________________
૧૧૪
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
“ ત્યાસી લાખ પૂરવ ધરવાસે, વસીયા પરિકર યુક્તાજી. “ જન્મથકી પણ દેવતરુલ, ક્ષીરાધિ જલ
ભોક્તાજી, ’'
""
—કવિ, વીર વિ.
અર્થ : પ્રભુજી ત્યાસી લાખ પૂર્વ ઘરવાસમાં રહ્યા. તેમાં દેશનાં લાવેલાં દેવકુંરૂ–ઉત્તર-કુરૂનાં ફુલ ખાધાં છે. અને ક્ષીરસમુદ્રનું પાણી પીધું છે. દીક્ષા લીધા પછી, પ્રથમવાર જ શ્રેયાંસકુમારના ારાવેલે શેરડીરસ, ભરતક્ષેત્રની આહા વસ્તુ વાપરી જાણવી.
આ વાર્તાથી વાંચનાર સમજી શકે છે કે કેવળ ફળાહાર કે દુગ્ધાહાર ઉપર જિંદગી સુધી રહેવાની ટેવ પાડનાર જરૂર ચલાવી શકે છે. આજકાલના માણસે પણ કેવળ ચા, કૉફી, છાશ ઉપર રહેવાના દાખલા મેાજૂદ છે. એક હાલ વિદ્યમાન નદાબહેનની સાચી ઘટના લખું છું':—
બળવાળા (ઝાલાવાડ)ના રહેવાસી, હમણાં માંગરોળ. ( સૌરાષ્ટ્ર ) વસતા, તલકચઢ હેમચંદ્રની પુત્રી અને મલાયા દેશમાં રહેતા છગનલાલ દામજીની પત્ની, બહેન ના. વિ. સ. ૨૦૧૨ માં સને ૧૯૫૬માં વિધવા થવાથી, અપ્રમાણ આઘાત લાગવાથી, કાયમ માટે અનાજ લેતાં નથી. પરંતુ બહુ અલ્પ ચા અગર કૉફી, વખતે છાશ,એક–દિવસે એ ચીજ તા નહી જ.
આ ત્રણ વસ્તુ પૈકીની એક જ લે છે. તેમની પરીક્ષા કરવા ઘણા દેશી-પરદેશી ડૉકટરા નિષ્ણાતાએ, આ બહેનને રૂબરૂં મલીને પરિક્ષા પણ કરી છે. બધા વર્ણનના સાર એ જ કે, લાહાર કરનાર કે દૂધ પીનારના ઉપવાસ ગણાય જ નહી. આ વાત ડાહ્યા માણસાને સમજાય તેવી છે.
પ્રશ્ન : તે। પછી બીજા ખીજા દનકારા–ધમ પાળનારાએના ફળાહારવાળે તપ ગણાય નહીં ?
ઉત્તર : જગતમાં તેા એવી કહેવત છે કે, ગાળ નખાય તેટલું ગળ્યું થાય; તેમ ધમાં પણ જેટલી શુદ્ધતા હાય તેટલી ફળપ્રાપ્તિ થાય એ દીવા જેવી વાત છે. જેમ તડકા પડે તા જ જમીન અને જગતના બીજા પદાર્થોના રસ સુકાય છે, તેમ તાપ લાગે તા જ, આત્મામાં લાગેલા ક`પરમાણુઓના રસ સુકાય, અને આત્મપ્રદેશથી ખરી જાય અને આત્મા નિર્મળ બને છે.
અજૈન કવિ પણ કહે છે—
“સીરાપુરી લાપસી, એર કાકડી આદિ, કહેનેકી તા એકાદશી, પણ દ્વાદશીકી દાદી.’