________________
૧૨૮
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન: તાલપુટ વિષથી શું નુકસાન થાય છે? ઉત્તર : તાળવાને અથવા જીભને અડકે કે તરત મરણ થાય છે. પ્રશ્ન : શરીરની ટાપટીપ ને વિષની સરખામણી શા માટે?
ઉત્તર : શરીરની ટાપટીપ, વને શણગાર પણ સ્વ–પરને વિકાર ઉત્પન્ન કરાવે છે. ત્યાગી પુરુષ શરીરને શણગારતા નથી. “તમી મનપ્રિયઃ ” પ્રાયઃ અવિકારી આત્માઓને શરીરની વિભૂષા ગમે જ નહીં. અને શરીરને શોભાવનાર પિત પડે નહીં તે તેને પાડનાર જરૂર મળી જાય છે.
માટે જ પિતાનું શીલવ્રત ટકાવવા જૈન સાધ્વીઓ માથાને એટલે-વેણી રાખે જ નહીં. માથાના કેશને લેચ કરે છે, વાળને હાથ વડે ઉખાડી નાખે છે. તથા કેટલીક બ્રાહ્મણ જાતિઓમાં વિધવા સ્ત્રીઓ બારે માસ હજામત કરાવે છે. અહીં પણ શિલ રક્ષણની જ મુખ્યતા જાણવી. બાવાએ બારે માસ નાગા રહે છે. શરીરે ભસ્મ લગાવે છે. અહીં પણ શિલ રક્ષણની આગેવાની સમજવી.
પ્રશ્ન: પૌષ્ટિક લચપચતા, છવિ ગઈથી બનેલા ખેરાકોને જૈન સાધુ માટે તાલપુટ વિષની ઉપમા કેમ ?
ઉત્તર : ખોરાક જ વિકારનું કારણ છે. ઘી, દૂધ, દહીંને જૈન શબ્દમાં વિગઈ શબ્દ લગાડવામાં આવ્યું છે.
પ્રશ્નઃ વિગઈ શબ્દનો અર્થ શું?
ઉત્તર : વિજ જિમિયો, વિજાથે જોગમુંબઇ રાદુ વિજ વિત્તાવા, વિજ વિરું થાને છે ? | ઇતિ ચૈત્યવંદન ભાષ્ય ગા. ૪૦
અર્થક વિકારના અગર દુર્ગતિના ભયવાળો આત્મા પણ, દૂધ, દહીં, ઘી વગેરે છ વિગઈઓને, અથવા તો ઘી, દૂધ, દહીં આદિના વેગથી બનેલા પકવાનોને, જે ખાય છે, ભગવે છે, વાપરે છે, તે તે આત્માઓને વિકારી બનાવે છે. અને દુર્ગતિમાં લઈ જાય છે. અર્થાત્ વિગઈને ભેગવનાર આત્મા વિકારી થાય છે. અને દુર્ગતિમાં જાય છે. તથા વળી કહ્યું છે કે – दुद्ध-दहि विगईओ, आहारेइ अभिक्खणं । अरए अ तवोकम्मे, पावसमणुत्ति बुच्चई ॥१॥
અર્થ: દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ (સાકર-ખાંડ) અને મિષ્ટાન્ન આ છે વગઈ એને હમેશ વાપરતા હોય, પરંતુ તપશ્ચર્યા ન કરતા હોય તે તેવાઓને grgશ્રમ કહ્યા છે. (ઉત્તરાધ્યયન)
પ્રશ્ન : ભૂતકાળના મુનિરાજે પણ મિષ્ટાન્ન-પરમાન્ન વહેરતા હતા, એવાં શાસ્ત્રોમાં વણને જોવામાં આવે છે.