________________
૧૦૦
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ માતપિતા વિદ્યાગુર, જૈન ધર્મ દાતાર, ઉપકારે
સમજે નહીં, એ પણ એક ગમાર.” તથા શાસ્ત્રો ब्यूढो गर्भः प्रसवसमये सोढमत्युग्रशूलं । पथ्याहारैः स्नपनविधिभिः स्तन्यपानादि कृत्यैः । विष्टामूत्रप्रभृतिमलिनैः कष्टमासाद्यभूरि । त्रातः पुत्रः कथमपि यया स्तूयते सैवमाता ॥ १ ॥
અર્થ: પિતાના વહાલા સંતાન માટે માતાઓ કેટલું સહન કરે છે? ગર્ભ આધાન; ગર્ભને ભારફ પ્રસૂતિની ઉઝપીડા, શૂલની અસહ્ય વેદના, બાલકના આરોગ્ય માટે, પિતાના ખાન, પાન, શયન, આસનની કાળજી, સમયસર સ્તનપાન કરાવવું, સ્નાન કરાવવું, બાળકની વારંવાર અપવિત્રતાની શુદ્ધતા કરવી, અપવિત્ર કરેલાં વસ્ત્રો તથા શયનોની શુદ્ધિ કરવી; વળી કારણ કે કારણ વગર પણ રડતા બાળકને સાંત્વન આપવું.
કેટલીક માતાઓ પ્રથમ પ્રસૂતિમાં, પ્રારંભની બેત્રણમાં, અથવા પ્રત્યેક પ્રસૂતિમાં અસહ્ય વેદનાઓ ભેગવે છે. વખતે મરણ પામે છે. મૂળરાજ સોલંકીની માતા લીલાદેવી પ્રસૂતિમાં જ મરણ પામ્યાં હતાં, તથા મૌર્ય ચંદ્રગુપ્તની રાણીને ગર્ભમાં રહેલા કુમાર બિંદુસારને બચાવવા, અકાળે મરવું પડયું હતું. મહાસતી સુલસા શ્રાવિકાને, બાલકના જન્મ પ્રસંગે અસહ્ય વેદના થઈ હતી. મહાસતી અંજનાદેવીને ગર્ભવતી દશામાં સાસુ કેતુમતીએ ઘરમાંથી કાઢી મૂક્યા હતાં.
તેથી અંજના મહાસતી વસંતતિલકા સખી સાથે પિતાના ઘેર ગયાં. પરંતુ નગરના દરવાજામાં પેસવા પણ મળ્યું નહીં. આ બધાનું કારણ અંજનાદેવીના ગયા જન્મના અશુભ કર્મોને ઉદય જ હતો. છતાં પણ મહાપુરુષ હનુમાનજીએ સીતા સતીની શોધ કરવા જતાં રસ્તામાં માતામહનું નગર આવ્યું ત્યારે પિતાની જનની અંજનાને થયેલું અપમાન યાદ આવ્યું અને બદલામાં મામા અને માતામહને થોડાં ક્ષણો ગભરામણમાં મૂકી દીધા હતા, અને માતાના અપમાનને ચમત્કાર દેખાડે.
ઘણી સ્ત્રીઓ પતિના અકાળ મરણથી અને ઘરમાં આજીવિકાનું સાધન ન હોવાથી, કેઈ સ્થાનેથી પાઈ પણ પ્રાપ્ત ન થાય તેવા સંગમાં, ખાનદાન બાઈએ પિતાનું શીલ સાચવીને, પારકી મજૂરી કરીને, પણ પોતાનાં બાળકને ઉછેરે છે. પગભર બનાવવાના બધા શક્ય પ્રયાસો કરે છે. પોતાની પાસેના મહામૂલ્ય દાગીના અને વને પાણીના મૂલ્ય વટાવીને પણ નાનાં બાળકોને મોટાં કરે છે. માતાના ઉપકાર માટે જ્ઞાનિપુએ ઘણું કહ્યું છે.
ભગવાન મહાવીર સ્વામીએ ગર્ભમાં રહેતાં પણ મારાં માતુશ્રીને દુઃખ ન થાય એ વાતને ધ્યાનમાં રાખી હલન-ચલન પણ બંધ કર્યું હતું. પરંતુ માતા ત્રિશલાદેવીને, ગર્ભના હલન-ચલનના અભાવથી ગર્ભ નાશ થઈ જવાને વહેમ પડે, માતા ખૂબ રેયાં, વિલાપ કર્યા, સખીઓ, દાસીઓ, પ્રધાને અને આખું રાજમંડલ પણ શેકમાં ગરકાવ થઈ ગયું. આ છે પુત્ર પ્રત્યેને માતાને રાગ.