________________
ગુરૂદેવની આજ્ઞા અને અભયદેવ સૂરિમહારાજ
૧૨૫
પ્રશ્ન : શ્રી વીતરાગદેવની આજ્ઞા પાળનાર અને સંકટમાં પણ નિર્ભય અથવા અડાલ = અચલ રહેનાર આત્માઓના ઉદાહરણ હાય તા બતાવેા.
ઉત્તર: શ્રી વીતરાગ શાસન વિનય, વિવેક, ત્યાગ, સાત્ત્વિક ભાવ, વગેરે મહા ગુણાની ખાણ છે. આ શાસનમાં આરાધક રત્ના પણ ઘણા થયા છે. તેમાંથી ઘેાડાં ઉદાહરણ લખીએ છીએ.
ગુરુદેવની આજ્ઞા પાળનાર મહાપુરુષ અભયદેવસૂરિ મહારાજ
પ્રભુશ્રી મહાવીરદેવની શાસનધુરા પાંચમા ગણધર સુધર્મા સ્વામીને સોંપાઈ હતી. તેમની પરપરામાં ૩૬ મા પધર સ દેવસૂરિ મહારાજ થયા. તેમના ગુરુભાઈ વ માનસૂરિ મહારાજ થયા. તે મહાપુરુષને ધરણેન્દ્ર વંદન કરવા આવ્યા હતા. તેમણે વિ. સ. ૧૦૮૮માં આબુદેલવાડામાં વિમલશાહના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી હતી.
વધુ માનસૂરિ મહારાજના શિષ્ય (કાશી નગરીના પંડિત અને વઢવાણ નગરમાં પ્રતિબાધ પામી દીક્ષિત થયેલા) જિનેશ્વરસૂરિ મહારાજ થયા. તેમના ઘણા શિષ્યામાં અભયદેવ નામના એક યુવાન મુનિરાજ હતા, તેઓ ઘણા બુદ્ધિશાળી હતા. તે દરરોજ એકહજાર ગાથા કઠસ્થ કરી શકતા હતા.
તેએ ધારાનગરીના મેાટા લક્ષ્મીપતિ મહીધર નામના શેઠની ધનદેવી નામની પત્ની નીકુક્ષિરૂપ છીપમાં મેાતી સમાન, અભયકુમાર નામના પુત્ર હતા. બાલ્યકાળમાં સ્વબુદ્ધિથી અને ઉત્તમ અધ્યાપકેાના સહયાગથી, બધી કલાઓમાં પ્રવીણ થયા હતા. એકવાર ધારાનગરીમાં જિનેશ્વરસૂરિ મહારાજ પધાર્યા હતા.
તેમની નિર ંતર દેશના સાંભળવાથી, અભયકુમારને વૈરાગ્ય થયા. અને માતાપિતાની અનુમતિ મેળવીને, મેાટી શાસનપ્રભાવના પૂર્ણાંક, જિનેશ્વરસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ઘણા જ બુદ્ધિશાળી હોવાથી અલ્પકાળમાં જ ગુરુમહારાજની કૃપાથી શાસ્ત્રોના પારગામી થયા. તેમના સ્વર અતિ મધુર હતા. વ્યાખ્યાન શકિત અજોડ હતી. શિષ્યાને ભણાવવામાં ખૂબ કુશળતા હતી. નવ રસેામાં કોઈ પણ રસનું વર્ણન કરે ત્યારે તે રસનું તાદાત્મ્ય ખડું થઈ જતું હતું.
પ્રશ્ન : નવ રસ કયા કયા કહેવાય છે?
*
ઉત્તરઃ શાસ્ત્રોનાં વર્ણનમાં નવે રસાનું વર્ણન આવે છે. તેનાં નામે શ્રૃંગારરસ, વીરરસ, કારુણ્યરસ, આશ્ચર્ય રસ, હાસ્યરસ, ભયાનકરસ, બિભત્સરસ, રૌદ્રરસ અને આ સર્વ રસા ઉપર પ્રભાવ પાડનાર રસાધિરાજ શાન્તરસ છે.
G
એક વાર અભયદેવ મુનિરાજ પ્રતિક્રમણ પછી (હજીક રાત્રિના પ્રારંભ જ હતા ) શિષ્ય વર્ગને અજિતશાન્તિસ્તવનના, અથ ભણાવતા હતા. ૨૭મી ગાથાથી અથ