________________
૧૪૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ તેમ શ્રીવીતરાગદેવને શુદ્ધ અને અવશ્ય મોક્ષદાયક ધર્મમાં પણ, મોટા ભાગે ગતાનુગતિકતા કે અંધપરંપરા જેવું જીવન જીવનારા આત્માઓ હોય છે, પ્રાયઃ દેવ-ગુરુ-ધર્મ જેવી મહામૂલ્ય વસ્તુને સમજવા પ્રયાસ કરતા નથી. તેથી જ્ઞાનીઓ ફરમાવે છે કે, અનંતીવાર જેનધર્મ મળવા છતાં જીવને હજુ સંસાર ભ્રમણ ચાલુ છે. - संसारसागरभिणं परिभमतेहिं सव्वजीवेहिं । गहीयाणिय भुक्काणिय गंतसो दव्वलिंगाई ॥१॥
અર્થ: આ સંસાર એટલે ચૌદ રાજલોક, ચાર ગતિ, છ કાય, ચોરાસી લાખ યોનિ, અનંતાનંત જીવરાશિમાં, પરિભ્રમણ કરતા અને બાદરભાવ પામેલા બધા જીએ પ્રાયઃ અનંતીવાર શ્રી જેનશાસનમાં પણ જન્મ લીધા હોય. સાધુના કે શ્રાવકના વેશ પણ અનંતીવાર પહેર્યા હોય, તાત્પર્ય એ જ છે કે મૂર્ખ ધર્મ પણ વેઠિયાની પેઠે જ આચર્યો હશે. અને તેથી જ હજી પણ સંસારનાં પરિભ્રમણ અને દુઃખો ચાલુ રહ્યાં છે.
પ્રશ્ન : આચાર્યપદવી આપવા લેવામાં દેખાદેખી કે અનુકરણ હેય. અથવા કેઈપણ આચાર્ય પદવી આપે અથવા લે તો ખોટું શું?
ઉત્તર : આ વાત આપણે ગૂંદોદરદો આ ગાથાના અર્થથી જોઈ ગયા છીએ. વળી બૃહતક૫ની ગાથા ૨૪૧ થી ૨૪૪ સુધી જાણી લેવાથી સમજાય તેવું છે કે, ગમે તેવાને આચાર્ય પદવી અપાય નહીં, અને લેનારે લેવી પણ જોઈએ નહીં. જુઓ ભૂતકાળના મહાપુરુષોએ આચાર્ય પદવી વગેરે માટે કેટલી સાવચેતી રાખી છે.
બાલચંદ્રને આચાર્ય પદવી ન આપવાથી તે અજયપાળને મિત્ર બન્યું. રામચંદ્ર સૂરિમહારાજ અને કપદ્દમંત્રીનું મરણ, તે પણ ન સહી લેવાય તેવું થયું. આવું બધું સમજવા છતાં, બાલચંદ્રને આચાર્યપદવી ન આપ્યાનું, આપણે ઉપર જોઈ ગયા છીએ.
ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીએ પોતાના સગા નાનાભાઈ વરાહવિહરને આચાર્ય પદવી આપી નહીં. તેથી તેણે દીક્ષા મૂકી દીધી. આચાર્ય મહારાજને અને જેનધર્મને, જેનસંઘને, શત્રુ બને. જી ત્યાંસુધી કાવાદાવા કર્યા. મરીને વ્યંતર છે. શ્રીસંઘને હેરાન કરવા થયું તેટલું કર્યું.
સાડાનવપૂર્વ ભણેલા આરક્ષિત સૂરિમહારાજે, પિતાની પાટ પોતાના સગા ભાઈ ફશુરક્ષિતને, તથા સગા મામા ગેષ્ઠામાહિલને, તથા તેવા જ વિદ્વાન આર્યવિશ્વને આપી નહીં. ગોષ્ઠામાહિલ અને ફલ્યુરક્ષિતને પટ્ટધર બનાવવા કુટુંબીઓ અને મેસાળ પક્ષનું દબાણ હતું. પરંતુ આચાર્ય લાગવગને પણ વશ થયા નહીં.
તથા સુધર્મા સ્વામીની પરંપરાએ થએલા અઢારમા આચાર્ય ભગવાન પ્રદ્યતન સૂરિમહારાજે પિતાના પટ્ટધર બનનાર માનદેવસૂરિ મહારાજ માટે કેટલી ઝીણવટ કરી હતી.