________________
૧૦૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રક્ષિતકુમાર જૈનાચાર્ય પાસે ગયા. તેઓ વિવેકી હતા અને બુદ્ધિશાળી પણ હતા. વિચાર કર્યો, આવા મેટા જ્ઞાની પુરુષ પાસે, પ્રણામને વિધિ કર્યા વિના જઈને ઊભા કેમ રહેવાય? પ્રણામ વિધિ મને આવડતો નથી. ડી વાર મું. કેઈ જેન આવે, તેને પ્રણામવિધિ જેઉં અને સાંભળું. પછી જાઉં.
તેટલામાં એક જૈન જાણકાર શ્રાવક આવ્યા. તેમણે પ્રારંભથી સમાપ્ત સુધી કરેલ વિધિ જે, સાંભળે, યાદ થઈ ગયે. તે પ્રમાણે વિધિ-કરીને, આચાર્ય ભગવાન સામે બે હાથ જોડી ને બેસી ગયે. અને વિનંતિ કરી. હું રુદ્રમાં શ્રાવિકાને પુત્ર છું. મારી માતાની આજ્ઞાથી આપની પાસે, દ્વાદશાંગી ભણવા આવ્યો છું.
આચાર્ય ભગવાનને ઉત્તર : જૈન મુનિ સિવાય અન્યને દ્વાદશાંગી ભણાવાય નહીં. જેન સાધુ થનારને, હિંસા અસત્ય ભાષણ ચેરી. સ્ત્રીસેવન અને વસ્તુ માત્રને સંગ્રહ આખી જિંદગી ત્યાગ કરે પડે છે. તમને આ બધી શરતો કબૂલ હોય, તેજ દ્વાદશાંગીને અભ્યાસ કરાવી શકાશે.
આર્ય રક્ષિત વિચાર કરવા લાગ્યો. દ્વારશાંગીને અભ્યાસમારી માતાની આજ્ઞા છે જ કરવાની શકુન પણ ઘણું જ સુંદર થયાં છે, માટે આચાર્ય ભગવાનની શરતો કબૂલ કરવામાં કશો જ વાંધો નથી.
રક્ષિતકુમારે આચાર્ય ભગવંતની સંભળાવેલી શરતોની હા પાડવા વડે કબુલાત કરી, દીક્ષા લીધી. થોડા જ કાળમાં ગુરુ પાસેથી અને ગુરુ આજ્ઞાથી આચાર્ય ભગવાન વાસ્વામી પાસેથી, સાડાનવ પૂર્વ સુધી, દ્વાદશાંગીને અભ્યાસ કર્યો અને સાચા આર્ય રક્ષિત થયા.
આ બાજુ માતાપિતાનું મધ્યમ વય પૂર્ણ થતાં વૃદ્ધાવસ્થાનું આગમન જણાવા લાગ્યું તેથી નાના બંધુ ફશુરક્ષિતને, આર્ય રક્ષિતને બેલાવી લાવવા આર્ય રક્ષિત પાસે મોકલ્યા. એકલા વિહાર થાય નહીં અને સાથે આવનાર ન હોવાથી, આર્યરક્ષિત, નાનાભાઈ ફલ્યુરક્ષિતને કહ્યું કે, ભાઈ! જે તે દીક્ષિત થાયતો, આપણે બેભાઈ માતાપિતાને ધર્મ પમાડવા જઈ શકીએ.
ફલ્યુરક્ષિતે ભાઈની આજ્ઞાનો સ્વીકાર કરીને દીક્ષા લીધી. અનુક્રમે વિહાર કરીને માતા-પિતાને ધર્મ પમાડવા દશપુર શહેરમાં આવ્યા. ધર્મ સાંભળી માતાએ દીક્ષા લીધી અને પછીથી પિતાએ પણ દીક્ષા લીધી. આરાધના કરી બધા અલ્પસંસારી થયા.
અહીં વાચક વર્ગને જણાવવાનું એજ કે, રક્ષિત એક ચુસ્ત વૈદિક પુરોહિતનો પુત્ર હતો અને પિતાની આજ્ઞાથી ભણવા ગયે હતો. ચૌદ વિદ્યાને પારગામી થઈને, અતિ અ૫કાળમાં નાની વયમાં ભણીને ઘેર આવ્યા. ત્યારે રાજા અને નાગરિક તરફથી સત્કાર પણ ખૂબ થયે. હવે તેની ભણવાની નહીં પણ પરણવાની વય હતી. છતાં માતાનાં વચનો સાંભળી, મસ્તક ઉપર ચડાવી, જૈનધર્મની દ્વાદશાંગી ભણવા ગયે. તે તેની માતાની આજ્ઞાની પરાકાષ્ટા કહેવાય.