________________
આર્ય રિક્ષિતનું દષ્ટિવાદ ભણવા પ્રસ્થાન
૧૦૫ અને ભાવ સત્ય રૂપ બે નદીના કાંઠા છે. અને સર્વ જીવોને બચાવવાની વિચારણાભાવના રૂપ પ્રવાહ ચાલે છે. હે પાંડુપુત્ર! તેવી આત્મતત્વ વિચારણું રૂપ નદીમાં સ્નાન કર. પાણી વડે અંતરાત્મા શુદ્ધ થતો નથી.
માતા રૂદ્રામાં શ્રાવિકા પિતાના વહાલા પુત્ર આર્ય રક્ષિત કુમારને સમજાવે છે કે, આવાં પરસ્પર વિરેધવાળાં, સંસારને પિષનારાં, હિંસા અને મૈથુન જેવા પાપનું સમર્થન કરનારા શાને તું ભણીને આવ્યા. તેથી પુત્રનું ભલું ભવિષ્ય ઇચ્છનારી માતા, મને એમાં આનંદ કેમ થાય?
આર્ય રક્ષિતને પ્રશ્ન : આત્માનું કલ્યાણ થાય તેવાં શા ક્યાં ? તે શા કેણુ ભણાવી શકે ? અને તે ભણાવનાર હાલ કયાં મળી શકે ?
માતાનો ઉત્તર આત્માનું તત્કાળ અથવા ઉત્તરોત્તર કલ્યાણ જ થાય આ આ શાસ્ત્રનું નામ છે દ્વાદશાંગી. તેને, જગતનું એકાંત ભલું ઇચ્છનારા, તીર્થકરે અને ગણધરોએ બનાવી છે. તેને; મહાબુદ્ધિશાળી જૈનાચાર્યો ભણેલા હોય છે. હાલમાં નજીકના વાડામાં તસલીપુત્ર નામના જૈનાચાર્ય પધાર્યા છે. તેમની સંપૂર્ણ આજ્ઞા પાળનારને, આ શાસ્ત્ર ભણાવી શકાય છે. મારા વહાલા દીકરા ! હું તને આશીર્વાદ આપું છું. તું જરૂર દ્વાદશાંગી ભણી શકીશ.
પુણ્યનિધાન આર્ય રક્ષિત કુમારે માતાનાં વચને અને આશીર્વાદને મસ્તકે ચડાવી લીધા અને વળતી સવારે, સલીપુત્ર આચાર્ય ભગવાન પાસે ભણવા જવાની તૈયારી કરી લીધી. અને વહેલી પ્રભાતે, માતાપિતાને પગે લાગી, પૂના આશીર્વચને પામી, સ્વર અને શકુનની અનુકૂળતાપૂર્વક રક્ષિતકુમારે પ્રસ્થાન આપ્યું.
ઘર બહાર નીકળતાંજ, પિતાના એક ખેડૂતમિત્ર સામા મળ્યા. તેમની પાસે શેલડીના પરિપકવ સાંઠા હતા. તેમણે કહ્યું, ભાઈ રક્ષિત ! તું ઘણું ઘણું ભણીને આવ્યાના મેં કાલે સમાચાર સાંભળ્યા. માટે હું તારા સારુ બહુ મજાની, રસદાર શેલડીઓ લાવ્યો છું. તું હમણાં કયાં જાય છે?
રક્ષિતને ઉત્તર : હું હમણાં મારી માતાની આજ્ઞા પ્રમાણે એક ઘણી સારી વિદ્યા લેવા જાઉં છું. આ શેલડીઓ મારી માતાજીને આપશે. “બહુ સારું, બહુ સારું” બોલતા તે કાકા, આર્યસમના ઘરમાં પ્રવેશ્યા અને કુમાર આર્યરક્ષિત ઘણું મજાનાં શકુન પામી આગળ વધ્યા.
આર્ય રક્ષિત ચૌદ વિદ્યાના પારગામી તો થયેલા હતા જ. તેથી તેઓ શકુન શાસ્ત્ર પણ ખૂબ જાણતા હતા. અને શેલડીના શકુન મળવાથી, તથા સાંઠાની સંખ્યા સાડા નવ હોવાથી તેમણે નિર્ણય કરી લીધો કે હું જે શાસ્ત્ર ભણવા જઈ રહ્યો છું તે, મને જરૂર મળશે. અને તે શાસ્ત્રનું પ્રમાણ સાડા નવ હશે.
૧૪.