________________
૯૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રામ-લક્ષ્મણ-સીતાજીના ગુણથી ખેંચાઈને, પ્રધાનવર્ગ તથા મહાજનવર્ગ, વગેરે લગભગ નગરીની સમગ્ર જનતા, પિતાનાં ઘરબાર-દુકાને, બજારે બંધ કરીને, નગરીની બહાર નીકળી ગયાં. આ વખતે દેવલેક જેવી અધ્યા નગરી ઉજડ ખેડા જેવી લાગતી હતી; મહાદેવી કૈકેયી પણ, પિતાના આવા અવિચારી વરદાન માટે ચિત્તમાં ખૂબ દુઃખ પામ્યાં હતાં.
નગરવાસી લોકોનાં ટોળાંઓ, અને પિતાના પિતા અને ચારે માતાઓને આવતા જઈ રામચંદ્ર મહારાજની ત્રિપુટી, (ામલક્ષ્મણ અને દેવી સીતા) એક ઝાડ નીચે હતાં ત્યાંથી વડીલેની સામે આવ્યા. પગમાં પડીને પ્રણામ કર્યા, અને વિનંતી કરીને કહ્યું કે, અમે આપના બાળકો હજી, હમણાં જ, આપને પ્રણામ કરીને બહાર આવ્યાં છીએ. આપ પૂજ્ય ઉપકારી મહાપુરુષોએ શા માટે પરિશ્રમ લીધો?
રામચંદ્રિકુમારનાં વચનને વડીલોએ આંસુ વર્ષાવીને જ ઉત્તર આપ્યો. બધાની આંખો ભરાઈ ગઈ હતી. મોઢામાં પણ ડુસકાં આવી ગયા હોવાથી, બોલી શકાયું નહીં. ત્રણ જણ વડીલ સામે વાર વાર જતા અને નમસ્કાર કતા, જ્યાં સુધી પરસ્પર દેખાયું ત્યાં સુધી, રામ-લક્ષ્મણ અને સીતાજીએ પ્રણામ કર્યા અને પ્રસ્થાન કર્યું અને પિતાજી વગેરે વડીલવર્ગ તેઓ દેખાયા ત્યાં સુધી તે જગ્યાએ ઊભા રહ્યા.
નગરના વૃદ્ધ પુરુષે અને પ્રધાનવર્ગ, હજી ત્રિપુટીની પાછળ પાછળ જતો હતો. તેથી રામચંદ્રજીએ ક્ષણવાર થોભીને ઘણા ઉચિત-સ્નેહ ગર્ભિત અને નમ્ર વાક્યો વડે સમજાવીને, તેમને સર્વને પાછી વાળ્યા. રામચંદ્રની ત્રિપુટી શેડ વખત જરા વધુ વેગથી ચાલવા લાગી. મહારાજા દશરથના દીક્ષા લેવાના અને કુમાર ભરતને રાજ્ય આપીને, રામલક્ષ્મણસીતા વનવાસ નીકળ્યાના સમાચારો, શહેરો અને ગામડાઓમાં પહોંચી ગયા હોવાથી, સ્થાના સ્થાન પર તેમના સત્કાર કરવા ગ્રામ્યલાકે અને નગરવાસી મહાજનવગે, ઘણી ભક્તિઓ બતાવી હતી. પણ કુમાર રામચંદ્ર બધાના વળતા ઉત્તર પ્રણામ ઝીલવારૂપ નિશાનીથી જ આપ્યા અને આગળ વધ્યા હતા.
રામ-લક્ષ્મણ-સીતાને વળાવીને મહારાજા દશરથે નગરમાં આવીને, પ્રધાનવર્ગ અને આગેવાન નાગરિકોને બોલાવીને, કુમાર ભરતના રાજ્યાભિષેકની તૈયારી અને મુહર્તા નક્કી કરવાની સૂચનાઓ આપી. પરંતુ મહાનિસ્પૃહી ભરતકુમાર, કેઈપણ ભોગે, રાજ્ય લેવા હા પાડતા જ નથી, અને કહેવા લાગ્યા કે, આપ સર્વ મારા હિતેચ્છુઓ હોવા છતાં, તમારા સર્વના વિચારો અને વર્તનથી, મારું અત્યંત ખરાબ બની રહ્યું છે, તેને વિચાર કેમ કરતા નથી ?
વળી રાજ્યના સાચા હકદાર તથા પ્રજાવ અને અધિકારી વર્ગ તમામના હૃદયમાં વસેલા. મારા વડીલ બંધુ રામચંદ્રજી, લક્ષ્મણજી અને મહાસતી આર્યો સીતાદેવી, વનોમાં અને અરણ્યમાં, તથા પલિઓમાં તેમ જ પહાડોમાં, ભટકયા કરતા ડેય; અસહ્ય કરે સહન કરતો હોય, ત્યારે મારા જેવા તુચ્છ મનુષ્ય પારકું રાજ્ય પચાવી, પોતાને મહારાજા કહેવડાવે, આનાથી બીજુ અધમ કાર્ય કોને કહેવાય ? આવું આવું ઘણું બોલીને રડતી આંખોએ ચાલ્યા ગયા.