________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
અર્થ : આચાર્ય-સૂરિ-ગણધર-ક્ષમાશ્રવણ-દિવાકર-વાચક આવા શબ્દો મહાગુણના–ભંડાર ગૌતમસ્વામી જેવા મહાપુરુષોમાં વપરાયા છે. તેને જાણી જોઈ પાત્ર અથવા કુપાત્ર શિષ્યોમાં થાપન કરે. તે પદવી આપનાર ગુરુ પાતે મહાપાપી ગણાય છે.
પ્રશ્ન : અપાત્ર અને કુપાત્રમાં અભેદ છે ?
ઉત્તર : જ્ઞાનાદિ ગુણાની સંપૂર્ણતા ન હોય, તે અપાત્ર ગણાય છે, અને મહાવ્રતાદિ મૂલ અને ઉત્તર ગુણના વિરાધક હાય, તથા ઉત્સૂત્ર પ્રરૂપક હાય, તેવા કુપાત્ર સમજવા.
૧૩૬
શ્રી સંઘે ખાલચંદ્રમાં યોગ્યતા ન હેાવાથી, આચાર્ય પદવી આપવાને અજયપાળની રાજસભામાં ઈન્કાર કર્યાં. તેથી રાજા અજયપાળ ખૂબ ગુસ્સે ભરાયા. અને મહામંત્રીશ્વર કપી પ્રમુખને આજ્ઞા ફરમાવી કે, ઉકળેલા તેલના કડાહમાં તળાઈ જાવ ! અગર ખાલચંદ્રને આચાય પદવી આપે ! તથા રામચંદ્રસૂરિ મહારાજને આજ્ઞા કરી કે, બાલચંદ્રને આચાર્ય પદવી આપેા, યા તા તપાવેલી શીલા ઉપર સૂઈ જાવ.
ગુરુઆજ્ઞાને અપ`ણુ થયેલા રામચંદ્રસૂરિ મહારાજે, રાજા અજયપાલનાંરાષપૂર્ણ વાકયેા ખરાખર સાંભળી લીધાં અને ઉત્તર આપ્યા કે, રાજન્! અમે મરણુ-જન્મના ભય ટાળવા માટે જ દીક્ષા લીધી છે, અને દીક્ષાની આરાધનાના પ્રતાપે હવે અમને મરવાના ભય નથી. કાલકાલસર્વૈજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજની આજ્ઞા આરાધવાથી, અનંતા મરણેાને તિલાંજલિ અપાય છે.
અને ગુરુ આજ્ઞાનો ભંગ કરવાથી, તમે ફરમાવેલા એક મરણથી મચી જવાય અને હજારો-લાખા મરણા વધે છે. આપની આજ્ઞા પાળવી જરૂરની હાય તાપણુ ગુરુઆજ્ઞાના રક્ષણના ખાતર, પાળી શકાશે નહીં. તે જ પ્રમાણે કપદ્દીમ ત્રી પ્રમુખ શ્રીસંઘના, આગેવાનોએ પણ ગુરુઆજ્ઞા પાળવા રાજાએ ફરમાવેલા ભયંકર હુકમનેા પણ સ્વીકાર કરી લીધા.
બધા મહાપુરુષોએ રાજસભામાં જ દેશ પ્રકાર આરાધના કરી લીધી. અને રામચંદ્ર સૂરિમહારાજ તપાવેલી શિલા ઉપર અનશન કરીને સૂઈ ગયા. તથા કપી મંત્રીશ્વર વગેરે આગેવાનાને રાજ્ય તરફથી ઉકાળેલા તેલના કડાયામાં ફેંકવામાં આવ્યા. બધા મહાનુભાવા આરાધનાથી મરીને સ્વર્ગમાં પધારી ગયા.
પ્રશ્ન : શાસ્ત્રોમાં યામિયોનાં પાઠ છે. રાજાની આજ્ઞાથી, મરણાન્તકષ્ટમાંથી બચવા માટે, નિણ્ યને ફેરવવા પડે તાપણ ફેરવી શકાય છે. પરંતુ મરવું નહીં. આ વાતના ઉદાહરણા પણ કાતિ કશેડ વગેરેનાં શાસ્ત્રામાં જોવાય છે. અહીં પણ રાજાની આજ્ઞાથી કાર્તિકશેઠની પેઠે સંધે અને રામચ ંદ્રસૂરિએ, ખાલચંદ્રને આચાય પદવી આપી હેાત તે ખાવા ભયંકર મરણે મરવુ' પડત નહીં ને ?