________________
w
w
ww w
*
*
*
વચનની મધુરતા બગડેલું સુધારે છે. શેઠાણી અનુપમાદેવી બુદ્ધિ, રાજ્ય સલાવવાની કુશળતા, અવસરેચિત કામ લેવાની શક્તિ અને ભારેભાર પ્રામાણિકતા માટે, ઘણો જ આદર હતો. રાજાએ પોતે અનેક પ્રસંગો દ્વારા બે ભાઈઓની માપણીનું મૂલ્યાંકન કરી લીધું હતું.
તોપણ દુર્જનતાની અજબ તાકાતે, રાજા વિરધવલને, સંશયવાળો બનાવ્યું, અને વળતા દિવસે, વસ્તુપાલ-તેજપાલની દાનશાળામાં એક બાવાને વેશ પહેરી, ભિક્ષુના ટેળામાં જઈ, જમવા બેસી ગયો. અહીં શું શું બની રહ્યું છે, તેને અભ્યાસ કરવા લાગ્યો. અહીં ગરીબ રાંકાઓ, સાધુ સંત, કેઈપણ આવતા હતા. તેમને પંક્તિભેદ વિના ખાવાનું મળતું હતું.
તેટલામાં જૈનમુનિરાજ વહોરવા આવ્યા. શેઠાણી અનુપમાદેવી સ્વયં ઊઠીને, વહરાવવા આવ્યાં. મુનિરાજે પાત્ર મૂકયું. તેમાં વહોરવતાં પાત્રને બહારને ભાગ સહજ ઘીથી ખરડાયે. તેને લૂછી લેવું જરૂરી હોવાથી, મહાભાગ્યવતી. શેઠાણી, અનુપમાદેવીએ, પિતાની પહેરેલી સાડીના એક-છેડાથી લૂછી લીધે.
આ બનાવ બાવાઓની પંક્તિમાં બેસી જમવાને દેખાવ કરી રહેલા અને બાવાના સ્વાંગમાં બેઠેલા રાજા વિરધવલે જે અને પ્રશ્ન કર્યો.
બાવાના વેશધારી રાજાને –
પ્રશ્ન : શેઠાણી બહેન! આપની પહેરેલી સાડી ઘણી જ મૂલ્યવાળી છે. ચિકણું પાત્રને લૂછવા માટે કઈ ફાટેલા વસ્ત્રને કકડે પણ ચાલી શકે. આવી સાડી કેમ બગાડી ? શ્રાવિકા અનુપમાદેવીને—
ઉત્તર : હે મહાભાગ્યશાળી સંતપુરુષ! મારે કઈ કઈ કે ઘાંચીના ઘેર અવતાર થયું હોત તો ? મારાં વસ્ત્રો કેટલાં મલીન હોત? આ તો સંયમની આરાધના કરવા, માટે શરીરને માત્ર ભાડું જ આપનારા, ત્યાગના દરિયા, શ્રીવીતરાગના મુનિરાજનું પાત્ર છે. એમાં વપરાયેલું મારું વસ્ત્ર પણ, લાભ કરનારું થયું છે.
ખરી વાત એવી છે કે, અમે મહારાજા વીર ધવલના સેવકે છીએ. આજે કાંઈ મળ્યું છે. અને વપરાય છે, તે તેમની સુધાસમાણું પુણ્યકૃપાનું પરિણામ છે. અહીં અપાતા દાનનું પુણ્ય અને યશ તો મહારાજા વિરધવલના ફાળે જાય છે. આવા સન્માર્ગમાં અમારું શરીર અને વસ્ત્રો કે વાસણ વપરાય તેટલો અમને લાભ છે. મુખ, મગજ અને શરીર ઠેકાણે રાખી, રાજાએ શેઠાણીનાં વાક્ય બરાબર સાંભળી લીધાં. અને મનમાંને મનમાં હર્ષઘેલ બની ગયેલો રાજા ઊઠી પિતાના સ્થાને ગયો અને મહાસતી અનુપાદેવીનાં વાક્યોને, વારંવાર વિચારીને અંતર્ગત કહેવા લાગ્ય, ધન્ય છે, આવા બે ભાઈ મંત્રીશ્વરેને. જેના ઘેર આવી સાક્ષાત્ દેવીના અવતાર સમાણી, ગૃહીણીઓ વસે છે, અને આવી રીતે ધનને સદ્વ્યય થાય છે. મનુષ્યજન્મ સફળ બનાવાઈ રહ્યો છે. આવા સદ્વ્યયમાં જેનું ધન વપરાય તે આત્મા મહાભાગ્યવાન કેમ નહિ. ઇતિ વાકય મધુરતા ઉપર મહાસતી અનુપમા શેઠાણની કથા સંપૂર્ણ