________________
સેવા અને આજ્ઞા બે માં મેટું કેણુ? : પ્ર. ૧ લું
૧૦૭ માતા ચુસ્ત શ્રાવિકા હતી. તેણીએ ભણવા નહીં પણ, અણગાર થવા જ મેકલ્યો હતો. અહીં કેવળ પલકને જ દેખનારી, અને પુત્રનું સર્વકાલીન કલ્યાણ ઈચ્છનારી, માતાને ધન્યવાદ છે કે જેણે, પુત્રવધૂના સુખને કે, પુત્રનાં બાળકોને રમાડવાના મેહમાં ન ફસાતાં, પુત્રના પરાકને સુધરા. પુત્રને પણ હજારવાર ધન્યવાદ ઘટે છે કે, જેણે પિતાની માતાના ગુણોના જ-ઉપકારના જ વિચારોને મનમાં સ્થિર બનાવી, માતાની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી, સંસારની વાસનાઓને તિલાંજલિ આપી, પિતાનું અને આખા કુટુંબનું કલ્યાણ સાધ્યું. આર્ય રક્ષિત મુનિ પોતાની યોગ્યતાથી પાછળથી આર્યરક્ષિત સૂરિ મહારાજ થયા શાસનપ્રભાવક થયા યુગપ્રધાન થયા.
ઈતિ માતાની આજ્ઞાના પાલક આર્ય રક્ષિતસૂરિની કથા સંપૂર્ણ
પ્રશ્ન : માતાપિતાની ભક્તિ ચડે કે માતાપિતાની આજ્ઞાનું પાલન ચડે?
ઉત્તર : સેવા – ભક્તિ એક અતિ ઉત્તમ ગુણ હોવા છતાં, આજ્ઞા વગરની સેવાભક્તિ ફળ આપનારી થતી નથી. અને આજ્ઞાપાલન સાથે પ્રકટેલી સેવાભક્તિ, અવશ્ય લાભકારિણી થાય છે. સેવા કરનારો આત્મા, આજ્ઞાપાલક હોય કે ન પણ હોય, પરંતુ આજ્ઞાપાલક આત્મામાં સેવાભક્તિ રૂંવાડે રૂંવાડે ઉભરાએલી હોય. આજ્ઞાપૂર્વકની સેવામાં ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિનાં કારણે પ્રગટે છે. જુઓ શાસ્ત્રઃ વીતરા વાયા : તવાસા ધનંg I
આશારા વિદ્ધા , શિવાય. મવાળ
અર્થ : હે વીતરાગ ! આપની સેવા કરવા થકી પણ આપની આજ્ઞાનું પાલન, મેક્ષનું પરમ અંગ બને છે. આજ્ઞાની આરાધના મેક્ષનું કારણ છે. આજ્ઞાનું વિરાધન સંસાર વધારે છે.
- શ્રી વીતરાગ શાસનમાં અનેક પ્રભાવક પુરુષ થયા છે. તેવા વિક્રમની દશમી સદીના એક મહાપ્રભાવક પુરૂષની આ કથા છે. શ્રીમાળનગરમાં શિવનાગ નામના એક મહા ધનાઢય શ્રેષ્ઠી વસતા હતા. તેમને પૂર્ણલતા નામની મહાસતી ધર્મપત્ની હતી અને વીર નામને (ઉત્તમ આત્મા) પુત્ર હતો. શિવનાગશેઠે ધરણેન્દ્રની આરાધના કરી હતી. તેથી નાગકુમાર દેવે તેમને સાક્ષાત્ હતા.
શિવનાગશેઠે પોતાના વહાલા પુત્ર વીરને સાત કન્યાઓ સાથે પરણાવ્યો હતો. પિતાના અવસાન પછી વીરકુમાર ઘણીવાર પગે ચાલીને સાચોર તીર્થમાં મહાવીર સ્વામીને જુહારવા જતા હતા. એકવાર યાત્રા કરવા ગયેલા વીરની માતા પૂર્ણલતાને કેઈએ હાસ્યમશ્કરીમાં કહી નાખ્યું કે, “તમારા પુત્ર વીરને ચેર લોકોએ મારી નાખ્યો છે.” આવા ઉકાળેલા-તરવાના રસ જેવા શબ્દો પૂર્ણલતાના કાનમાં પડવાની સાથે, પૂર્ણલતાના પ્રાણ પ્રયાણ કરી સ્વર્ગમાં ચાલ્યા ગયા.