________________
૧૨૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
આવી જ બીજી પણ એક આ કાળની ઘટના જણાવાય છે.
વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડના પાટવીપુત્ર કુમાર ફત્તેહસિંહરાવ કુમારઅવસ્થામાં (રાજા થયા વિના) પરલેાક ચાલ્યા ગયા. જાણવા મળ્યુ છે કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે, કુમાર ફત્તેહસિંહરાવને, બાળકાળમાં એક સાચા માતી અને હીરાથી ભરેલી તે કાળમાં પણ ઘણી જ કીમતી ટોપી કરાવી આપી હતી અને હુંમેશ તે પહેરતા હતા.
કુમારે આ ટોપી કેટલાક વખત વાપર્યા પછી, કયારે પણ પહેરેલી કુમારના મસ્તક ઉપર નહી' દેખાવાથી, અને ખીજા માણસે દ્વારા ટાપી ખાવાઈ ગયાના સમાચાર મળવાથી, મહારાજાએ ટોપી માટે કુમારને પૂછ્યું. ટોપી કેમ પહેરતા નથી ? કુમારના ઉત્તર: બાપુ! આ ટોપી તે મે' મારા એક મિત્રને ઇનામ આપી દીધી છે.
મહારાજાના આવેશપૂર્ણાંક પ્રશ્ન : અરે મૂખ ! આવી મહા કીમતી ટોપી ઇનામમાં અપાય ? કુમારના ઉત્તર : રાજામહારાજાઓના બાળકો તા ઇનામ આપે એ કીમતી જ હાયને ?
મહારાજાના પ્રશ્ન ઃ ભાઈ હું રાજા છું મે કયારે પણુ આવી કીમતી વસ્તુ દાન કે ઈનામમાં આપી નથી. અને તુતા ખળક ગણાય, તારા હાથે આવું કીમતી ઇનામ ?
કુમારના ઉત્તર : બાપુજી ! આપ એક ગરીબ ખેડૂતના પુત્ર હતા. ગરીબ પિતાના પુત્રમાં ઉદારતા આવે કયાંથી ? જ્યારે હું તો આવન કિલ્લાના ધણી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારના કુમાર છું. આપના માતાપિતામાં અને મારા માતા-પિતામાં એક કપર્દિકા અને ક્રોડ સોનામહેાર જેટલું અંતર છે. કુમાર ફત્તેસિંહરાવ ગાયકવાડનું, આવું કાલુંઘેલું પણ ઘણું જ અપૂર્ણ વાકય સાંભળી, મહારાજા ખૂબ જ ખુશી ખુશી થઈ ગયા. અને હસી પડયા.
ઉપર મુજબ મહારાજા કુમારપાળ પ્રત્યે મંત્રીશ્વર આમ્રભટનાં, કાપડીના વેશમાં આવેલા રાજા વીરધવલ પ્રત્યે, મહાસતી અનુપમાદેવીનાં, પેાતાના રાજવી પ્રત્યે, ભીખલા ભિખારીનાં, તથા પોતાના પિતાજી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રત્યે કુમાર ફત્તેસિંહરાવનાં, થાડાં પણ અપૂણ વચના ઘણાં કિંમતી થયાં. ગુનાની માફી ઉપરાંત માટી પ્રસન્નતાનું કારણુ થયાં.
આ સંસારના બધા વહેવારો, બુદ્ધિમાન મનુષ્યાના ભેજા એમાંથી નીકળેલા, વચનોના આધારે શરૂ થયા છે. તેવી રીતે ધર્માંના બધા શુદ્ધ માર્યાં, વીતરાગ પરમાત્મા તીથંકર દેવાના સગપણામાંથી શરૂ થયા છે. માટે જ તે મહાપુરુષાની શુદ્ધ આજ્ઞા જીવમાં સ્થિર થઈ જાય તેા જરૂર સંસાર ટૂંકા થઈ જાય.
કોઈ પણ ગુણી કે ઉપકારીની સેવાનું મહાત્મ્ય અને ફળ ઘણું મોટું હોવા છતાં પણ, જ્ઞાની—ગુણી અને ઉપકારી મહાપુરુષની આજ્ઞાનો અમલ કરવા તે અતિ ઉચ્ચ મા છે. સેવાથી સ્વર્ગ મળે અને આજ્ઞાથી અપવર્ગ મળે, “ સેવા આપે સ્વ ને. જિનઆણા અપવ, ’