________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ પ્રશ્ન : તપાસ પણ કર્યા સિવાય માતાએ સાચું માની લીધું તે શું મૂર્ખતા ન ગણાય ?
૧૦૮
ઉત્તર : યશેાધર રાજાની માતા યશેાધરાદેવી પુત્રના મરણના સમાચાર સાંભળીને, ત્યાં ને ત્યાં ઉભા ઉભા જ મરણ પામ્યા હતાં. દેવાએ પરીક્ષા કરવા માટે, ખાટી ગાઠવેલી આઠમા બલદેવ રામચંદ્ર મહારાજ કાલધર્મ પામ્યા છે. અને તેમના અંતઃપુરમાં રડારોળ ચાલી રહી છે. માત્ર આટલી વાત સાંભળીને, નાનાભાઈ લક્ષ્મણજી સિંહાસન ઉપર બેઠા બેઠા જ મરણ પામ્યા હતા.
પ્રશ્ન : આવા વર્ણનાથી એમ લાગે છે કે હાસ્ય-મશ્કરી પણ મહા અનનુ કારણ અને છે. માટે કાઈની પણ મશ્કરી કરવી તે મહાપાપ છે એમ ખરુંને ?
ઉત્તર : મશ્કરીથી અનેક પ્રકારના અનથ થયા છે એનાં વણ ન સાંભળીએ તેા ખ્યાલ આવે દ્રૌપદીએ, દુર્યોધનને “ અંધના પુત્ર અંધ હોય ” આટલું કહ્યું ત્યાંથી જ ઝઘડાનાં બીજ રાપાયાં. વેશ્યાએ ન દીસેને કહ્યું કે, “ આજે દશમા તમે.” અને નર્દિષેણુજીએ તુરત રવાના થઈ દીક્ષા લીધી. સુભદ્રા સતીએ પોતાના સ્વામી ધન્નાજીને કહ્યું હતું કે, “ કહેતાં સૌને આવડે છે, આચરવું મુશ્કેલ છે. ” આ વાકયા સાંભળીને ધન્નાજીએ આઠે પત્નીઓને ત્યાગ કરી તરત દીક્ષા લીધી. ઉદયસાગરકુમારે (મનારમા રાણીના ભાઈ એ) પોતાના બનેવી વખાહુકુમારની મશ્કરી જ કરી હતી. કેમ કુમાર દીક્ષા લેવી છે ? આ વચનાના ઉત્તરમાં દીક્ષા લીધી અને બીજા પચ્ચીસ કુમારા અને મનારમા રાણીએ પણ દીક્ષા લીધી.
પ્રશ્ન : ધન્નાજી, નદીષેણુજી અને વખાણુકુમારની મશ્કરી કરનારને લાભ જ થયા ને ? આવી મશ્કરી તેા પાપવાળી ન ગણાય. કારણ કે મશ્કરીનાં વાકયેાથી જ દીક્ષા
લેવાની ભાવના થઈ ને ?
ઉત્તર : ધન્નાજી, નદીષેણુજી અને વખાણુકુમાર ત્રણે વૈરાગી અને જ્ઞાની મહાત્યા હતા. તેમને તે મશ્કરીનાં વાકયેા તાળુ ઉઘાડવામાં કુંચી જેવાં બન્યાં છે. પરંતુ તે તે મશ્કરી કરનારા મહાશયાને મશ્કરી કરવા જતાં જિંદગી માટે રત્ના ગુમાવવાં પડયાં છે. અને મશ્કરીનુ પરિણામ આવ્યું, તે ક્ષણે તેમને કેટલા મોટા ખેદ અનુભવવા પડયા છે, તે તે વખતનું–વેશ્યાનું, સુભદ્રાનુ અને ઉદયસાગરકુમારનું દૃશ્ય જોયુ હોય તે જ કલ્પી શકે કે સમજી શકે ?
પરંતુ દેવાના હાસ્ય-પરીક્ષા જોવાના કારણે લક્ષ્મણજીનું મરણ થયું. વીરકુમારના સાળાએ વીરકુમારની માતા પાસે હાસ્ય કરવાથી જ, માતા પૂર્ણ લતાદેવીનું મરણ થયું. અને દ્રોપદીએ દુર્યોધનને દિયર માનીને મશ્કરી કરી તેના પરિણામે મહાભારતનું યુદ્ધ થયું. એક યુવતીને ગર્ભ રહ્યા પછી સમુદ્ર પીધાનુ સ્વપ્ન આવ્યું. સ્વપ્ન સારું હતું. ગુરુને સંભળાવવાની જગ્યાએ મૂખ સખીને સંભળાવ્યુ. સખીએ કહ્યું તે સમુદ્ર પીધા, તાપણુ