________________
૧૧૯
આત્માને અંતરાય કર્મ કેમ બંધાય છે?
બસ આ તો હિંસાની વાત લખી. તથાઅસત્ય બોલવાથી, બીજાનું ધન લલેવાથી, પરનારી સેવવાથી, આરંભે, યુદ્ધો, કર્માદાને સેવીને, ધન વધારવાથી, અંતરાય કર્મ બધાય છે, અને નરક તથા પશુગતિમાં ભેગવવા છતાં, વધેલા અંશે મનુષ્ય ગતિમાં ભોગવવા પડે છે.
તેથી ખાવાપીવા મળે નહીં, પહેરવા વસ્ત્ર મળે નહીં, રહેવા સ્થાન મળે નહીં, આવાં દુઃખો જીવને પિતાને ગમતાં નથી. તેપણ જીવ પિત મહાદુઃખનાં કારણ પાપને છોડવા તૈયાર નથી.
આ ભિખારીને પણ ખાવા, પહેરવા, રહેવાની મુશ્કેલી હોવા ઉપરાંત, ગામમાં તેની એવી જાહેરાત થઈ હતી કે, તેનું મુખ જોનારને, તે દિવસે મેટો અનર્થ થાય, પ્રાયઃ ખાવા પણ ન મળે. તેથી ગામના મોટા ભાગના માણસો, તેના શકુન લેતા નહીં, સાવધાન રહી તેનું મુખ પણ જોતા નહીં, અને વખતે તેનાં શકુન થઈ જાય, મુખ જેવાઈ જાય તે, જરૂર અનર્થ થાય. આવી ગામમાં ઘણી પ્રસિદ્ધિ ફેલાવાથી, આ ગરીબ માણસ પ્રત્યે નગરવાસી લેકને તિરસ્કાર, મર્યાદા વટાવી ગયો હતો. અને બધા એના નાશના જ વિચાર કર્યા કરતા હતા.
પ્રશ્ન : આવી વહેમપૂર્ણ વાત સાચી હોઈ શકે, કે કેઈના મુખ દેખવાથી, સામા મળવાથી, અપશકુન થાય છે, અને તે પ્રમાણે સારાં, ખોટાં પરિણામ આવે ?
ઉત્તર : શકુન વિચાર માટે પ્રકરણો છે. પુસ્તક પણ છે. અનુભવી માણસને અનુભવે મળ્યા છે. જૈન ગ્રન્થમાં, અને અન્ય ગ્રન્થમાં, ઘણું સ્થાને ઉપર, શકુનેના સારા, ખોટાપણાના, અનુભવે ટંકાયા છે.
વાસુદેવ પ્રતિવાસુ દેવના યુદ્ધ પ્રયાણમાં, શુકનના વર્ણને લખાયાં છે. આચાર્ય ભગવંતોને ભવિષ્યમાં થનારા લાભને સૂચવનારાં શકુનનાં વર્ણને વાંચવા મળે છે. ચેર લેકે ચોરી કરવા જવા પહેલાં શકુન જુઓં છે. આવાં શકુનાદિ કારણે, ભવિષ્યમાં થનારા શુભાશુભ બનાવની પૂર્વભૂમિકા ગણાય છે.
માણસને ગયા જન્મના સૌભાગ્ય નામકર્મના ઉદયથી, ઠામઠામ આદર મળે છે. તે જ પ્રમાણે દુર્ભાગ્ય નામકર્મના ઉદયથી, અનાદર, અપમાન, તિરસ્કાર મળે છે. પ્રસ્તુત ભિખારીને દુર્ભાગ્ય ઉદય આજકાલ સીમા વટાવી રહ્યો હોવાથી તેની ઉપર, આખા નગરને દ્વેષ ઠલવાઈ રહ્યો હતો, અને તેથી જ એકવાર ઘણું આગેવાન નાગરિકોએ એકઠા મળીને, નૃપતિ પાસે ફરિયાદ પણ કરી.
મહારાજા ! આ ભિખલા નામને ભિખારી આખા ગામને અનર્થનું કારણ બની ચૂક્યો છે. જેને જેને આ નિર્ભાગ્ય મનુષ્ય, પ્રભાતના પ્રહરમાં, નજરે જોવાઈ ગયો હોય છે, તેને પ્રાયઃ આખો દિવસ નહિ કપેલાં વિદને આવી હાજર થઈ જાય છે. આપને અમારા નિવેદનને સાક્ષાત્કાર કરે હોય તે, નગરના કેઈપણ નાગરિકને બોલાવીને, પૂછી શકે