________________
૧૨૩
અમૃત અને ઝેર બંને વસ્તુ જહામાં રહે છે.
પ્રશ્ન: સંત પુરૂષનાં અને અન્ય માણસના વચનમાં આટલે મોટે ભેદ શા માટે? ઉત્તર : રસનામાં અમૃત વસે, રસના વિષ કહેવાયા મળે લાખ ઈનામમાં પ્રાણ નાશ પણ થાય. સંત વચન અમૃતસમાં, દુર્જન વિષ સમાના
અભયદાન સંતે વદે દુર્જન પાપ નિદાન. વચનભેદનું દૃષ્ટાન્ત
૧૦. એકવાર જુનાગઢને રાજા રા'ખેંગાર શિકાર કરવા ગિરમાં ભટકતો હતો. દશ પંદર સસલાઓનાં મડદાં અશ્વના પુચ્છ સાથે બાંધેલાં ઘસડાતાં આવતાં હતાં. રાજાના સાથીદારે છુટા પડી ગયા હતા. એકલે થઈ ગયેલો રાજા, માર્ગથી વિખૂટો પડી ગયો હતો. સુધા અને તૃષાએ મર્યાદા વટાવી હતી. તેથી આંખમાં અંધારાં આવતાં હતાં, દિવસ હોવા છતાં આંખ મીચાઈ જતી હતી. કેઈ મનુષ્ય દેખાય તો માર્ગ પૂછું. મને માર્ગ ઉપર લૈ જાય. અને વહેલો સ્થાન ઉપર પહોંચું. એવા જ વિચારે ચાલુ હતા.
એટલામાં એક વૃદ્ધ ચારણ દેખાયો. ચારણને રાજાને વેશ, રાજાની નિર્દયતા, અને રાજાની વર્તમાન વિહ્વળતા; બરાબર ધ્યાનમાં આવી ગઈ હતી.
રાજા રા'ખેંગારને ચારણને પ્રશ્ન : ભાઈ, હું માર્ગ ભૂલ્યો છું. મુંઝાયે છું. સાચે માર્ગ બતાવી શકો છો ? ચારણને રાજા રા'ખેંગારને માર્ગ પ્રસ્તાવ
“જીવવહેતાં નિરય ગઈ, અવહેતાં ગઈ સગ્ગ.
હું જાણું દય વટ્ટડી જિણ ફાવે તિણ લગ્ન? 7 ભાવાર્થ: હજુર ! જીવહિંસા કરવાથી, નરકગતિના માર્ગે જવાય છે. અને જીવને બચાવનાર મનુષ્ય, સ્વર્ગના માર્ગ તરફ જાય છે. આ સિવાટ બે માર્ગ છે. હે જગતના રખેવાળ ! તુને ઠીક લાગે એ માર્ગે ચાલવાનું શરૂ કરી
પશુ બિચારા રાંક, ભય પામી વનમાં વસ્યા ! પણ હિંસક માનવ જાત, શસ્ત્રો લઈ પાછળ ધસ્યા છે ૧ | પીએ નદીનાં નીર, ભક્ષણ કરતા ઘાસનું ! તે પશુઓને નાશ સૂચન નારકાવાસનું , ૨ | જીહાને ધિક્કાર, પરના પ્રાણ હરાવતી ! બુદ્ધિને ધિક્કાર, હિંસક કામ કરાવતી છે કે છે શરીરને ધિકકાર. પ્રાણીનાં અવયવ જમે ચક્ષુને ધિકકાર માંસાહાર જોવો ગમે છે જ !