________________
૧૨૩
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
છે. અને વધારે ખાતરી કરવા, આપ સાહેબને ઠીક લાગે તે, યાજના ઘડી શકે છે. અને જો નાગિરકાની વાત, ચકાસણી દ્વારા સાચી સમજાય તેા, આ ભિખારીને દેહાંતની અથવા દેશનિકાલની શિક્ષા થવી જોઈએ.
રાજાને પ્રજાજનની વાત સાચી લાગી. કારણ કે પહેલાં પણ આ ફરિયાદ રાજા પાસે ઘણીવાર આવેલી હતી. તેથી અન્યને પૂછીને ખાતરી મેળવવા કરતાં, પાતે જ પરીક્ષા કરવી, અને પછી ઘટતા ન્યાય કરવા નિરધાર કર્યો. અને ભીખલાને પેાતાની પાસે ખેલાબ્યા. ઉત્તમ પ્રકારનાં ભોજન કરાવ્યાં અને સારાં વસ્ત્રો પહેરાવી, પોતાની જ પાસે, સુંદર શય્યા ઉપર સુવાડ્યો. ભિખારી પાતે, નાગરિકાની ફરિયાદના અજાણ હેાવાથી, અને રાજાના આવા સત્કારથી, સ્વના સુખ અનુભવવા લાગ્યો.
રાજવી સવારમાં વહેલા જાગ્યા. ભીખલાને જગાડયા. અને બરાબર નિહાળીને તેનું મુખ જોઇ લીધું. બિચારા ભિખારીએ પણ ગાઢણીયાં થઈ ને, રાજાને ખૂબ ખૂબ પ્રણામ કર્યાં, અને રાજી રાજી થઈ નાચવા લાગ્યા.
આ બાજુ રાજાએ આગલી રાતે જ રસોઇયાઓને આજ્ઞા કરેલી કે, આવતી કાલે વહેલી પ્રભાતે, અધી ભેાજન સામગ્રી તૈયાર કરવી, મારે વહેલી પ્રભાતે જમવા ઇચ્છા છે. મહારાજની આજ્ઞાથી, રસાઈ વહેલી પ્રભાતે, થઈ ગઈ હતી. પરંતુ ભવિતવ્યતાના યાગથી, ગુપ્તચરાએ આવી ખબર આપ્યા કે, આપણી સીમા ઉપરના ત્રણ રાજાએ સાથે મળી, આપણા દેશ લૂટવા સીમાડામાં પ્રવેશી આવ્યા છે.
આવી ભયંકર વાત સાંભળી, રાજાએ, તત્કાળ પર્યાણુ ભેરી વગડાવી અને સૈન્ય તૈયાર થઈ ગયું. અને ત્વરાથી શત્રુઓનો સામનો કરવા, પોતાના રાજ્યની સરહદે પહોંચી ગયા. પ્રસ્તુત રાજાની આવી જોરદાર અને તાત્કાલિક વ્યવસ્થા જોઈ, શત્રુ રાજાએ લડાઈ કર્યા વિના, પાછા ચાલ્યા ગયા, અને રાજ્ય તથા પ્રજાને ઉપદ્રવમુક્ત બનાવીને રાજવી પણ, ઘણી મોડી રાત્રે પેાતાને ઘેર આવી ગયા.
આ બનાવથી ભીખલા નામના ભિખારીનું મુખ દેખવાથી, જમવાનું ન જ મળે, આવી નગરમાં ફેલાયેલી વાત, સાચી માનવાનો સાક્ષાદ્ અનુભવ થયા. અને રાજાને હવે ન્યાય આપવા વિચારો આવવા લાગ્યા.
તેથી ખીજા દિવસે રાજાએ સભા ભરવાની આજ્ઞા ફરમાવી. જેથી રાજ્યના માનવતાઅધિકારીઓ, સાથેાસાથ નગરના પણ કેટલાક માનવંતા બુદ્ધિમાનાને પણ, નિમંત્રણ મળવાથી સમયસર સભા ભરાઈ ગઈ. આમંત્રણ વગરના પ્રેક્ષકા પણ ઘણા ભેગા થઈ જવાથી, સભામાં અને સભાની આજુબાજુના ભાગામાં, માણસાના મેળા ભરાયા જણાતા હતા.
સભા સ્થિર થયા પછી, મહારાજની આજ્ઞાથી મુખ્ય પ્રધાને આજે સભા બેાલાવવાના પ્રયાજન તરીકે, ભિખલા ભિક્ષુકના ગુનાનો ન્યાય સભળવવાના હતા. પ્રધાન જણાવે છે કે,