________________
૧૨૧
વચન રચનાથી ફાંસીની જગ્યાએ મેટું ઈનામ પ્રજાજનની ફરિયાદ સાંભળ્યા પછી, ન્યાયનિષ્ઠ અને મહાબુદ્ધિશાળી આપણા મહારાજાએ, પ્રજાજનની ફરિયાદનું પિતે જાતે પણ નિરીક્ષણ કરવું જોઈએ, એમ વિચારીને પ્રસ્તુત અપશકુનિયાળ ભિખારીને, પિતાના રાજમહેલમાં બેલા, સ્નાન કરાવ્યું, સુંદર વ પહેરાવ્યાં, અને સુસ્વાદુ ભોજન કરાવી, પિતાની પાસે, રાજ્યના માનવંતા મહેમાનની માફક, સુંદર બિછાનાઓ વચ્ચે, અતિ કીમતી-શમ્યા ઉપર, તેને સુવડાવ્યો, અને સવારના વહેલી પ્રભાતે, પરીક્ષાની ખાતર જ સૌ પ્રથમ તે કમભાગ્ય માનવીનું મુખ જોઈ લીધું.
મહારાજા વળતી ક્ષણે જ જમવા બેસવાના હતા, રસવતીઓ તૈયાર હતી, બાજોઠ અને થાળ મુકાઈ ગયા હતા. મહારાજા જમવા પધારે અને રાઈ પીરસાય, એટલી જ ઢીલ હતી. તેટલામાં ક્ષણવાર પણ ન ચલાવી લેવાય તેવી, શત્રુ-રાજાઓની ચડાઈને સમાચાર મળ્યા. અને મહારાજાને જમ્યા વિના જ, શત્રુઓને સામને કરવા જવાની ફરજ પડી. આખો દિવસ અને લગભગ અધી રાત્રિ ગયા પછી, ખૂબ પરિશ્રમિત થયેલા, મહારાજા મહેલમાં પધાર્યા. અને જમ્યા વિના સૂઈ ગયા.
આ બનાવથી પ્રજા વર્ગની ફરિયાદને સંપૂર્ણ ટેકો મળે છે. ભીખલે ભિખારી ખરેખર અપશકુનિયાળ નકકી થાય છે. માટે તેવા માણસને દેશનિકાલ કરવાથી પણ, જ્યાં જશે ત્યાં, અપશકુન આપશે. તેથી ન્યાયમંડળ એમ ઠરાવે છે કે, આવા મનુષ્યને દેહાન્તની શિક્ષા કરવી જ વ્યાજબી છે, તેથી આવતી કાલે જ તેને ફાંસી અપાશે.
આ પ્રમાણેનું પ્રધાનજીનું વક્તવ્ય પૂરું થયા પછી, ભીખલાને પૂછવામાં આવ્યું કે, બલભાઈ, તારે કાંઈ કહેવું છે? તેણે કહ્યું જરૂર કહેવું છે. અને તે એ જ કે, જેમ મારું મુખ જેવાથી મહારાજાને એક દિવસ લાંઘણ ખમવી પડી, પરંતુ હું આશા રાખતું હતું કે મારી આખી જિંદગીમાં આ દેવપુરુષને મેં કયારે પણ જોયા નથી. અને પથારીમાંથી જાગ્રત થઈને, દેવપુરૂષનાં મેં પહેલ વહેલાં દર્શન કર્યા. અને હું માનતો હતો કે આજથી મારી જિંદગીને રંગ બદલાઈ જશે, જરૂર મને સારામાં સારું ગામ અથવા તે લાખ સુવર્ણમુદ્રા બક્ષિસ મળશે. યાતે કાયમી મોટું વર્ષાસન મળશે. દેવ જેવા રાજવીનું પહેલું દર્શન, મોટા અભ્યદયનું કારણ થવાને બદલે, મને જે દેહાન્ત શિક્ષા થવાની હોય તે માત્ર એક જ દિવસ અનાજ – ખેરાક નહીં પામવા દેનાર મારું દર્શન ભયંકર કે જેના દર્શન પામી, મેટું સ્થાન પામવાની આશા રાખનારને, ગળામાં ફાંસીના દેરડાની બક્ષિસ અપાવી. આખી જિંદગી બરબાદ કરાવનાર, મહારાજાનું દર્શન ભયંકર ગણાય? મહારાજા મારે પણ જરૂર ન્યાય સમજાવશે?
રાજા ઘણે જ બુદ્ધિશાળી હતે, ન્યાયી પણ હતો, વિચારક હતું, ભીખલાના વાક્યને અર્થ વિચારી રાજાએ ન્યાય આપ્યો. મોટા માણસનું દર્શન પણ મોટા અભ્યદયનું કારણ ગણાય છે, મારા દર્શનથી ભીખ ધનવાન વેજ જોઈએ. માટે તેને હું, આજે જ ઘણું દ્રવ્ય આપી ધનવાન બનાવું છું. હવે તેના દર્શનથી કેઈને અપશકુન થશે નહીં. અને ભીખલો ફસીની જગ્યાએ બક્ષિસ પામી સુખી થયે. ૧૬