ ધીર પુરુષે વડે વહન કરાએલો (ગણધર સૂરિ આચાર્ય દિવાકર ગણી, ક્ષમાશ્રમણ પર્યાય નામો છે) આચાર્ય શબ્દ કુપાત્ર કે અપાત્રમાં સ્થાપન કરે તે જાણતો છતો પણ મહાપાપી મનાય છે. અર્થાત્ શિષ્યના દેશે જાણ્યા હોય અને એવાને આચાર્ય પદવી આપે તે તે ગુરુ મહાપાપી ગણાય છે.
પ્રશ્ન : બાલચંદ્ર મહાવિદ્વાન હતો. છતાં તેને અગ્ય કેમ ગણાયે હશે?
ઉત્તર : શ્રીજૈનશાસનમાં એકલી વિદ્વત્તાને સ્થાન નથી. ભણેલા હોય પરંતુ આચારમાં ગોળ મીંડાં હોય, અષ્ટપ્રવચન માતામાં, શ્રદ્ધા કે આદર ન હોય. ઉત્તરગુણોમાં આદર ન હોય, અથવા ઉપેક્ષા હોય, તેવાઓને આચાર્ય બનાવાય નહીં. કહ્યું છે કે
जहा खरोचंदनभारवाही, भारस्स भागी नहु चंदणस्स ।
एवं खुनाणी चरणेणहीनो, नाणस्स भागी नहु सुग्गइए ॥ १॥
અથ : જેમ ચંદનના લાકડાને ભાર ઉપાડનાર ગધેડે ચંદનના કાષ્ટના ભારને ત્રાસ જ અનુભવે છે, પરંતુ તે બિચારા ગધેડાને, ચંદનની સુગંધ કે શિતળતાને સ્વાદ મળતું નથી, કારણ કે ગધેડાને ચંદનની સુગંધ કે શિતળતાની ઓળખાણ જ નથી. પછી તેને સુગંધ કે ઠંડક શી રીતે ભગવાય ? તેમ, “નાસ્ત સ્ટવિતિ” આવું જેને જાણવા મળ્યું જ ન હોય, તેને વિરતિના અભાવે સુગતિ શી રીતે મળે? અર્થાત્ વિરતિ વગર સ્વર્ગ કે મોક્ષ મળે નહીં.
પ્રશ્ન : તો પછી ભૂતકાળમાં કે, હમણાંના કાળમાં, આચાર્યાદિ પદવીઓ આપવામાં ઉપર બતાવ્યા મુજબ પદવી આપનાર કે લેનારની જવાબદારી અને લાયકાતને લક્ષ સચવાયે હશે ખરો?