________________
૧૦૨
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
તેવી નિંદ્યપ્રવૃત્તિ હાય તા પણ દીક્ષા લેવી જ, આપવી જ. આવું એકાન્ત સમજવું નહીં, પરંતુ શ્રી વીતરાગશાસનની પ્રભાવના થાય તેવું કરવામાં કશે વાંધા નથી. તેમ ચારિત્રમાં અંતરાય પણ ન જ થવા જોઈએ. એ વાત પણ ગૌણ બનાવવા ચોગ્ય નથી.
આવા પ્રભુશ્રી મહાવીર સ્વામી વગેરે મહાપુરુષાની જેમ, બ્રાહ્મણપુત્ર આ રક્ષિતજીને પણ, પોતાની માતા તરફથી સત્કાર ન મળવા છતાં પણ, માતાની પ્રત્યે દ્વેષ કે અરુચિ તા ન થઈ. પરંતુ વિચારો આવ્યા કે, મારા માતાજી ઘણાં બુદ્ધિમતી છે. વિવેક રત્નની ખાણ છે. વાત્સલ્યના ખજાનો છે. તેઓના મારા પ્રત્યે અવિહડ પુત્રપ્રેમ છે. છતાં મારા સત્કારમાં હાજરી ન આપવામાં પણ કાંઈક મોટું કારણ હાવું જોઈ એ.
અને તે હું સૌ પ્રથમ પગે લાગવા જઈશ અને આશીર્વાદ માગીશ, ત્યારે સમજાઈ જશે. રાજા અને પ્રજા તેમ જ સ્વજન વર્ગના સત્કારો સાંભળી, હાથીની અંબાડી ઉપરથી ઉતરી, પાતાના ઘેર આવ્યા, અને માતાજી રુદ્રસેસમાં ઘરની સામાયિકશાળામાં જ્યાં સામાયિક કરતાં હતાં, ત્યાં ગયા, અને ઘણા હ પૂર્વક માતાજીને પગે લાગ્યા.
માતા સામાયિકમાં હેાવાથી, આય રક્ષિત કુમારે, ઘેાડા દૂર માતાની સન્મુખ બેસીને, સુખ સ્વાગત પૂછ્યા પછી, માતાને પ્રશ્ન પૂછ્યો કે, હું મારી એકાંતહિત ચિંતવનારી માતા ! આખા ગામે મારું સ્વાગત કર્યુ તેમાં મારી જન્મદાત્રી કેમ નહીં ?
.
ઉપકારિણી માતાના ઉત્તર :
સંસાર વધારનારાં, મિથ્યાત્વ-અવિરતિ–કષાય અને પ્રમાદને પોષનારાં અને પરિણામે સ્વ-પર અનેકને દુર્ગતિના ખાડામાં ધકેલનારાં, શાસ્ત્રોના અભ્યાસના પ્રાત્સાહનમાં, ભવાભવ માટે પુત્રનું કલ્યાણ ઇચ્છનારી માતા અનુમેાદન કેમ આપી શકે ?
પ્રશ્ન : પ્રત્યેક ધમ માં હિંસા પરમો ધર્મઃ આવા વિચારી જાહેર છે. તા પછી મે' અભ્યાસ કરેલાં શાસ્ત્રી દુર્ગતિમાં મેાકલનારા કેમ કહેવાય ?
ઉત્તર : જે શાસ્ત્રોમાં દેવ-ગુરુ-ધર્મની શુદ્ધતા ન હેાય તેવા શાસ્ત્રોનાં વચનાને વિશ્વાસ રખાય કેમ ? દેવે પાતે અજ્ઞાની, પત્ની-પરિવારવાળા, શાપ-આશીર્વાદ આપનારા માંસ જેવી અપવિત્ર અને પાપમય વસ્તુ ભોગવનારા, પરસ્ત્રીભાગ જેવા અધમ પાપોથી પણ નહીં બચેલા, ગુરુએ પણ પત્ની-પરિવાર–પૈસા રાખનારા; યજ્ઞોમાં ઘેટાં-બકરાં વગેરેનાં અલિદાન આપનારા. અને ધર્મ. યજ્ઞો કરવા, તીસ્નાન કરવું, પિતૃઓને શ્રાદ્ધ આપવું, રાજાઓએ શિકાર કરવા; અગ્નિમાં હવન કરવા; આ બધા ધર્મ મનાયા છે. આવાન ધર્મ કેમ કહેવાય ? કહ્યું છે કે :
अग्निर्देवो जलं तीर्थ, वधे धर्मों गुरूगृही । स्याद्विका पात्रं येषां तैः कोस्तु
संस्तवः ॥ १ ॥
અર્થ : જે પંથમાં-મામાં અથવા શાસ્ત્રામાં અગ્નિને ( અગ્નિકાયને ) દેવ માનવામાં આવ્યા છે. અગ્નિમાં નાખેલું તેત્રીશઢ્ઢાડ દેવાને પહેાંચે છે. પાણીમાં સ્નાન