________________
૧૩૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
46
સુનંદા રૂપ નિહાળીને, પ્રકયા ચિત્તમાં માર, રૂપસેન ભવ પાંચમાં, પામ્યા પશુ અવતાર.” ૪
“ સર્પહંસ ને કાગડા, હિરણ ને હસ્તી થાય, સુનંદા રૂપ નિહાળીને, પાંચ ભવા સર્જાય, ૧
17
અર્થ : ફકત સુનંદા રાજપુત્રીનું રૂપ જ જોયું. પરસ્પર રાગ થયા, મળવાને સંકેત થયા. રૂપસેન મળી શકયા નહીં. પરંતુ વચમાં જ મરણ પામ્યો. બીજી ખાજુ અજાણ્યો ચુડા, જુગારી, સંકેત સ્થાને આવીને, અંધકારમાં એળખાણ વગર કુમારીના શિલને અને આભૂષણાને લૂટીને ચાલ્યા ગયા. તેજ ક્ષણે મરણ પામેલા રૂપસેન સુન ંદા કુમારીના ગર્ભમાં ઉત્પન્ન થયા. સુન ંદાએ ગર્ભપાત કરાવ્યા અને કાઈ રાજાને પરણી. રૂપસેન-ગ, સર્પ, કાક, હંસ, હરિણ અને હાથી થયો. બધાં અકાળ મરણેા થયાં. રૂપસેન વિણકપુત્ર હતા. સુનંદા રાજકુમારી હતી. ફકત ઝરૂખામાં ચક્ષુ મેળાપ થયો હતા. માત્ર સ્ત્રીનું કયું રુપ જોવામાં, તન્મય થવામાં, રુપસેન આટલું દુઃખ પામ્યા.
હવે . અભયદેવ મુનિરાજે એકવાર વ્યાખ્યાનસભામાં વીરરસનું વર્ણન આવ્યુ. વ્યાખ્યાન કરવાની અજબ શિતથી સભા પણ શૌય રસમાં તરખેાળ બનીને લડવા તૈયાર થઈ ગઈ. આ વાત તરફે ગુરુમહારાજનું ધ્યાન ગયું. ગુરુમહારાજે પધારીને, શાંત રસમય વ્યાખ્યાન સંભળાવીને સભાને શાંત બનાવી. પરંતુ ગુરુ મહારાજને દુ:ખ થયું. અને છેવટે ખાનગીમાં અભયદેવ મુનિરાજને પાસે બેસાડીને આવક-જાવક નફા-તાટાનો વિચાર સમજાવીને, ઘેાડી બુદ્ધિ ઘટાડવાનો આગ્રહ કર્યો. અને મુનિરાજે ગુરુવચનને સ્વીકાર કરી લીધેા.
પ્રશ્ન : સમગ્ર માનવજાતને કીમતીમાં કીમતી ધન બુદ્ધિ ગણાય છે. બુદ્ધિને કાઈ ચારી કરી શકે નહિ. લૂંટાય નહિ. રાજાના કર લાગે નહિ. ભાઈ એ ભાગ માગે નહિ. અગ્નિથી ખળે નહિ. લાખા ખરચતાં મળે નહિ. વળી કોઈની લાવી આવતી નથી. કોઈની નાશ કરવાથી જતી નથી. બુદ્ધિ ઘણી હાવાના ફાયદા તેા હજારા દેખાયા છે અને દેખાય છે. પરંતુ બુદ્ધિને ઘટાડવાની વાત તા આજે નવી જ લાગે છે, તેનું કેમ ?
ઉત્તર : જગતના ફાયદા-નુકસાન, શરીરના સુખદુઃખની આવક-જાવક સાથે જોડાયા છે અને કેવળ શરીરને જ ઓળખનારા આપણા જેવા પુદ્ગલાનંદી જીવાને, શરીરનું આરોગ્ય, લક્ષ્મી, બુદ્ધિ, પત્ની અને પરિવાર, આ પાંચ વસ્તુ મનપસંદ મળ્યાં હોય તે પોતાને સ્વર્ગ જેવા સંસાર માને છે. પરતુ આ પાંચ વસ્તુમાં ભાન ભૂલેલા જીવા, મરવાના છેલ્લા ક્ષણ સુધી પણ, આવતા જન્મની કે સંસાર પરિભ્રમણની અને ચાર ગતિના દુઃખની વિચારણા કરતા જ નથી.
પ્રશ્ન : સસારની અસરતા સમજવા માહે, હેય–જ્ઞેય-ઉદ્યાદેય સમજવા માટે પણ, બુદ્ધિ વધારે હાય તે સારું? કે ઓછી હાય તે સારું ? આપણા પેાતાના શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં પણ બુદ્ધિના દરિયા ગણધર મહારાજો વગેરેનાં વખાણેા જ થયાં છે. બુદ્ધિ