________________
૧૧૩
ફલાહાર કે દુગ્ધાર કરનાર તપસ્વી ગણી શકાય ?
“આણું જિનવરદેવની, શિર પર ધરે સદાય,
એવા ગુરુની આણથી, સપદિ મોક્ષ પમાય.” ૪ પ્રશ્ન : તે શું ફલાહાર જ કરનાર અથવા કેવળ દૂધ પીને રહેનારને ઉપવાસ ગણાય નહીં ?
ઉત્તર : શ્રી વીતરાગ શાસનમાં જેનાથી સુધા નાશ પામે, નિર્વાહ થાય, તેને આહાર જ કહેવાય છે. પછી તે અનાજ હોય કે ફળે હોય, અથવા દૂધ હોય, દહીં હોય, છાશ હોય, ચા હોય, કૉફી હેય. આવી વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી જાય તે ખુશીથી સુધાનું શમન થઈ શકે છે. આવા કે આ પૈકીના કોઈ પણ ખોરાકને શરીરમાં નાખવાથી સાતે ધાતુઓ પોષાય છે. વિષ્ટા–પેશાબ પણ હાજતે જવું પડે છે. શરીર કે મુખ પર , ફીકાશ આવે નહીં, તે પછી ઉપવાસ કેમ કહી શકાય !
પ્રશ્ન : તો શું, બારે માસ કેવળ દુધ પીએ અથવા ફળે જ ખાય તેને તપસ્વી નજ કહેવાય ?
ઉત્તર : ઘણું ખરાં બાળકો બે ત્રણ ચાર વર્ષનાં થાય ત્યાં સુધી માતાનું દૂધ અથવા સામાન્ય દૂધ જ પીએ છે અને જીવે છે. અનાજ લેતાં નથી. વાનર વગેરે પશુઓ કેવળ ફળાહાર જ કરે છે. અનાજ પામતા નથી. હરિણ, સસલાં જેવી કેટલીક પશુ જાતિ ઘાસ અને કળ ખાઈને જીવે છે. તથા ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, બકરાં, ઘેટાં બાળક દશામાં પોતાની માતાનું દૂધ અને પછી ઘાસ ઉપર જીવે છે. વખતે કઈક જાનવરોને અનાજ ખાવા મળતું હશે.
આ સીવાય પણ પાણીમાં રહેનારા અને જીવનારા બધા પ્રાણીઓ અનાજ ખાતા જ નથી. આકાશમાં ઊડનારા પક્ષિઓ તથા મોટાં મોટાં વનમાં વસનારાં સિંહ વગેરે પ્રાણીઓ અનાજ ખાતા નથી. સર્પો, અજગરે અનાજ ખાતા નથી. આવા બધાઓને ઉપવાસી કેમ કહેવાય ?
નાહિયેર નામના દ્વીપમાં જન્મનાર માણસે અનાજ ખાતા નથી. અનાજને ઓળખતા જ નથી. કેટલાક રબારી. ભરવાડે, આહીરો બારે માસ બકરાં, ઘેટાં અને સાઢણુઓને ચરાવવા કેવળ વગડાઓમાં જ પડયા રહે છે. તેઓ બારે માસ બકરી, ઘેટી, ગાયે, ઊંટડીનું દૂધ પીને જ રહે છે. કયારેક ગામમાં આવે તે રોટલા વગેરે અનાજ ખાય છે. તેવાઓને પણ ઉપવાસી ગણું શકાયા નથી. આ પહેલા જિનેશ્વરદેવ, ઋષભદેવ સ્વામી, ત્રીજા આરામાં જન્મ્યા હતા. અને ત્રીજા આરામાં મેક્ષ પધાર્યા છે. પ્રભુજીએ દીક્ષા લીધી ત્યાં સુધી ત્યાસી લાખ પૂર્વ સુધી ભરતક્ષેત્રનું અનાજ વાપર્યું નથી. ૧૫