________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ઉત્તર ઃ ભવના ભીરુ આત્માઓએ આચાર્યાદિ પદવીઓ આપવામાં સંપૂર્ણ ઉપયોગ રાખ્યાના દાખલાઓ શાસ્ત્રોમાં ચાક્કસ નોંધાયા છે તે નીચે મુજબ જોઈ શકાશે.
૧૩૮
૧. ત્રીજા પટ્ટધર પ્રભવાસ્વામી મહારજે પેાતાના અતિ મેાટા જવાબદારીવાળા સ્થાન ઉપર બેસાડવા, પટ્ટધર માટે પોતાના સમગ્ર સાધુસમુદાયમાં, ચૌદપૂર્વના જ્ઞાનના ઉપયાગથી તપાસ કરી. પરંતુ યોગ્ય આત્મા દેખાયા નહીં. પછી સમગ્ર શ્રાવક સંઘને પણ જ્ઞાનશક્તિથી તપાસી જોયા. પરંતુ એક પણ આત્મા યાગ્ય દેખાયા નહીં. ત્યારે છેવટે અજૈન દર્શનમાં, રાજગૃહીનગરીમાં, સ્વયંભવ નામના બ્રાહ્મણને, સંપૂર્ણ યાગ્યતાવાળા જાણીને, બે સાધુએ માકલી, પ્રતિષેધ પમાડી, દીક્ષા આપી, ચૌદપૂર્વ ભણાવીને, આચાય પદવી આપી. પોતે અનશન કરી સ્વર્ગવાસી થયા. ઇતિકલ્પસૂત્ર સ્થવિરાવળી.
પ્રશ્ન : તે કાળમાં સાધુ કે શ્રાવક સમુદાય અર્જુ અલ્પ સંખ્યામાં હશે ?
ઉત્તર : તે કાળમાં સાધુ સમુદાય લાખોની સંખ્યામાં હતા. અને શ્રાવકે ક્રાડાની સંખ્યામાં હતા. ચેાથેા આરા ગયાને હજીક સીત્તેર પેાણાસા વષજ થયાં હતાં.
પ્રશ્ન : પ્રભુ મહાવીર સ્વામીના ખુદના સાધુ ચૌદ હજાર જ હતા. અને શ્રાવકે એક લાખ ને એગણસાઠ હજાર જ ગણાવ્યા છે. તે એટલી વારમાં આટલી મેાટી સંખ્યા કેવી રીતે વધી ગઈ ?
ઉત્તર : જિનેશ્વર દેવાના સાધુએ કે સાધ્વીઓની–અગર શ્રાવકે કે શ્રાવિકાઓની સંખ્યા અતાવી છે તે, પ્રભુજીના ખુદના શિષ્યા, શિષ્યાઓ, શ્રાવક, શ્રાવિકાએ સમજવા. પરંતુ ગૌતમસ્વામી વગેરેના શિષ્યપરિવાર ઉપરની સંખ્યાથી જુદો સમજવા.
તેથી પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર શિષ્યાને પ્રત્યેકના પરિવાર વિચારાય તા, લાખાની સંખ્યામાં સાધુ હતા તે દીવા જેવું લાગે છે. કેમકે ફક્ત ગૌતમસ્વામીના ૫૦ પચ્ચાસ હજાર શિષ્યા હતા. તેમ નદીષેણજીને વેશ્યાના ઘેર રહીને, દશને પ્રતિબાધ્યા પહેલાં પારણું ન કરવાના અભિગ્રહ હતો. તે બધા દીક્ષિતાના સરવાળા પ્રતિવર્ષ છત્રીસસેાના થાય છે અને ખાર વર્ષના તેતાલીસ હજાર ને અસા, ફક્ત નદીષેણુના પ્રતિખેાધેલા મહામુનિરાજો થાય છે. એમ પ્રભુજીના પ્રશિષ્યાનો સમુદાય વિચારાય તેા લાખા થાય તે યુક્તિસંગત સમજાય તેવુ' છે.
પ્રશ્ન : જો એમ લાખા સાધુએ હેાવા છતાં અને ચેાથા આરા જેવા જ સમય હાવા છતાં, અને પ્રાયઃ અપવાદ કે પ્રમાદ વગરનુ` ચારિત્ર હોવા છતાં, આચાય પદવી માટે યોગ્ય ન જ મળ્યા એ કેમ સમજી શકાય ?
ઉત્તર : જેવુ સૈન્ય હાય તેને યોગ્ય સેનાધિપતિ પણ હાવા જોઈએ. જેવું શહેર હાય તેવા કાટવાળ પણ હાવા જોઈએ. એ ન્યાયે, તે કાળના મહામુનિરાજો મહાજ્ઞાની, મોટા ત્યાગી, મહાતપસ્વી, પ્રભાવક પ્રતાપશાળી હતા. તેવા બધાના નાયક