________________
ગતાનુગતિક-ગાડરિયે પ્રવાહ
૧૪૧ એક ગામડા ગામમાં, આખા ગામમાં વડેરાં તરીકે પ્રસિદ્ધ પામેલાં, એક ડોસીમા રહેતાં હતાં. તેઓ ઘરગથ્થુ ઔષધે પણ જાણતાં હતાં. બીજી બીજી પણ જૂની વાતો માજી લોકોને સંભળાવતાં, તેથી લાંબા ગાળે ડોસીમાં આખા ગામનાં સલાહ લેવા યોગ્ય બની ગયાં હતાં. અને લોકોને ડેસીમાની સલાહ અનુકૂળ થઈ જતી હતી.
ડાસમાને પિતાને દીકરે એક જ હતું. પરંતુ દીકરાના દીકરા છ સાત હતા. ડોસીમાને દીકરો ને વહ અને વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ પરોકવાસી થઈ જવાથી, પોત્રોને વરાવવાને ભાર માળ ઉપર જ પડવાથી, માજીને કુટુંબની વ્યવસ્થાનું ખૂબ સંભાળવું પડતું હતું. કુટુંબમાં અને જ્ઞાતિમાં પણ ડેસીમાને માનમરતબ સારે હતો.
તેથી માજીના પત્રો મોટા થતાં એક જ સાલમાં, બબ્બે ત્રણ ત્રણ માસના અંતરે ત્રણ છોકરાઓનાં લગ્ન લેવાયાં હતાં. સૌથી મોટો પૌત્ર પાંચેક વર્ષ અગાઉ પરણેલે હતે. તેથી મોટા પૌત્રની પત્ની, વડી સાસુની આજ્ઞા મુજબ ઘરમાં આગેવાન હતી. જ્યારે બીજા નંબરના પૌત્રના લગ્નનો પહેલો દિવસ આવ્યા અને માળા પહેરાવવાના મુહૂર્તની તૈયારી થતી હતી. ત્યારે ઘણા વખતથી ઘરમાં રહેતી અને આમ તેમ આંટા ફેરા લગાવતી બિલાડી બહાર આવી, બધા મહેમાનો વચ્ચે મ્યાઉ મ્યાઉં કરવા લાગી. ડેસીમાના ઘેર બારે માસ બેચાર ભેંસે તો દૂઝણું હોય જ, તેથી વલેણું હંમેશ થતું હોવાથી, વલેણાની ગોળી ઘરના મધ્ય પરસાળમાં જ પડી રહેતી હતી. આજે પુત્રના લગ્નની માળાના મુહૂર્તનો માંગાલક દિવસ હતો અને બિલાડી વખતે આડી ઊતરે તે, વહેમ પડવાના કારણે મોટી વહુને આજ્ઞા કરી કે –
આ બિલાડીને છાશની ગેળીમાં પૂરીને ઉપર ઢાંકણું ઢાંકી દે. વહુએ વડસાસુની આજ્ઞા મુજબ કર્યું, અને વિવાહનાં બધાં માંગલિક કાર્યો પતી ગયાં. વિવાહના દિવસેમાં જ્યારે જ્યારે ખાસ પ્રસંગ હોય ત્યારે, બિલાડીના અપશુકનના ભયનિવારણ માટે, તેને છાશની ગેળીમાં પૂરી દેતા હતા, અને કાર્ય થઈ ગયા પછી બહાર કાઢતા હતા.
ભવિતવ્યતાથી ત્રણે વિવાહમાં બિલાડીને, પાંચ દશ વાર ગળીમાં પૂરવી પડેલી. અને આ વિધિ મોટી વહુએ અને પછી પણ પરણીને આવેલી વહુઓએ, બરાબર જેએલે. લગ્ન પછી વર્ષે બે વર્ષ માજી સ્વર્ગ સીધાવ્યાં અને ઘરનું વડીલપણું મટી વહુની ઉપર આવ્યું. બિલાડીને પૂરવાને ખુલાસે માજીએ કરેલે નહિ અને વહુએ પુછેલે પણ નહિ અને બીલાડી પણ મરી ગઈ
પરંતુ પછીથી જ્યારે જ્યારે, ઘરમાં વિવાહના પ્રસંગે આવ્યા ત્યારે ત્યારે, બહારથી પણ શોધી લાવી બિલાડીને ગોળીમાં પૂરવાને પરંપરાને વિધિ બની ગયો, અને તે કુટુંબમાં ચાલુ રહ્યો હશે. પછી કોઈ ડાહ્યા માણસેએ આવી અંધ પરંપરા બંધ કરાવી હશે. આવા વિચાર વગર પેસી ગયેલા કુરિવાજો, પાપપુણ્યને કે યશઅપયશનો ભેદ સમજ્યા વગર ચાલુ રહ્યા છે.